ધ્યાન

B . પૂજ્યશ્રી નારાયણભાઈએ પ્રબોધેલ અનુભવસિદ્ધ ધ્યાનની રીત

0:000:00

SIDE B

મહારાજે કહ્યું કે જગતને વિષેની વાસના ટાળવી એ અતિ કઠણ સાધન છે અને મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવી એ તો કઠીનમાં કઠીન, સૌથી કઠીન છે. ત્યારે સંસારના બંધન થકી મુક્ત થઈને, આ બધી વાસનાઓ દૂર કરીને, ભગવાનને પામવું હોય તો એનો સર્વોત્તમ ઉપાય સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો. જો ખરી શાંતિ, ખરું સુખ, છતી દેહે તમારે ભોગવવું હોય તો! અંતે તો હું પૂરું કરી દેવાનો. એ બિરુદ છે મારું. એમ કોઈને એવી તાલાવેલી લાગે કે હું છતી દેહે જ ભગવાનના દર્શન કરી લઉં, ઇચ્છા નો રાખે અને પોતે કામ કરે. કારણ કે ઇચ્છા રાખે તો ભગવાન તો જાણે છે ને કે ક્યારે એને દિવ્ય દર્શન આપવા. તો આ અવકાશમાં બોલવાનો એક જ માર્ગ મહારાજે બતાવ્યો. સર્વોત્તમ માર્ગ તે ધ્યાનમાર્ગ. અને મહારાજે કહ્યું કે જેદી, મારી મૂર્તિનું ધ્યાન કરે તેના ઉપર હું કૃપા વરસાવું છું. પોતાને (મહારાજને) ઓળખે તો જ કૃપા વરસેને એના ઉપર. તો મહારાજે ધ્યાન કરવાનું કહ્યું. સચ્ચીદાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે, મહારાજ! મારા અંતરમાં શાંતિ નથી મળતી. શું કારણ? (મહારાજને કહે) કારણ તો તમે સમજી શકો. તમારા હૈયામાં મારી મૂર્તિ દેખાય છે? તો (સચ્ચિદાનંદ સ્વામી) કે‘ના પ્રભુ. (મહારાજ કહે) તો પછી શાંતિ કેવી રીતે થાય? (સચ્ચિદાનંદ સ્વામી કહે) તો શાંતિનો ઉપાય બતાવો. (મહારાજ કહે) એ શાંતિનો ઉપાય ધ્યાન ત્યારે મહારાજ શું કરવા કહે છે, ખબર છે? પોતાના અનાદિમુક્ત જ્યાં રહેતાં હોય તે નિવાસસ્થાન અને આજુ-બાજુની વસ્તુ પણ દિવ્ય થઈ જાય છે. એવું સચ્ચિદાનંદ સ્વામીના મિષે સમજાવી દીધું. (સચ્ચિદાનંદ સ્વામી કહે) કે મહારાજ! તો હું ધ્યાન કરું તમે કહો એમ, તો (મહારાજ) કે’ ના! મારું ધ્યાન કરવાની હમણાં જરૂર નથી. હું કહું ત્યારે કરજે મારું ધ્યાન. (સચ્ચિદાનંદ સ્વામી કહે) તો અત્યારે હું શું કરું? હું શાનું ધ્યાન કરું! (મહારાજ) કે’, તમે અગત્રાઈ જાવ. ત્યાં અમારા મુક્તરાજ પર્વતભાઈ છે. (સ્વામી) કે’, હા મહારાજ! તો (મહારાજ) કે’, ત્યાં જઈ અને નળિયાનું ધ્યાન કરજો. તેમાં નળિયાને નીરખજો, એમના નિવાસસ્થાનના. અને એ નીરખી અને હૈયામાં એનું ધ્યાન કરજો એટલે શાંતિ થઈ જશે! સચ્ચિદાનંદ સ્વામીએ આપણા લોકો કેવું કરે છે તે બતાવવા માટે પોતે દોઢડહાપણ કર્યું. એ પોતે દોઢડાહ્યા નહોતા. એ તો મહારાજના અનાદિમુક્ત હતાં, પણ પોતાના મિષે સમજાવી રહ્યા છે અને ભગવાન એમનો દાખલો આપી અને જીવોને સમજાવે છે. તો સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ! તમારી મૂર્તિ સીવાય તમારા અનાદિમુક્તનું ધ્યાન કરવાનું કીધું હોત તો ય ઠીક હતું. નળિયાનું ધ્યાન કરવું! જડ વસ્તુનું! તમારી (મૂર્તિનું કે) કાંઈક બીજું ધ્યાન બતાવો. (મહારાજ કહે) ભલે કે અમારી મૂર્તિનું ધ્યાન કરો. છ મહિના મૂર્તિનું ધ્યાન કર્યું, પણ અંતરમાં મૂર્તિ દેખાય નહિ. વળી, મહારાજને પૂછ્યું કે મહારાજ! શાંતિ થતી નથી. તમારું સ્વરૂપ જોયામાં આવતું નથી. તો કે, અમે તમને કીધું ‘તું, ત્યાં જઈ નળિયા નીરખી ને ધ્યાન કરો તો શાંતિ થાય અને અમારું સ્વરૂપ દેખાશે. તમે એ કર્યું નહિ, તો કેવી રીતે થાય? કે મારું સ્વરૂપ જોવા માટે અંતરને નિર્મળ બનાવવું પડે ને સ્વામી? કે’ હા મહારાજ! તો એ અંતર નિર્મળ કોણ કરે નિર્મળ વસ્તુ હોય તે કરે. પર્વતભાઈના નળિયા દિવ્ય અને નિર્મળ છે. ત્યાં જઈને ધ્યાન કરો એ નળિયા અંદરના અશાંતિરૂપ આવરણને હટાવી મૂકશે. ઓ મહારાજ! ત્યારે તો હું એનો પ્રયોગ કરું. અને સ્વામી તો એ જ વખતે ઉપડ્યા અગત્રાઈ અને પર્વતભાઈ સામા ચાલી આવે. તો પર્વતભાઈને જ પૂછ્યું કે આ ગામમાં પર્વતભાઈ ક્યાં રહે છે? અરે કે હું જ પર્વતભાઈ કયા પર્વતભાઈ જોઈએ છે? સ્વામિનારાયણના? એક બીજા ય પર્વતભાઈ છે. કે’ મારે તો સ્વામિનારાયણ ભગવાનના પર્વતભાઈ જોઈએ છે. અરે કે’ હું! અરે તમે! તો સ્વામી દંડવત્ કરવા જાતા હતા. ત્યાં પોતે દંડવત્ કરે. અરે તમે તો ગુરુ છો. મને અપરાધમાં નાખશો એમ કહી અને પર્વતભાઈએ દંડવત્ કર્યા સ્વામીને. અને હજી પણ સ્વામી ધ્યાન કરતા નથી હો! અને પર્વતભાઈએ કીધું પધારો ઘરે. ઘરે બેસાડ્યા કે મારા અહોભાગ્ય આવા ગામડા ગામમાં આવા સંત ક્યાંથી પધારે? આપ મને મહારાજની વાતો કરો. તો મને ખૂબ આનંદ આવશે. સ્વામી! આપનું આંહીં આગમન તે મારા માટે આશીર્વાદરૂપ નીવડશે અને તમને આનંદ થશે. સ્વામીને મહારાજની વાતો કરવાનું ખૂબ સારું અંગ. મહારાજની ખૂબ વાતો જ કરી. ચાર-પાંચ દિવસ રહ્યા ત્યાં સુધી. અને નળિયાની વાત તો ભૂલી ગયા.

વળી પાછા આવ્યા. મહારાજે પૂછ્યું કે, સચ્ચિદાનંદ સ્વામી હવે અમારી મૂર્તિ દેખાઈ? મહારાજ હું તો નળિયાની વાત જ ભૂલી ગયો. અરે કે હીરો ઘોઘે જઈને આવ્યો! જાવ ફરીથી. ફરીથી ઉપડ્યા અને જઈને પહેલાં – પર્વતભાઈ એ વખતે લોટો લઈને બહાર જતાં હતા. એટલે ખ્યાલમાં નહિ આવ્યું. કોઈકે કીધું કે પર્વતભાઈ આ જાય એ છે, લોટો લઈને. એમને એમ થયું કે, શૌચ માટે જઈ રહ્યા છે તો હું આંહીં જ બેસું. તો ઈ ભાગોળે બેઠા. પાછા આવે ત્યાં સુધી. આવ્યા, તો પર્વતભાઈએ એકદમ દંડવત્ કર્યા, કહે ઓ હો હો! ફરીથી મહારાજે મોકલ્યા? વાહ વાહ વાહ વાહ એમ કહીને આંખમાં આંસુ આવવા લાગ્યા. પર્વતભાઈ, તમે કહો છો તે બરાબર છે. પણ મારે મહારાજની આજ્ઞા પાળવી કે નહિ? કે મહારાજે શું આજ્ઞા કરી? કે મને અંતરમાં શાંતિ થતી નથી અને મહારાજનું સ્વરૂપ દેખાતું નથી. તો મહારાજે કહ્યું કે જા અગત્રાઈ અને પર્વતભાઈના નિવાસસ્થાનના નળિયાનું ધ્યાન કરશો, એટલે શાંતિ થઈ જશે. તો હવે મારે તમને ઉપદેશ આપવો નથી, ભગવાનની વાતો કરવી નથી, મને તમારું નિવાસસ્થાન બતાવો, બહારથી. અને મને એ નળિયા બરાબર દેખાય, હું એને દેખી શકું એવી રીતે ઊભો રાખો. પછી પણ કે આ આવું નો કરાય. આવું મહારાજે તમને મારી કસોટી..... તમે ગમે તેમ કહો જો મને મારું વચન માનવાના હો, મને રાજી કરવો હોય, તો મને એવી જગ્યાએ ઊભો રાખો. કે હું આ નળિયા જોઈ શકું. તે ઊંચો એક ગઢ હતો ને તેના ઉપર ઊભા રાખીને જોયું. તો જેમ-જેમ નળિયા દેખતા જાય, એમ અંતરમાં શાંતિ થતી જાય. એમ ઓહો! અને બધા નળિયા એક પછી એક નીરખવા લાગ્યા. એમ અંતરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ અને મહારાજની મૂતિર્નું દર્શન થવા લાગ્યું. વાહ! પર્વતભાઈ વાહ! ધન્ય છે તમને ને ધન્ય છે તમારા આ નળિયાને! મેં ભગવાન સ્વામિનારાયણનું વચન ન માન્યું તો આટલો હેરાન થયો! જો પહેલેથી જ માન્યું હોત તો આ તરકટ ન થાત. એમ આપણે ભગવાનના વચનો બરાબર માનવા. મહારાજ કહે છે કે મારી મૂતિર્નું ધ્યાન કરો. ત્યારે મહારાજ (મુમુક્ષુને) ધ્યાન કરવાનું શીખવે છે કે, જો ભાઈ! આ હું સામે બેઠો છું અને તું મને નીરખી લે. નખશિખાંત બરાબર નીરખી લે અને પછી આંખો મીંચીને જુઓ, હું દેખાવ છું કે નહિ. એકીટશે તેણે લગભગ પાંચ-દશ મિનિટ સુધી મહારાજની મૂર્તિનું નિરીક્ષણ કર્યું. ખૂબ નિહાળી અને નિહાળ્યા પછી આંખો મીંચી તો અંદર દેખાય જ નહિ. મૂર્તિ જ નો દેખાય. તો મહારાજ કહે કે, અમારી મૂર્તિ દેખાણી? તો કહે કે ના મહારાજ નથી દેખાણી. ત્યારે એને એમ કહ્યું કે, જો ભાઈ! અનેક જન્મો થયા ત્યાં સુધી તમે બાહ્યવૃત્તિ કરી છે. ખાવું, પીવું, મજા કરવી અને દેહ પડે એટલે બીજો જન્મ ઘરવો. એમ ભટકવાનું જ કામ કર્યું છે. તો એટલી બધી બાહ્યવૃત્તિ કાઢીને, અમારી મૂર્તિનું સ્વરૂપ જોવું તે સહેલું નથી. ત્યારે એણે એમ કહ્યું કે, મહારાજ! તમે તો શક્તિમાન છોને. હું તમારે શરણે આવ્યો અને તમે કહો તેમ કરવું જોઈએ. તો કે ‘ બરાબર, હું કહું તેમ તો કરીશ ને? કે ‘ હા! મહારાજે પોતાની મૂર્તિનું સ્વરૂપ એને આપ્યું. કે હવે તું આ સ્વરૂપ રાખ. સવારે એ મૂર્તિ રાખી અને સામે નીરખ્યા કર. વળી આંખો મીંચીને જોઈ લેવું. નો દેખાય તો મુંઝાઈશ નહિ. કારણ કે તું ભગવાનનું સ્વરૂપ આંખો ઉઘાડીને તો ધ્યાન કરે છે ને? આમ ધ્યાન કરવું એ ધ્યાન નથી? ધ્યાન જ છે, પણ સર્વોત્તમ સ્થિતિને પામવું હોય તો અંતર તરફ પ્રતિલોમ તો થવું પડે ને? નેપોલિયને જુઓને આખું વિશ્વ જીતવાની તૈયારી ઘણી ખરી કરી નાંખી, પણ મરતી વખતે એણે શું કહ્યું? કે મારું જીવન નિષ્ફળ ગયું. મેં બાહ્ય દુનિયા જીતી, એ તો મામૂલી વસ્તુ છે! કોઈ પણ પ્રયત્ન કરે તો મેળવી શકે, પણ અંદરનું તો કે કાંઈ ન મેળવ્યું! એમ કહીને એ દેહ છોડ્યો. જુઓ ત્યારે, એને અંદરની મહત્તા સમજાઈ. ભગવાને એને (મુમુક્ષુને) કહ્યું, અને એણે લગભગ છ મહિના સુધી એમ કર્યું એને શાંતિ થઈ, પણ મહારાજની મૂર્તિ ન દેખાઈ. ત્યારે મહારાજ ને કહ્યું કે મહારાજ, મને મૂર્તિ નથી દેખાતી હજી શું કરું? કે તું મને કેવો સમજે છે? કે ભગવાન હું તો આપને સર્વોપરી ભગવાન સમજું છું.

તો મારું સ્વરૂપ તને દેખાય ત્યારે એ મને ખબર પડે કે નહિ? મેં કહ્યું એમ તું કર્યા કર. મને પૂછવાની (ક્યાં જરૂર). હું અંતર્યામી ખરો કે નહિ? હા મહારાજ! તો કેમ પૂછે છે? કંટાળ્યા વગર તું ધ્યાન કર્યા કર. તો એણે સન્મુખ મૂર્તિનું ધ્યાન કર્યું. તો આંખો મીંચી તો ભગવાન સ્વામિનારાયણ સન્મુખ દેખાણા, ધારણામાં હો! જે બિલકુલ નહોતા દેખાયા એ આંખ મીંચીએ એટલે અંધકાર જ લાગે અંધારું. અને મહારાજની મૂર્તિ દેખાય. વળી પાછી એ ઝાંખી થઈ જાય. અને બંધ થઈ જાય દેખાતું. વળી આંખ ઉઘાડે અને મહારાજની મૂર્તિ નખશિખા દેખે. તો એક અંગ સરખું દેખાય, એક અંગ સરખું ન દેખાય. આવું બધું થાય. તો એણે બ્રહ્માનંદ સ્વામી જેવા અનાદિમુક્તને પકડ્યા. કે મને ધ્યાનમાં આવું થાય છે શું કરવું? કે એક અંગ સરખું દેખાય, એક અંગ સરખુ ન દેખાય અને મહારાજની મૂર્તિ ઘડીકમાં સરખી દેખાય, ઘડીકમાં સરખી ન દેખાય. ઘડીકમાં કંઈક જુદું સ્વરૂપ દેખાઈ જાય. આ બધું શું થાય છે? કે તને ધ્યાન કરતા બરાબર નથી આવડતું. તો સ્વામી ત્યારે ધ્યાન કરતા શીખવો ને! ત્યારે કે જો, તમે મૂર્તિ ને નિહાળો છો, પણ મહારાજનું ભાલ કેવું છે એ ખબર છે બરાબર? મને દોરી બતાવો. ના મહારાજ (બ્રહ્માનંદ સ્વામીને) એ તો ન આવડે. ત્યારે તમે કેવી રીતે મહારાજનું સ્વરૂપ નીરખ્યું? ભાલ નીરખો, નેણ નીરખો, નાસિકા કેવી સરસ છે એ નીરખો, એમ દરેકે દરેક અંગ નીરખી અને અંતરમાં ઉતારીને જુઓ. હવે સન્મુખ દેખાય તો સન્મુખ જુઓ પણ જેવો હું, તમે આંખ ઉઘાડીને મને દેખો છો એવું જ (મહારાજની મૂર્તિ) દેખાય ત્યારે જંપ ખાવ. આ હા! એ સારું. તો પછી એણે પહેલાં મુખારવિંદને જોયું. એ મુખારવિંદને દૃઢ કરતા છ માસ ઉપર વીતી ગયા. હવે મુખારવિંદ સરસ દેખાવા લાગ્યું. તો બ્રહ્માનંદ સ્વામી કહે હવે બીજું સ્વરૂપ આ જ રીતે દૃઢ કરી દે. તો એમણે એ સ્વરૂપ દૃઢ કરી દીધું. ધીરે ધીરે જ્યારે એણે બે વર્ષ કે ત્રણ વર્ષ જેટલા વીતી ગયા તો ય એ ભગવાનના ભક્ત કરતા રહ્યા.

વચનામૃતમાં પણ કહ્યું છે કે, ધ્યાન કરતા જો મારી મૂર્તિ ન દેખાય અને એ પડી ન મૂકે, એ ભક્તને હું વશ થઈ જઉં છું. લખ્યું છે? લખ્યું છે ને? તો કંટાળવું તો ન જ જોઈએ ને? અંતે તો પૂરું કરી જ દેશે, પણ છતી દેહે મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટેનું આ ધ્યાન છે હો! બાકી યમ-નિયમ ધ્યાન પાળીએ અને પાંચ વાર માનસી પૂજા, કે એક બે વાર, પાંચ વાર તો બધાય નહિ જ કરી શકતા હો. અને એકાદ બે એકવાર કરતા હશો કદાચ. સવારે કે સાંજે, પણ પાંચવાર માનસીપૂજા કરવી જોઈએ એવો ભગવાનનો આદેશ છે. તો એને મૂર્તિ દૃઢ તો કરી. મૂર્તિ સામું આંખ મીંચાય અને મૂર્તિ સરસ દેખે. ત્યારે, હવે કહ્યું કે ભગવાનનું સ્વરૂપ તો દેખાયું. પણ ભગવાનના સ્વરૂપનું સુખ તો આવતું નથી. અને બીજી વસ્તુ, જમું છું તો એનો સ્વાદ આવે છે, સારી વસ્તુ જુએ તો આંખ ડોલી ઉઠે છે. તો આ ભગવાનનું સ્વરૂપ જોઈને મને સુખ કેમ નથી આવતું? એક સારી વસ્તુ ખાઉં કે જમું છું તો મજા પડે છે. મૂર્તિ દેખાય જ છે, પણ સુખ નથી આવતું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એને આગળ કહે છે. ભાઈ! એ ભગવાનનું સ્વરૂપ જે સામે છે એ સ્વરૂપ અને તારી વચ્ચે તો એકતા ક્યાં છે? દૂર છે. ભગવાન અને ભક્ત કોઈ દિવસ એક.... એ કાંઈ જુદા નથી રહેતાં. તો તું તો જુદો થયો. તું આંય અને ભગવાન આંય. તો કે શું કરવું? તો કે એમ કરવાનું કે એના ઢૂંકડું થવાય તેવું કરવું જોઈએ, ઢૂંકડું જવું જોઈએ. ત્યારે ઢૂંકડું જવું હોય તો એમને પંચવર્તમાન, સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપમાં સમજીને પાળે તો મહારાજની મૂર્તિ આબેહૂબ દેખાય. ભગવાનને બોલાવવા પડે નહિ, આપોઆપ આગળ આવીને ઊભા રહે. પણ આ જે પંચવર્તમાન છે ને! એનું સ્થૂળ સ્વરૂપ જ પાળીએ છીએ. સૂક્ષ્મ સ્વરૂપનું અર્થઘટન ને એ સૂક્ષ્મ સ્વરૂપ સત્પુરુષ થકી સમજવું પડે, ત્યારે પંચવર્તમાનમાં કંઈ જ મહારાજે કહેવાનું બાકી રાખ્યું નથી. ત્યારે એ સન્મુખનું ધ્યાન એને અનુલોમ ધ્યાન કહે છે. એ ઢૂંકડું નથી ભગવાન ને ભક્ત વચ્ચે અંતર રહ્યું એ અંતર ઢૂંકડું કરવું છે.

તો કે’, તું એ પોતે જ એ ઢૂંકડી કરને. તો કે’, ભગવાનને હું નજીક ધારું? હા! તો ધારતા-ધારતા એને અડી ગઈ. કે હવે હું ધ્યાન જ કેવી રીતે કરું? મને એક વસ્તુ આમ અડી જાય પછી હું ધ્યાન કેવી રીતે કરું? ભગવાન દૂર હોય તો ધ્યાન થાય ને? ત્યારે કે હું તને ઢૂંકડું થવાય, જરાય અંતર ન રહે એવું હવે હું તને ધ્યાન શીખવું છું. તો બ્રહ્માનંદ સ્વામી જેવા અનાદિમુક્ત તેને પ્રતિલોમ ધ્યાન શીખવે છે. એ શું શીખવે છે કે એને કહે છે કે તારો હાથ બતાવ જોય. તો કે આ રહ્યો સ્વામી. તો કે તારું મુખ બતાવ જોય. તો કે આ રહ્યું. અરે! કે તને તો બધી ખબર પડે છે દેહની. તો દેહની જ્યાં સુધી સ્મૃતિ રહે ત્યાં સુધી મારી સ્મૃતિ કેવી રીતે થાય? મારી સાથે એકતા કેવી રીતે થાય? ત્યારે કે જો, તું આંખો મીંચી જા. તારો દેહ તને દેખાય છે? ના, તો પછી આંખો મીંચેલી જ રાખને, દેહ દેખાય જ નહિ. એટલે કે ભગવાન! ત્યારે પછી જો હું મીંચેલી જ રાખું, તો આ દેહ દેખાય જ નહિ. ત્યારે કે’ છે કે, એમ થઈ શકે ખરું? કે આંખો મીંચ્યા પછી તું પલોઠી વાળીને બેઠો તો એવો ને એવો તારે જોવું હોય, એવી ધારણા આવડે ખરું? હા. કર જોય તારો દેહમાં તું કેમ બેઠો છે તે દેખાયું? તો કે’ હા, સરસ દેખાયું. ત્યારે તું આટલો બધો દેહ સાથે જોડાયો છું, માટે તને દેહ તરત દેખાય છે. ત્યારે મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનો તો તું હજી આરંભ જ કરે છે. જ્યારે દેહનું ધ્યાન તો તે અનેક જન્મો સુધી કર્યું. માટે એ તને દેખાય. માટે તે ભૂલવો છે. માટે એમ કરજે પણ મારા.... (મહારાજના) દેહની જગ્યાએ તારો દેહ તે જોઈ લીધો. તે જોઈશ જ નહિ. હવે તમને દેખાય. તો કે કાંઈ ન દેખાય. તો એમ કરને, જે મૂર્તિ છે એ મારી... (તારો) દેહ ભૂલીને એ દેહની જગ્યાએ જોતો થઈ જાય તો? પ્રયત્ન કર. (હવે પાછાં) ભગવાન પોતાની મૂર્તિ પોતાના હાથમાં લઈને, કહે છે કે આવી રીતે ધ્યાન કરી તો જો! એ દેહ તો ભગવાનની કૃપાથી ભૂલ્યો, પણ ભગવાન ને પ્રતિલોમ જે મૂર્તિ દેખતાતા એ આ જોવા માટે એને ખૂબ તકલીફ પડતી હતી. કે હું કઈ રીતે જોવું? તો પ્રશ્ન ઉઠ્યો કે ભગવાન તમારી મૂર્તિ અહીંયા (એકદમ નજીક) આવી ગઈ પણ તેને જોવી કેવી રીતે કે એ આ આંખે નથી જોવાની? ત્યારે કઈ આંખથી જોવાની? તો દિવ્ય ચક્ષુથી જોવાની. તો ભગવાન કહે છે કે તને દિવ્ય ચક્ષુ હું આપીશ. ઉતાવળ ન કરીશ. અને તને રસ્તો બતાવું કે આ દેહમાં તું રહ્યો છે તો દેહમાં રહીને તું બધું જુએ છે ને, તારી આંખ નથી જોતી, પણ તારો ચૈતન્ય આ બધી વસ્તુ જુએ છે. સાંભળે છે ચૈતન્ય, જમે છે ચૈતન્ય, ચૈતન્ય નીકળી જાય તો શબ જમે ખરું? ત્યારે દેહનું અસ્તિત્વ જ્યારે ભૂલી જવાય ત્યારે જ ભગવાનની ખરી સ્મૃતિ રહે. અને આપણે જમીએ ત્યારે ભગવાનને જમાડવું એમ કહીએ છીએ ને ઠાકોર જમાડો. તો ખરેખર ઠાકોર જમાડીએ છીએ? મહારાજ જ જો આંહીં હોય તો આમ આમ જમવું? (હાથની ચેષ્ટા વડે સમજાવે છે.) કઈ રીતે જમવું? અરે ભાઈ એમ નહિ જમવાનું. મહારાજ જમે અને તું દર્શન કરે એવો થઈ જા. ત્યાંથી પગ આમ આવે એ તું જોવે છે. શેમાં રહીને, દેહમાં રહીને. તો મારા મૂર્તિના સ્વરૂપમાં તું અંદર ઉતરી જાય તેવી ધારણા કરને. અને એવી રીતે જો તો! તો કે, હા પ્રભુ! હું પ્રયત્ન કરી જોઉં. તો એને પ્રયત્ન કરતા કરતા લટક હાથ આપોઆપ આવી ગઈ. એ અંદર રહી અને એ ચૈતન્ય સત્તાએ ભગવાનનું સ્વરૂપ આગળ રાખે. હવે જમે ત્યારે મુશ્કેલી ઊભી થાય. તો, જમે, તો મહારાજ જમે ને! તો વળી એને દેહની સ્મૃતિ થઈ આવે. આ તો હું જમું છું. ત્યારે ભગવાનના અનાદિમુક્ત બ્રહ્માનંદ સ્વામી જેવા કહે છે કે જો દેહને ભૂલવો કેટલી અઘરી વાત છે? કેટલાં જન્માંતર સુધી દેહની... થોડી ધીરજ રાખો. એમ કરતા કરતા મૂર્તિમાં રહીને દેખો. ઘડી બે ઘડી સવાર-સાંજ એવો અભ્યાસ કરો. તમને પ્રવૃત્તિ હોય તો ખુશીથી કરો. સવારે ધ્યાન કરો. થોડું આવી રીતે સાંજે કરો, પણ પ્રતિલોમ ધ્યાન કરતા કરતા, એક અભ્યાસ કરતા કરતા જુઓ. સાયકલ ચલાવવી હોય તો પહેલાં બેલેન્સ (સંતુલન) ગોઠવવામાં કેટલી મહેનત કરવી પડે? ચડવું હોય ત્યારે એક બીજા એમ હાથ રાખે ત્યારે પાર આવે અને જ્યારે ચડવાની રીત આવડી જાય પછી સહેલું થઈ જાય છે ને! એમ ભગવાનના સ્વરૂપમાં રહીને ભગવાનના સ્વરૂપના દર્શન કરીએ, ત્યારે એ સ્થિતિ સહજ થઈ જાય. ભગવાનની કૃપાથી પુરુષ પ્રયત્ન પચાસ ટકા. મહારાજ ત્રણ વસ્તુ ગણાવે છે. પ્રારબ્ધ, પુરુષાર્થ અને કૃપા. એ વહાલા! પ્રારબ્ધનું શું કામ? અરે ભાઈ પ્રારબ્ધ એટલા માટે કહું છું કે તું ભગવાનનું ભજન કરતો કરતો આવ્યો હોત તો તારું પ્રારબ્ધ – તને એથી જલ્દી તને મારાં સ્વરૂપનું દર્શન થાત. તું જ્યાં અટક્યો હતો ત્યાંથી આગળ આવવાનું, પણ તે બાહ્યવૃત્તિ કરી, અંતર્વૃત્તિ કરી જ નથી અને આવ્યો છું માટે ટાઈમ લાગે. આ તો એક ને એક બે જેવી વાત છે. અને અનંત જન્મો સુધી થાક્યા નહિ અને એક જન્મ સુધી પ્રવૃત્તિ કરતાં કરતાં કરતાં ભગવાનની મૂર્તિ ધારવામાં કંટાળો? એ કઈ રીતે? બધું કરો પણ ભગવાનની સ્મૃતિ ત્યારે એ જ મૂર્તિમાં પ્રવેશ સળંગ કહેવાય. ત્યારે પણ એ હજુ અનુસંધાન છે, માટે એ પ્રવેશ હજી સાધન દશામાં છે. એ સહજ થઈ જવો જોઈએ. એ ક્યારે થાય? અભ્યાસથી બધી વસ્તુ સહજ થાય. તરવાની વસ્તુ જો સહજ થઈ જતી હોય તો આવડી મોટી સહજ વસ્તુ કરવા માટે થોડો અભ્યાસ તો કરવો પડે ને? એક ગ્રેજ્યુએટ થતાં અઢાર વર્ષ સુધી હેરાન થઈ મરી જાય છે. છ કલાક નિશાળમાં, ઘરે ગૃહકાર્ય કરે, પરીક્ષાઓ આપે, ત્રાસ થઈ જાય, તોય એ ગધાવૈતરું કર્યા જ કરે. પણ ભગવાનના સ્વરૂપને પામવાનો સંકલ્પ થાય નહિ, તેનું કારણ શું? તો હજી એવા સંત તથા એવા ભાગવત સંત તથા એવા અનાદિમુક્ત મળ્યાં નથી. તો ભગવાનના અનાદિમુક્તની શોધમાં નીકળવું જોઈએ અને એ અનાદિમુક્તનો જોગ બાહ્ય રીતે અને અંતર રીતે... એના થકી જ્ઞાન સમજવું પડે. એ સમજ્યા પછી એ સમજણ પ્રમાણે આપણે એ કહે તેમ કરવું પડે. અને અંતર્વૃત્તિએ એ કહે એમ કરીએ ને એ અંતર્વૃત્તિએ સમાગમ કહેવાય. દેહે કરીને સમાગમ કરીએ એ બાહ્ય સમાગમ કહેવાય. તો બાહ્ય સમાગમમાંથી અંતર સમાગમમાં જતાં રહેવું જોઈએ. ત્યારે આ રીતે પ્રતિલોમ ધ્યાન... તે મહારાજનાં મૂર્તિમાં રહ્યાં છે. તે વખતે એ યાદ રાખીએ જે ચૈતન્ય તો નિરાકાર. તો એ નિરાકાર ચૈતન્ય જ્યારે ધારણાથી ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરે ત્યારે, એ નિરાકાર તેજોમય ચૈતન્ય છે, પણ એના ઉપર આવરણ છે; તે આવરણને લીધે એનું જે ચૈતન્ય તેજ છે, ને એ ચૈતન્ય પ્રકૃત્તિ અને શ્રીજીમહારાજની ચૈતન્ય પ્રકૃત્તિ તે વિલક્ષણ છે. ચૈતન્ય પ્રકૃત્તિ અને તેજ – તે તેજ તેજમાં ભેદ છે. ટ્યુબલાઈટ હોય અને એક ઘાસલેટનો દિવો એ મુકો તો એ ઘાસલેટના દિવાનો પ્રકાશ એમાં વિલીન થઈ જાય છે, પણ જતો નથી રહ્યો. ટ્યુબલાઈટ બંધ કરો એટલે તરત જ તેનો પ્રકાશ જોવામાં આવે. એમ ભગવાનનો પ્રકાશ અને આપણા ચૈતન્ય આત્મા જ્યારે આવરણથી રહિત થાય ત્યારે એ તેજોમય બને છે. એને આ ભગવાનનું અક્ષરધામરૂપ તેજની સાથે આપોઆપ જ – એની સાથે એકતા થાય. ત્યારે પ્રતિલોમ ધ્યાનમાં, ચૈતન્ય નિરાકાર સ્વરૂપે જેમ દેહમાં નિરાકાર સ્વરૂપે રહ્યો છે ને, પણ એ ધારણાંથી એમાં રહીને મહારાજનું સ્વરૂપ જોવે છે. એ જોતાં જોતાં જોતાં મહારાજની કૃપાથી એ ચૈતન્ય ઉપરના આવરણો હટતાં જાય છે. એ જેવાં હટી જાય તેવી જ મહારાજની ચૈતન્ય પ્રકૃતિ એની ચૈતન્ય પ્રકૃત્તિને સાકાર, દિવ્ય સાકાર બનાવી દે છે અને દિવ્ય સાકાર બનતાની સાથે જ એ સહજાનંદ સીંધુની એ મૂર્તિની અંદર પોતાની... મહારાજની મૂર્તિને તો દિવ્ય સાકાર જુએ છે, પણ પોતાને પણ જાણે છે કે હું દિવ્ય સાકાર, મહારાજે મને બનાવી દીધો. આવા અનંત દિવ્ય સાકાર સ્વરૂપો – અનાદિમુક્તો એ મૂર્તિમાં રસબસ રહી અને સુખ લીધા કરે છે. એ સુખ લેવાની કળા અલૌકિક છે. કોઈને એમ કહીએ કે આ સાકર કેવી? ભાઈ! ખાધા જેવી. એનું વર્ણન થઈ શકે? ખાવી જ પડે. ત્યારે અનુભવથી જ ખબર પડે કે, આ અંદર રહી, અને એ સુખ ભોગવવાની કળા કેવી અલૌકિક છે! કોઈકે કીધું કે માછલાં રમે એમ કિલ્લોલ કરે છે. મહારાજના મુક્તો તો પાછો એમ વિચાર કરે છે, ભઈ માછલું કેવું કે. માછલાનું દૃષ્ટાંતતો અપૂર્ણ છે, માયિક છે, આ તો દિશ બતાવવા માટે છે. તો ઈ કિલ્લોલ શું? તો મહારાજની મૂર્તિની અંદરથી નવીન-નવીન સુખ પ્રગટ થતું રહે છે. એની લયમાં એને માછલી તો શું, પણ કોઈ પણ પ્રાણી કરતાં પણ એને વધારે વધારે સુખનો આનંદ રહે છે. આ સુખ એ જ આહાર! અનન્ય અનાદિ કાળ સુધી તૃપ્ત થતાં નથી. હવે ત્યાં કઈ પ્રવૃત્તિ હોય. કહો? ત્યાં કોઈ સેવા નથી, ત્યાં કોઈ થાળ કરીને ધરાવવાનો નથી. અહીંયા આ બધું શું કામ કરવાનું? કે મહારાજ સાથે સંબંધ કરવા માટે આ બધું જરૂરી. કારણ, ભગવાનને થાળ જમાડો તો ભગવાનની સ્મૃતિ રહે. ભગવાનની પૂજા કરીએ તો ભગવાનની સ્મૃતિ રહે. ભગવાનનાં પંચવર્તમાન આંખ સામે રહે તો સરસ જીવન જીવતાં આવડે. એમ ભગવાનના સ્વરૂપને સંભારવાને માટે આ બધું જ કરવું પડે. મહાન મુક્તોનો જોગ પણ કરવો પડે. એમાં આપણને જે કાંઈ પ્રશ્નો ઉઠતા હોય તે કહેવા જોઈએ. કોઈ કહેવા ન આવે. તમે પૂછો તો જવાબ આપે. તો એ સમજણ દૃઢ કરવી જોઈએ. તો ધ્યાન કરવાની રીતની અંદર પણ બીજા સાંગ ઉપાંગ એવા બધા ધ્યાન છે એ અનુલોમ અને પ્રતિલોમની વચ્ચે ઠેક દઈને જ પ્રતિલોમમાં ન જઈએ? તો સાંગ ઉપાંગની માથાકૂટમાં પડીએ, સીધા અનુલોમમાંથી પ્રતિલોમમાં ઠેક દઈને જવાનું. જેમ એરોપ્લેન ઉડે તો ઉડ્યું એવું ભેગું વચમાં ક્યાંય અટકે જ નહિ. દેહમાં નિરાકારરૂપે પડ્યા રેહવું, ઈ કરતા ભગવાનના સ્વરૂપમાં પડ્યા રહીએ. તો આપણો આ દેહ જ નથી તે ભૂલી જઈએ તો? જે હેરાન કરીને મારી નાખે છે. ત્યારે આટલું કહી અને આપ સૌનો રાજીપો માગીને હું અટકું છું.

સહજાનંદ સ્વામી મહારાજની જય.