૨. જનમંગલ સ્તોત્રમ્

નમો નમઃ શ્રીહરયે બુદ્ધિદાય દયાવતે ।

ભક્તિધર્માંગજાતાય ભક્તકલ્પદ્રુમાયચ ।।

સુગંધપુષ્પહારદ્યૈર્વિવિધૈરુપહારકૈઃ ।

સંપૂજીતાય ભક્તૌદ્યૈ સિતાંબરધરાય ચ ।।

સુગંધીમાન પદાર્થો અને ફૂલહાર વગેરે વિવિધ પ્રકારની સામગ્રીથી સારી રીતે પૂજેલા, શ્વેત વસ્ત્ર ધારણ કરનારા, બુદ્ધિદાતા, દયાળુ, ભક્તોના કલ્પવૃક્ષ, ભક્તિધર્મના પુત્ર એવા શ્રીહરિને હું વારંવાર વંદન કરું છું. ૧-૨

નામ્નામષ્ટોત્તરશતં ચતુર્વર્ગમભીપ્સતામ ।

સદ્યઃ ફલપ્રદં નૃણાં તસ્ય વક્ષ્યામિ સપ્તતેઃ ।।

સંતપુરુષોના પાલક એવા શ્રીહરિ તેનાં એકસો આઠ નામો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની ઇચ્છાવાળા મનુષ્યોને તુર્ત ફળ આપનારાં છે; તે હું (શતાનંદ મુનિ) કહું છું-૩.

અસ્યશ્રી જનમંગલાખ્યસ્ય શ્રીહર્યષ્ટોત્ત-

રશતનામસ્તોત્રમંત્રસ્ય શતાનન્દઋષિ ।

અનુષ્ટુપ છંદઃ ધર્મનન્દનઃ શ્રીહરિર્દેવતા ધાર્મિક

ઇતિ બીજમ્‌ બૃહદ્‌વ્રતધર ઇતિ શક્તિઃ ।।

ભક્તિનન્દન ઇતિ કીલકમ્‌ ।

ચતુર્વર્ગસિદ્ધયર્થે જપે વિનિયોગઃ ।।

આ શ્રીહરિનાં એકસો આઠ નામનું શ્રી જનમંગલ નામનું સ્તોત્ર છે. તેના ઋષિ શતાનંદ મુનિ છે. તેનો છંદ અનુષ્ટુપ છે. તેના દેવતા ધર્મના પુત્ર શ્રીહરિ છે. તેનું બીજ ધાર્મિક એવા શ્રીહરિ છે. તેની શક્તિ-બ્રહ્મચર્ય વ્રત ધરનારા શ્રીહરિ છે અને તેનો આશ્રયસ્તંભ (કીલક-ખીલો) તે - ભક્તિનંદન એવા શ્રીહરિ છે. આ સ્તોત્રનો ઉપયોગ ચારે પુરુષાર્થની સિદ્ધિ માટે જપ કરવામાં આવે છે.

।। અથ ધ્યાનમ્‌ ।।

વર્ણિવેષરમણીયદર્શનં મન્દહાસરુચિરાનનામ્બુજમ્‌ ।

પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિન્તયે ।।

જેમનું દર્શન બ્રહ્મચારીના વેશમાં રમણીય છે, જેમનું મુખકમળ મંદ-હાસ્યથી સુંદર છે; અને જેને ઉત્તમ દેવો તથા મનુષ્યોએ આનંદથી પૂજેલા છે - તે ધર્મના પુત્ર શ્રીહરિનું હું ધ્યાન કરું છું.-૪

શ્રીકૃષ્ણઃ શ્રીવાસુદેવો નરનારાયણઃ પ્રભુઃ ।

ભક્તિધર્માત્મજોઽજન્મા કૃષ્ણો નારાયણો હરિઃ ।।

શ્રીકૃષ્ણ, શ્રીવાસુદેવ, નરનારાયણ, પ્રભુ, ભક્તિધર્મના પુત્ર, અજન્મા, કૃષ્ણ, નારાયણ અને હરિ તથા-૫

હરિકૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનન્દનઃ ।

બૃહદ્‌વ્રતધરઃ શુદ્ધો રાધાકૃષ્ણેષ્ટદૈવતઃ ।।

હરિકૃષ્ણ, ઘનશ્યામ, ધર્મવાન, ભક્તિના પુત્ર નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત ધરનારા, શુદ્ધ, રાધાકૃષ્ણના ઇષ્ટદેવ તથા-૬

મરુત્સુતપ્રિયઃ કાલીભૈરવાદ્યતિભીષણઃ ।

જીતેન્દ્રિયો જિતાહારસ્તીવ્રવૈરાગ્ય આસ્તિકઃ ।।

હનુમાનજીને પ્રિય, કાલી અને ભૈરવને અતિ ભયાનક જણાતા, ઇંદ્રિયોને જીતનારા, આહારને જીતનારા, તીવ્ર વૈરાગ્યવાન, આસ્તિક તથા-૭

યોગેશ્વરો યોગકલાપ્રવૃત્તિરતીધૈર્યવાન્‌ ।

જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃત્તૈર્થિકાર્ચિતઃ ।।

યોગ વિદ્યાના ઈશ્વર, યોગકલાના પ્રવર્તક, ઘણી ધીરજવાળા, જ્ઞાની, પરમહંસ, તીર્થ કરનારા, તીર્થવાસીઓએ પૂજેલા તથા-૮

ક્ષમાનિધિઃ સદોન્નિદ્રો ધ્યાનનિષ્ઠસ્તપઃપ્રિયઃ ।

સિદ્ધેશ્વરઃ સ્વન્ત્રચ બ્રહ્મવિદ્યાપ્રવર્તકઃ ।।

પાષણ્ડોચ્છેદનપટુઃ સ્વસ્વરુપાચલસ્થિતિઃ ।

પ્રશાન્તમૂર્તિનિર્દોષોઽસુરગુર્વાદિમોહનઃ ।।

ક્ષમાના ભંડાર, સદા નિદ્રાએ રહિત, ધ્યાન પરાયણ, તપ જેને પ્રિય છે તેવા, સિદ્ધોના ઈશ્વર, સ્વતંત્ર, બ્રહ્મવિદ્યા પ્રવર્તાવનારા તથા પાખંડનું ખંડન કરવામાં નિપુણ, પોતાના સ્વરુપમાં અચલ સ્થિતિવાળા, અતિશય શાંત મૂર્તિ, નિર્દોષ અસુરગુરુ વગેરેને મોહ પમાડનારા તથા-૯, ૧૦

અતિકારુણ્ય નયનાકૌદ્ધવાધ્વપ્રવર્તકઃ ।

મહાવ્રતઃ સાધુશીલઃ સાધુવિપ્રપ્રપૂજકઃ ।।

અતિ કરુણામય નેત્રવાળા ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક, મહાવ્રતધારી, સાધુ જેવા ચરિત્રવાળા, સંત પુરુષો અને બ્રાહ્મણોને વિશેષે પૂજનારા તથા-૧૧

અહિંસયજ્ઞપ્રસ્તોતા સાકારબ્રહ્મવર્ણનઃ ।

સ્વામિનારાયણઃ સ્વામી કાલદોષનિવારકઃ ।।

અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન કરનારા, પરમાત્માને સાકાર વર્ણવનાર સ્વામિનારાયણ, સ્વામી, કાળના દોષને હરનારા તથા-૧૨

સચ્છાસ્ત્રવ્યસનઃ સદ્યઃસમાધિસ્થિતિકારકઃ ।

કૃષ્ણાર્ચાસ્થાપનકરઃ કૌલદ્વિટ્‌ કલિતારકઃ ।।

સત્‌શાસ્ત્રોમાં સદા પ્રીતિવાળા, તત્કાળ સમાધિ કરાવનારા, શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓ સ્થાપન કરનારા, વામમાર્ગનું ખંડન કરનારા, કલિયુગમાં તારનારા તથા-૧૩

પ્રકાશરૂપો નિર્દમ્ભઃ સર્વજીવહિતાવહઃ ।

ભક્તિસમ્પોષકો વાગ્મી ચતુર્વર્ગફલપ્રદઃ ।।

દિવ્ય તેજોમય મૂર્તિ, દંભરહિત, સકલ પ્રાણી માત્રનું હિત કરનારા, ભક્તિની સારી રીતે પુષ્ટિ કરનારા, શ્રેષ્ઠ વક્તા, ચારે પુરુષાર્થોના ફળ આપનારા તથા-૧૪

નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતાઽતિપાવનઃ ।

અબુદ્ધિહૃદ્‌બ્રહ્મધામદર્શકશ્ચાપરાજીતઃ ।।

મત્સર વિનાના, ભક્તજનોના બખ્તરરૂપ, બુદ્ધિ આપનારા, અત્યંત પવિત્ર કરનારા; અજ્ઞાનનો નાશ કરનારા, અક્ષરધામ દર્શાવનારા કોઈથી નહિ જિતાયેલા તથા-૧૫

આસમુદ્રાન્તસત્કીર્તિઃ શ્રિતસંસૃતિમોચનઃ ।

ઉદારઃ સહજાનંદઃ સાધ્વીધર્મપ્રવર્તકઃ ।।

સમુદ્રના છેડા સુધી સત્કીર્તિ ફેલાવનારા, આશ્રિતોને જન્મ-મરણથી મુકાવનારા, ઉદાર, સહજાનંદ, પતિવ્રતાના ધર્મો પ્રવર્તાવનારા તથા-૧૬

કન્દર્પદર્પદલનો વૈષ્ણવવક્રતુકારકઃ ।

પંચાયતનસન્માનો નૈષ્ઠિકવ્રતપોષકઃ ।।

કામના ગર્વનું ગંજન કરનારા, વિષ્ણુયાગ કરનારા, (વેદના) પંચ દેવોએ સન્માનિત કરેલા. નૈષ્ઠિક વ્રતની પુષ્ટિ કરનારા તથા-૧૭

પ્રગલ્ભો નિઃસ્પૃહો સત્યપ્રતિજ્ઞો ભક્તવત્સલઃ ।

અરોષણો દીર્ઘદર્શી ષડૂર્મિવિજયક્ષમઃ ।।

અત્યંત ગંભીર, કોઈ પ્રકારની સ્પૃહા ન રાખનારા, પ્રતિજ્ઞાને સત્ય કરનારા, ભક્તો તરફ અતિશય પ્રીતિવાળા, રોષ રહિત, દીર્ઘ દૃષ્ટિવાળા, છ ઊર્મિઓને જીતવામાં સમર્થ તથા-૧૮

નિરહંકૃતિરદ્રોહ ઋજુઃ સર્વોપકારકરઃ ।

નિયામકશ્ચોપશમસ્થિતિર્વિનયવાન્‌ ગુરુઃ ।।

અહંકાર વગરના, કોઈનો દ્રોહ નહિ કરનારા, સરળ સ્વભાવના, સર્વ પર ઉપકાર કરનારા, સર્વ નિયામક, ઉપશમ સ્થિતિવાળા, વિનયવાન, અજ્ઞાનને હરનારા તથા-૧૯

અજાતવૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદઃ ।

અખંડિતાર્ષમર્યાદો વ્યાસસિદ્ધાન્તબોધકઃ ।।

અજાતશત્રુ, લોભરહિત, મહાપુરુષ, સ્વાર્પણ કરનારા, ઋષિઓએ બાંધેલી મર્યાદાનું ખંડન ન થવા દેનારા, વ્યાસજીના સિદ્ધાંતને સ્પષ્ટ કરનારા તથા-૨૦

મનોનિગ્રહયુક્તિજ્ઞો યમદૂતવિમોચકઃ ।

પૂર્ણકામઃ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મયઃ ।।

મનને વશ કરવાની કળા જાણનારા, યમના દૂતોથી મુકાવનારા, પૂર્ણકામ, સત્ય બોલનારા, ગુણોનું ગ્રહણ કરનારા, વિસ્મય કે ગર્વ રહિત તથા-૨૧

સદાચારપ્રિયતરઃ પુણ્યશ્રવણકીર્તનઃ ।

સર્વમંગલસદ્રૂપનાનાગુણવિચેષ્ટિતઃ ।।

સદાચાર ઉપર અતિશય પ્રીતિવાળા, સાંભળતાં કે ગાતાં પવિત્ર કરે એવી કીર્તિવાળા સર્વનું મંગળ કરનાર છે સુંદર સ્વરૂપ, વિવિધ ગુણો તથા ચરિત્રો જેમનાં એવાં-૨૨

ઇત્યેતત્પરમં સ્તોત્રં જનમંગલસંજ્ઞિતમ્‌ ।

યઃ પઠેત્તેન પઠિતં ભવેદ્વૈ સર્વમંગલમ્‌ ।।

આવું આ મહાન જનમંગલ નામનું સ્તોત્ર છે તેનો પાઠ જે કરે તેને સર્વમંગલ નામના (હજાર નામવાળા) સ્તોત્રનો પાઠ કરવાનું ફળ મળે છે.-૨૩

યઃ પઠેચ્છૃણુયાદ્‌ભક્ત્યા ત્રિકાલં શ્રાવયેચ્ચ વા ।

એતત્તસ્ય તુ પાપાનિ નશ્યેયુઃ કિલ સર્વશઃ ।।

જે મનુષ્ય શ્રદ્ધાથી ત્રણે કાળ (સવાર, બપોર, સાંજ) આ સ્તોત્રનો પાઠ કરે, સાંભળે કે સંભળાવે તેનાં સર્વ પાપો નિશ્ચય નાશ પામે.-૨૪

એતત્સંસેવમાનાનાં પુરુષાર્થચતુષ્ટયે ।

દુર્લભં નાસ્તિ કિમપિ હરિકૃષ્ણપ્રસાદતઃ ।।

આ સ્તોત્રનો હંમેશાં પાઠ કરનારને શ્રી હરિકૃષ્ણ ભગવાનની કૃપાથી ચાર પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ ને મોક્ષ) માંહેનો કોઈપણ પુરુષાર્થ દુર્લભ રહેતો નથી.-૨૫

ભૂતપ્રેતપિશાચાનાં ડાકિનીંબ્રહ્મરાક્ષસામ્‌ ।

યોગિનીનાં તથા બાલગ્રહાદીનામુપદ્રવઃ ।।

અભિચારો રિપુકૃતો રોગશ્ચાન્યોઅપ્યુપદ્રવઃ ।

અયુતાવર્તનાદસ્ય નશ્યત્યેવ ન સંશયઃ ।।

આ સ્તોત્રના દશ હજાર પાઠ કરવાથી ભૂત, પ્રેત, પિશાચો, ડાકિણીઓ, બ્રહ્મરાક્ષસો, યોગિનીઓ અને બાલગ્રહો વગેરેની પીડા તથા શત્રુએ કરેલો અભિચાર કે રોગ અગર બીજા કોઈપણ ઉપદ્રવો એ સર્વનો અવશ્ય નાશ થાય છે; એમાં સંશય નથી.- ૨૬, ૨૭

દશાવૃત્યા પ્રતિદિનમસ્યાભીષ્ટં સુખં ભવેત્‌ ।

ગૃહિભિસ્ત્યાગિભિશ્ચાપિ પઠનીયમિદં તતઃ ।।

આ સ્તોત્રના દરરોજ દશ પાઠ કરવાથી મનોવાંછિત સુખ મળે છે; માટે ગૃહસ્થો અને ત્યાગીઓએ આનો પાઠ અવશ્ય કરવો.-૨૮

ઇતિ શ્રી શતાનંદમુનિ વિરચિતં શ્રી જનમંગલાખ્યં શ્રીહર્યષ્ટોત્તરશતનામસ્તોત્રં સમ્પૂર્ણમ્‌ ।।