નિવેદન
ભગવાન શ્રી સ્વામિનારાયણ અપાર કરુણા કરી આ પૃથ્વી પર પ્રગટ થયા. જુદી જુદી કક્ષાના મુમુક્ષાઓને જુદી જુદી રીતે ઉપદેશામૃત આપી છેવટે આધ્યાત્મિક ઉત્ક્રાંતિની ચરમઃસીમા સમ અનાદિમુકતની સ્થિતિને પમાડ્યા. આ ઉપદેશામૃતનો સંગ્રહ એટલે વચનામૃત. વચનામૃતમાં દરેક બાબતની સમજ જુદી જુદી રીતે તે વખતના શ્રોતાઓની આધ્યાત્મિક સ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આપવામાં આવી છે. પણ એ બધામાંથી ખરું તથ્ય સમજવા માટે કોઈ અનુભવી સદગુરુની અવશ્ય જરૂર પડે.
અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ શ્રીજીમહારાજના દરેકે દરેક વચનોની યથાર્થ સમજ આપતી વચનામૃત રહસ્યાર્થ પ્રદિપિકા ટીકા તૈયાર કરી છે. હવે આવી પ્રદિપિકા ટીકાની જરૂરિયાત શા માટે છે તેમ જ આ પ્રદિપિકા ટીકાની વિશિષ્ટતાઓ શું છે, તે જણાવતી આ લઘુ-પુસ્તિકા વચનામૃત રહસ્યાર્થ પ્રદિપિકા ટીકાની ઉપયોગીતામાં અનેકગણો વધારો કરશે.
અંતમાં આ પુસ્તકને પ્રકાશિત કરવામાં તન-મન-ધનથી સહભાગી થનાર હર કોઈ પર ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમકૃપાળુ બાપાશ્રી, સદગુરુઓ તથા સમર્થ ગુરુવર્ય અ. મુ. શ્રી નારાયણભાઈની અનહદ કૃપાવર્ષા થાય એ જ અભ્યર્થના!
સં. 2056, મહા સુદ એકાદશી
ઈ. સ. 2000, 16 ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન