૨. અવતારી શ્રી પુરુષોત્તમ ભગવાનનાં અસાધારણ લક્ષણ
श्री धर्मपुत्रंप्रणीपत्यपूर्वं वदामितच्छ्रीपुरुषोत्तमस्य |
श्री स्वामि गोपालमुनिप्रणीताड साधारणान्यतु लक्षणानि || १ ||
અર્થ: પ્રથમ શ્રી ધર્મદેવના પુત્રને (શ્રી સહજાનંદ સ્વામીને) નમસ્કાર કરીને તે પુરુષોત્તમનાં શ્રી સ્વામી ગોપાળાનંદ મુનિએ કહેલાં અસાધારણ લક્ષણને અહીં હું કહું છું.
पूर्वंत्वसाधारणलक्षणंयच्छ्री स्वामिनारायणदिव्यमूतेर्ः |
पूर्वाडवतारान्सकलान्स्वमूतौर् संदर्शयेदुक्तमीदं हिलक्ष्म || २ |
અર્થ: પૂર્વના સમગ્ર અવતારોને પોતાના સ્વરૂપને વિશે દેખાડે આ જે અસાધારણ લક્ષણ તે તો દિવ્યમૂર્તિ શ્રી સ્વામિનારાયણ તેમનું પ્રથમ લક્ષણ કહ્યું.
वैकुण्ठलोकादिषुदिव्यमूतिर् दिव्येडदभुतैश्वर्प्यसुखेचतासु |
स्वकीयरुपेशतशोमनुष्यान् संदर्शयेच्चिन्हमिदं द्वितीयम् || ३ ||
અર્થ:વૈકુંઠાદિક લોકોને વિશે (રહેલી) દિવ્યમૂર્તિઓને તથા તે મૂર્તિઓમાં રહેલું જે દિવ્ય અદભુત એવું જે ઐશ્વર્ય ને સુખ તેને પોતાની મૂર્તિને વિશે બહુ મનુષ્યોને દેખાડે, આ બીજું લક્ષણ કહ્યું.
साधारणान्ननपितं समाधिं यः कारयित्वामनसः प्रवृत्तिम् |
संरोधयेत्स्वात्मनित त्तृतीयं लक्ष्भोदितं ब्रह्मपुराधिपस्य || ४ ||
અર્થ: જે સાધારણ (જેવા તેવા) મનુષ્યોને પણ સમાધિ કરાવીને પોતાની મૂર્તિને વિશે ચિત્તનો નિરોધ કરાવે તે અક્ષરાધિપતિ પુરુષોત્તમનું ત્રીજું લક્ષણ કહ્યું.
अन्यावतारैः श्रितमानवानां श्रेयस्कृतंवृत्ति निरोधनंवा |
संदर्शयेत्तद्द्वमेवभक्त द्वाराहितूर्य्यंप्रलुलक्षणंतत् || ५ ||
અર્થ: બીજા અવતાર ધરી ભક્તજનોનું કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિરોધ કર્યો તે બે પ્રકારનું સાર્મથ્ય આ સમયે ભક્ત દ્વારે જણાવે તે ભગવાનનું ચોથું લક્ષણ કહ્યું.
धाम्न्यक्षरे स्वेबहुलप्रकाशे मुक्तव्रजैः स्नेहभरेणसेव्याम् |
सिंहासनस्थांरु चिरांस्वमूतिर्ं संदर्शयेदशतादशान्नन् || ६ ||
અર્થ: પોતાનું અપાર તેજોમય એવું જે અક્ષરધામ તેને વિશે (રહ્યું) દિવ્ય સિંહાસન તે ઉપર રહેલી અને અનંકોટી મુક્ત તેમણે સેવેલી સુંદર પોતાની મૂર્તિ તેને જેવા તેવા (સાધારણ) મનુષ્યને પણ દેખાડે.
तत्पंचमंलक्षणमत्रधार्मे रथोच्यतेचिन्हमिदंहिषष्ठम् |
पूर्वागमेशान विरागभक्ति धर्मादिकंयोगपथश्र्च सांरव्यम् || ७ ||
कुर्याद्वितद्वर्णनमात्मयोगात् स्वैःकारयेत्तत्रचमत्कृतिश्च |
पूर्वागमार्थादपिसौष्ठवार्थो प्रादुर्भवेच्छान्तिकरः सुधेव || ८ ||
અર્થ: ધર્મદેવના પુત્રનું પાંચમું લક્ષણ ઉપર લખ્યા પ્રમાણે કહ્યું ને હવે આ છઠ્ઠું લક્ષણ કહીએ છીએ જે પૂર્વ શાસ્ત્રને વિશે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, યોગ, સાંખ્ય વગેરેના સ્વરૂપનું પોતાના યોગબળથી વર્ણન કરે અથવા પોતાના ભક્ત પાસે વર્ણન કરાવે ત્યારે પૂર્વના શાસ્ત્રથી તેમાં બહુ ચમત્કાર (જણાઈ) આવે અને અર્થ પણ સૌના સમજવામાં આવે ને અમૃતની જેમ સર્વને શાંતિ કરે.
स्वालोकमात्रेण सहस्त्रजीववृत्ते स्तुनैसगिर्करोधनंस्यात् |
स्वस्मिन्यथाचुंबकमेति लोहंतत्सप्तमंचिन्हमथाष्टमंच || ९ ||
અર્થ: પોતાના દર્શનમાત્રે કરીને અનેક જીવના મનની વૃત્તિઓનો પોતાને વિશે સહજ સ્વભાવે નિરોધ થાય જેમ ચમકપાણ તરફ (સ્વાભાવિક) લોહ ખેંચાય છે તેમ તે સાતમું લક્ષણ કહ્યું ને હવે આઠમું લક્ષણ કહીએ છીએ.
कस्यापिनुः स्वाश्रयमात्रतोड पिमहाशिवंस्याद्वित्त दन्तकाले |
तमक्षरंनेतुमियात्स्वकीयैर्मुक्तैविर्मानैः सहितः सधामिः || १० ||
અર્થ: કોઈ પણ જીવનું પોતાના આશ્રયમાત્રે કરીને પણ પરમ કલ્યાણ થાય ને તે જીવના અંતકાળે તેને અક્ષરધામમાં લઈ જવા માટે પોતાના મુક્ત તથા વિમાન તેણે સહિત શ્રીહરિ તેડવા આવે છે તે.
निजेनिदेशेशत शोमनुष्यान् ज्ञाने तथा त्यागयुतेस्वधर्मे |
संस्थापयेद् घोर कलौयुगेडस्मिन् प्रोक्तंप्रभोस्तन्नवमंहि लक्ष्म || ११ ||
અર્થ: આ ઘોર કળિયુગને વિશે પોતાની આજ્ઞામાં અનેક મનુષ્યોને જ્ઞાનને વિશે તથા ત્યાગયુક્ત ધર્મને વિશે સ્થાપન કરે તે શ્રીહરિનું નવમું લક્ષણ કહ્યું.
जनाः स्वसंबंधगवस्त्रपुष्पस्पशेर्क्षणाभ्यांसमियुः समाधिम् |
पश्येयुरैस्यंहरिमत्रधाम विनापियोगंदशमंच लक्ष्म || १२ ||
અર્થ: અષ્ટાંગ યોગ સાધ્યા વિના પણ પોતાના સંબંધને પામેલું જે વસ્ત્ર તથા પુષ્પ તેનો સ્પર્શ તથા દર્શને કરીને જનો સમાધિને પામે અને તે સમાધિમાં ભગવાનનું ઐશ્વર્ય તથા મૂર્તિ તથા ધામ તેને દેખે એવી રીતે દશમું લક્ષણ કહ્યું.
देशान्तरेकश्चनधार्मिमूर्ते र्वार्तांप्रकुर्यात्पुरतोनृणान्तम् |
श्रुत्वाजनास्तेजसिलोकयेयु रेकादशंचिन्हमिदंहरेश्च || १३ ||
અર્થ: કોઈક પરદેશમાં જઈને મનુષ્યોની આગળ શ્રીહરિની મૂર્તિ સંબંધી વાર્તા કરે ને તે વાર્તાને સાંભળીને તે મનુષ્યો શ્રીહરિને તેજના મધ્યમાં દેખે તે ભગવાનનું અગિયારમું લક્ષણ કહ્યું.
प्रधानजीवेश्वरकालमाया मुक्ताक्षराणांपुरुषोत्तमस्य |
पृथक् पृथक्लक्षणमेवकुर्यात् स्वयंस्वभक्तैरपिकारयेद्वा || १४ ||
सैश्वर्यरुपाणि पुनश्र्चतेषां प्रदर्शयेद्वाबहुशोजनांश्र्च |
सर्वोत्तम स्वाक्षरधामभाज श्र्चिन्हंपरंद्वादशमुक्तमेतत् || १५ ||
અર્થ: પ્રધાનપુરુષ, જીવાત્મા, વિરાટપુરુષરૂપ ઈશ્વર, મૂળપ્રકૃતિપુરુષ, અક્ષરમુક્ત ને પુરુષોત્તમ એ સર્વના ભેદે સહિત જુદાં જુદાં લક્ષણ કરે અથવા ભક્ત પાસે કરાવે અને વળી તે પ્રધાન, જીવ, ઈશ્વર આદિનાં ઐશ્વર્ય સહિત સ્વરૂપને ઘણાક મનુષ્યોને દેખાડે એ સર્વોત્તમ પોતાના અક્ષરધામમાં રહેનારા ભગવાનનું ઉત્તમ બારમું લક્ષણ કહ્યું.
संदर्शयेत्पूर्वनिजावतारालली नान्स्वमूर्तौशत शो मनुष्यान् |
लीनोनतेषुस्वयमदभुतन्तत्त्रयोदशं धर्मसुत स्यलक्ष्म || १६ ||
અર્થ: પોતાના પૂર્વના અવતારોને પોતાની મૂર્તિને વિશે લીન થયેલા ઘણાક મનુષ્યોને દેખાડે અને પોતે તે અવતારોમાં લીન ન થાય તે આશ્ચર્યકારક ધર્મસુતનું તેરમું લક્ષણ કહ્યું.
इमानिप्रभातेप्रदोषेडथरात्रौ सभायांसदावर्णयेन्मंगलानि |
सतु श्री हरौभक्तिमाप्नोतिविद्वान् सतंधर्मजः प्रापयत्यक्षरंच || १७ ||
અર્થ: પ્રાત:કાળમાં, સાયંકાળમાં અથવા રાત્રિમાં સભાને વિશે આ મંગલકારી લક્ષણોને જે વર્ણવે તે વિદ્વાન પુરુષ ભગવાનને વિશે ભક્તિને પામે છે ને ધર્મકુમાર તેને અક્ષરધામ પમાડે છે.
प्रसन्नतायैवृषनन्दनस्यतत् प्रीतितो बालमुकुंदवणीर् |
यस्तत्कृतिः कापितयारसशास्तुष्यन्तुसत्संगिजनाश्चसन्तः || १८ ||
અર્થ: સ્વામિનારાયણની (ધર્મનંદનની) પ્રસન્નતાને અર્થે તેમની પ્રીતિથી જે બાલમુકુંદ બ્રહ્મચારી તેમની કોઈ પણ જે આ શ્લોક-કૃતિ તેણે કરીને રસજ્ઞ એવા સત્સંગીજનો અને સંતજનો સંતોષ પામો.