૧૦. શાસ્ત્રનાં પ્રમાણ વચનો

1. ગ. પ્ર. 1, ગ. મ. 3

अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।

तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति॥

- स्कन्द पुराण

ભાવાર્થ: અન્ય સ્થળે કરેલાં પાપનો (સત્પુરુષરૂપ) તીર્થક્ષેત્રે ક્ષય થાય છે, જ્યારે (સત્પુરુષરૂપ) તીર્થક્ષેત્રે કરેલાં પાપ (અર્થાત્ સત્પુરુષના દ્રોહરૂપ પાપ) વજ્રલેપ જેવા (બંધનકારી) થાય છે. (સત્પુરુષના દ્રોહરૂપ પાપ એક સંતના જ અનુગ્રહથી બળે છે અન્ય સાધનથી નથી બળતા.)

2. ગ. પ્ર. 14

अन्ते या मतिः सा गतिः

हिरण्यकेशीयशाखाश्रुतिः

ભાવાર્થ: અંતે (આખરે) જેવી મતિ હોય તેવી ગતિ થાય છે. (અર્થાત્ હમણાં જેવી મતિ (સમજણ) હોય તેવી અંતકાળે ગતિ થાય છે.)

3. ગ. પ્ર. 15, સા.11, મ.1-8-16

अनेकजन्म संसिद्धस्ततो याति परांगतिम् ।

- गीता अ. 6 श्लो. 45

ભાવાર્થ: અનેક જન્મે સિદ્ધ થયા પછી (યોગી) પરમ ગતિ પામે છે.

4. ગ. પ્ર. 38

मिथिलायां प्रदीप्तायां न मे दहृति किंचन ।

- भार. मोक्षधमेर्

ભાવાર્થ : મિથિલા નગરી સળગતાં (એમાં) મારું કંઈ બળતું નથી. (જનકરાજા કહે છે.)

5. ગ. પ્ર. 40

श्रवण कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् ।

अर्चनं वन्दनं दास्यं सरव्यमात्मनिवेदनम् ॥

- भाग. स. अ. प. श्लो. 23

ભાવાર્થ: શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણસેવન, પૂજન, નમસ્કાર, દાસત્વ, મિત્રત્વ તથા આત્મનિવેદન (તન-મનનું અર્પણ) (એવી રીતે નવ પ્રકારે ભગવાનની ભક્તિ કરવી.)

6. ગ. પ્ર. 41

तदैक्षत (एकोडहं) बहुस्यां प्रजायेयेति ।

- छां. अ.6 खं.2

ભાવાર્થ: પછી એ સત્ને વિચાર થયો કે 'હું એકમાંથી અનેક થાઉં.'

7. ગ. પ્ર. 41

स्वकृतविचित्रयोनिषु विशन्निव हेतुतया

तरतमतश्चकास्त्यानलवत्स्व कृतानुकृतिः ।

- भाग. द. अ. 87 श्लो. 19

ભાવાર્થ: પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશે છે.

8. ગ. પ્ર. 42

भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढमते ।

- चर्पटपंजरी

ભાવાર્થ: હે મૂઢમતિ! અજ્ઞાની! તું ગોવિંદ (ભગવાનનું) ભજન કર.

9. ગ. પ્ર. 43

मेत्सेवया प्रतितं च सालोक्यादियतुष्टयम् ।

नेच्छन्ति सेवया पूर्णाः कुतोडन्यत्कालविप्लुतम् ॥

- भाग. न. अ. 8 श्लो. 67

ભાવાર્થ: સેવાથી પરિપૂર્ણ કામનાવાળા તે ભક્ત લોકોને મારી સેવા વડે સાલોક્ય, સાયુજ્ય, સામીપ્ય અને સાર્ષ્ટિ, એમ ચાર પ્રકારની મુક્તિ મળે છે, તો પણ તેઓ તેની ઇચ્છા કરતા નથી, ત્યારે કાળથી નાશવંત બીજા પદાર્થોની તો કેમ જ ઇચ્છા કરે?

10. ગ. પ્ર. 43

सालोक्य साष्टिर् सामीप्य सारुप्यैकत्वमप्युत ।

दीयमानं न गृह्यन्ति विना मत्सेवनं जनाः ॥

- भाग. तृ. अ. 29 श्लो. 13

ભાવાર્થ: મારી નિર્ગુણ ભક્તિ કરનારા મનુષ્યો કેવળ મારી ભક્તિ કરવાની ઇચ્છાવાળા હોવાથી હું તેઓને સાલોક્ય, (મારી સાથે એક લોકમાં વાસ), સાર્ષ્ટિ (મારા જેવું ઐશ્વર્ય), સામીપ્ય (મારી પાસે રહેવું), સારુપ્ય (મારા જેવું રૂપ) અને એકત્વ (મારા સ્વરૂપમાં મળી જવું) આપું છું. તો પણ તેઓ મારી સેવા વિના બીજું કાંઈ પણ લેતા નથી.

11. ગ. પ્ર. 43

अथो विभूति मम मायाविनस्तामैश्वर्यमष्टांगमनु प्रवृत्तम् ।

श्रियं भागवतां वा स्पृह्यन्ति भद्रां परस्य में तेडश्रुवते तु लोके ॥

- भाग. तृ. अ. 25 श्लो. 37

ભાવાર્થ: મારા ધામનો અધિકારી થયા પછી યોગ માયાનો નિયંતા એવો હું તે મારી બ્રહ્મલોક સુધીની સંપત્તિ તથા ભક્તિ યોગથી થઈ જે અણિમાદિ અષ્ટ સિદ્ધિ તથા મારા વૈકુંઠ લોકની સંપત્તિ તેને મારા નિષ્કામ ભક્ત નથી ઇચ્છતા. તેને હું મારા ધામનું સુખ પમાડું છું.

12. ગ. પ્ર. 50, મ. 20

या निशा सर्वभूतानां तस्यां जागतिर् संयमी ।

यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥

- गी. अ. 2 श्लो. 69

ભાવાર્થ: જે (જ્ઞાનદશા) સર્વ પ્રાણીઓની રાત્રિ છે, તેમાં સયંમી જાગે છે અને જે (ભોગેચ્છા)માં પ્રાણીઓ જાગે છે; તે (પરમાત્માને જોતા એવા) મનુની રાત્રિ છે.

13. ગ. પ્ર. 54, ગ. છે. 24

प्रसङामजरं पाशमात्मनः कवयो विदुः ।

स एव साघुषु कृतो मोक्षद्वारमपावृतम् ॥

- भाग. तृ. अ. 25, श्लो. 20

ભાવાર્થ: વિષયનો સંગ કરવો એ તૂટે નહિ તેવો આત્માને લાગેલો એક પાશ છે; પરંતુ તે જ પ્રસંગ જો સાધુઓની સાથે કર્યો હોય તો તે એક મોક્ષનું ઉઘાડું દ્વાર છે, આમ વિદ્વાનો કહે છે.

14. ગ. પ્ર. 62

सत्यंशौचं दया क्षान्तिस्त्यागः सन्तोष आर्जवम् ।

शमो दमस्तपः साम्यं तितिक्षोपरतिः श्रुतम ॥

ज्ञानं विरत्किरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः ।

स्वातन्त्र्यं कौशलं कान्ति धैर्यं मार्दवमेवच ॥

प्रागल्भ्यं प्रश्रयः शीलं सह ओजो बलं भगः ।

गाम्भीर्यं स्थैर्यमास्तिक्यं कीतिर्र्मानोडनहं कृति ॥

- भाग. प्र. अ. 16 श्लो. 26, 27, 28

ભાવાર્થ: નોંધ: પુરુષોત્તમ નારાયણના આ 39 ગુણોનું સવિસ્તર સાર્થ વર્ણન ગ. પ્ર. 62ના રહસ્યાર્થના 1લા પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે તો વાચકે ત્યાંથી જાણી લેવું.

15. ગ. પ્ર. 70

यत्र योगेश्वरः कृष्णो यत्र पाथोर् धनुर्धरः ।

तत्र श्रीविर्जयोभूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥

- गी. अ. 18 श्लो. 78

ભાવાર્થ: જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે, એવો મારો મત છે.

ગ. પ્ર. 71

घटवत्सर्गादि विनश्यित ।

જે ઉત્પન્ન થયું છે તે (માટીના) ઘડાની જેમ નાશવંત છે.

16. સા.1

जितं जगत्केन? मनो हि येन ।

- मणिरत्नमालायाम् ।

ભાવાર્થ: જગત જીત્યું ક્યારે કહેવાય? જેણે મન જીત્યું તેણે જગત જીત્યું.

17. સા. 11, કા.1

निरंजनः परमं साम्यमुपैति ।

- मुण्डकोपनिषदि. मु. 3 स्वं.1

ભાવાર્થ: અંજન જે માયા તે થકી રહિત થયેલો પરબ્રહ્મના તુલ્યપણાને પામે છે.

18. કા. 1

बुद्धिन्द्रियमनः प्राणान् जनानामसृजत्प्रभुः ।

मात्रार्थं च भवार्थं चह्यात्मनेडकल्पनाय च ॥

- भाग. द्र. अ. 87 श्लो. 2

ભાવાર્થ: પ્રભુએ જીવોના વિષયસુખોપભોગ માટે, કર્મ કરવા સારુ, આત્મલક્યાણ સારુ અને કલ્પનાની નિવૃત્તિ સારુ (ધર્મ, અર્થ, કામ ને મોક્ષ સારુ) બુદ્ધિ, ઇંદ્રિયો, મન અને પ્રાણોને ર્સજ્યાં છે.

19. લો. 7

ऋते ज्ञानान्न मुक्तिः ।

- हिरण्यकेशीयशाखाश्रुतिः

ભાવાર્થ: (ભગવાનના સ્વરૂપના) જ્ઞાન વિના મુક્તિ થતી નથી.

20. લો. 7

तमेव विदित्वातिमृत्युमेति

नान्यः पन्था विद्यतेडयनाय ।

- श्वेता. अ. 3. वा. 8

ભાવાર્થ: તે ભગવાનને જાણીને જ મોક્ષને પામે છે, તે વિના મોક્ષનો બીજો માર્ગ નથી.

21. લો. 7, પં. 6

यस्मात्क्षरमतीतोडहमक्षरादपि चोडत्तमः ।

अतोडस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥

- गीता अ. 15, श्लोक 18

ભાવાર્થ: હું આ ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું; તેથી લોકમાં અને વેદમાં હું 'પુરુષોત્તમ' (એ નામથી) પ્રસિદ્ધ છું.

22. લો. 7

विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ।

- गीता अ. 10 श्लो. 42

ભાવાર્થ: હું (મારા) એક અંશ માત્રથી આ સમગ્ર જગત ધારણ કરી રહેલો છું.

23. લો. 7

मतः परतरं नान्यत्किंचिदस्ति धनंजय ।

मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥

- गीता अ. 7 श्लो. 7

ભાવાર્થ: હે ધનંજય! મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી; દોરામાં મણીઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે.

24. લો. 7, પં. 6

पश्य मे पार्थ! रुपाणि शतशोडथ सहस्त्रशः ।

नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥

- गीता अ. 11 श्लो. 5

ભાવાર્થ: હે પાર્થ! મારાં અનેક પ્રકારનાં તથા અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો.

25. લો. 7

नैष्कर्म्यमप्यच्युतभाववजिर्तं न शोभते

ज्ञानमलं निरन्जनम् ।

- भागवत प्र. अ. 5. श्लो. 12

ભાવાર્થ: ઉપાધિને ટાળનારું પરબ્રહ્મનું જ્ઞાન પણ જો ભગવાનની ભક્તિ વિનાનું હોય તો તે સંપૂર્ણ રીતે શોભતું નથી, ત્યારે નિરંતર દુ:ખોથી ભરેલાં કામ્ય તથા નિષ્કામ કર્મો ઈશ્વરને અર્પણ કરેલાં ન હોય તો તે તો ક્યાંથી જ શોભે?

26. લો. 7

कर्मणो ह्यदपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणंः ।

अकर्मणश्च बौद्धव्यं गहना कर्मणो गतिः ॥

- गीता अ. 4 श्लो. 17

ભાવાર્થ: કર્મનું (તત્ત્વ) જાણવું જોઈએ; અકર્મનું (તત્ત્વ) જાણવું જોઈએ અને વિકર્મનું (તત્ત્વ) પણ જાણવું જોઈએ; કેમ કે કર્મની ગતિ ગહન છે.

27. લો. 7, પં.2, અ.3

ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङक्षति ।

समः सवेर्षु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥

- गीता अ. 18 श्लो. 54

ભાવાર્થ: બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત આત્મા (મનુષ્ય) કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો મારી પરમ ભક્તિને પામે છે.

28. લો.7

भूमिरापोडनलो वायुः स्वं मनो बुद्धिरेव च ।

अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥

- गीता अ. 7 श्लो. 4

ભાવાર્થ: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે.

29. લો. 7

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।

जीवभूतां महाबाहो। ययेदं धार्यते जगत् ॥

- गीता अ.7 श्लो. 5

ભાવાર્થ: આ પ્રકૃતિ અપરા (જડ) છે, પણ હે મહાબાહો! આથી બીજી મારી પરા- ચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ, કે જેના વડે આ જગત ધારણ કરાય છે.

31. લો.7

यस्याक्षरं शरीरं एष सर्वभूतान्तरात्माड

पहतपाप्मा दिव्यो देव एको नारायणः ।

- सुबालोपनिषदि खं.7

ભાવાર્થ: જે પરમાત્માનું અક્ષર શરીર છે... આ સર્વ ભુતોના અંતરાત્મા અપહતપાપ્મા (નિર્દોષ) દિવ્ય દેવ એક નારાયણ છે.

32. લો. 7

यस्मात्मा शरीरं यः आत्मानमन्तरो

यमयति स त आत्मान्तर्याम्यमृतः ।

- बृह. अ. 3 ब्रा.7-22

विज्ञान स्थाने माध्यंदिनपाडः

ભાવાર્થ: જે પરમાત્માનું જીવાત્મા શરીર છે, જે પરમાત્મા જીવાત્મામાં અંત:પ્રવેશ કરીને નિયમન કરે છે. આ અંતર્યામી તારા અમૃત આત્મા છે અર્થાત્ નિરુપાધિક અમૃતશાલી પરમાત્મા છે.

33. લો. 7

यस्य पृथिवी शरीरं यः पृथिवीमन्तरो

यमयति स त आत्मान्तर्याम्यमृतः ।

- बृह. अ. 3 ब्रा. 7-3

ભાવાર્થ: પૃથ્વી જેનું શરીર છે; જે પૃથ્વીની અંદર રહ્યા રહ્યા તેને નિયમમાં રાખે છે, તે આત્મા છે, તે અંતર્યામી છે, તે અમર છે, સંસારના ધર્મથી રહિત છે.

34. લો. 7

आतोर् जिज्ञासुरर्थाथीर् ज्ञानी च भरतर्ष भ ।

- गीता अ. 7. श्लो.16

ભાવાર્થ: હે ભરતશ્રેષ્ઠ અર્જુન! આર્ત(દુ:ખી), જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળો અને જ્ઞાની (મને ભજે છે.)

35. લો. 7, પં. 3

तेषां ज्ञानी नित्ययुक्त एकभकित विर्शिष्यते ।

- गीता अ. 7. श्लो. 17

ભાવાર્થ: તેઓમાં સદા (ધ્યાનમાં) જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે.

35. (અ) अहं ब्रह्मास्मि- હું બ્રહ્મ છું.

36. લો. 10, અંત્ય. 28-29

द्युपतय एव ते न ययुरन्तमनन्ततया

त्वमपि यदन्तराडण्डनिचया ननु सावरणाः ।

- भाग. द. अ. 87, श्लो. 41

ભાવાર્થ: (કેવળ) સ્વર્ગાદિ લોકોના (ઇંદ્રાદિ) અધિપતિઓ જ આપનાં સ્વરૂપના પારને નથી પામતા તેમ નથી, પણ આપ પણ આપનું સ્વરૂપ અનંત હોવાથી આપના સ્વરૂપના પારને પામતા નથી અહો! જેમનાં સ્વરૂપમાં આવરણોથી વિંટાયેલાં બ્રહ્માંડોના બ્રહ્માંડો કાલચક્ર સાથે આકાશમાં જેમ રજની કણો ફરે છે તેમ ફરે છે. આપ જ જેમનું વિશ્રામ અથવા પ્રાપ્તિ સ્થાન છો તેવી શ્રુતિઓ આપના સિવાય નેતિ નેતિ' એ પ્રકારે નિષેધ કરતી આપના સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે.

37. લો. 10

यश्च मूढतमो लोके यश्च बुद्धैः परं गतः ।

पावुभौ सुखमेधेते क्किश्यत्यन्तरितो जनः ॥

- भाग. तृ. अ. 7 श्लो. 17

ભાવાર્થ: આ લોકમાં જે અતિ મૂઢ છે અને જે બુદ્ધિના પારને પામ્યો છે એટલે અતિ ડાહ્યો છે તે બંને સુખને પામે છે, અને તે વિનાના બીજા કલેશને પામે છે.

લો. 10. सत्वं यद ब्रह्मदर्शनम् ।

- भाग प्रथम स्कंध अ.2 श्लो. 24

સત્વગુણ છે તે પરબ્રહ્મનું દર્શન કરાવનારો છે.

38. લો. 10, ગ. છે. 32

विषया विनिर्वन्ते निराहारस्य देहिनः ।

रसवर्जं रसोडप्यस्य परं दष्ट्वा निवर्तते ॥

- गीता अ. 2. श्लो. 59

ભાવાર્થ: નિરાહારી પ્રાણીના વિષયો (તો) નિવૃત્ત થાય છે, (પણ એ વિષયો તરફનો) તેનો રસ (વાસના આસક્તિ) દૂર થતો નથી; એ રસ (તો સર્વ રસોના પરમ રસ એવા) પરમાત્માના (સાક્ષાત્કાર) દર્શનથી નિવૃત્ત થાય છે.

39. લો. 10

विद्याविद्ये मम तनू विद्धयुद्धव! शरीरिणाम् ।

बंधमोक्षकरी आद्ये मायया मे विनिमिर्ते ॥

- भाग. ए. अ. 11 श्लो.3

ભાવાર્થ: હે ઉદ્ધવ! દેહધારીઓને મોક્ષ આપનારી બ્રહ્મવિદ્યા અને બંધન કરનારી અવિદ્યા, આ બંને મારી અનાદિકાળની શક્તિ છે તે મારી માયા વડે રચાયેલી છે એમ જાણજો. બંધ તથા મોક્ષમાં બંધ અનાદિ છે ત્યારે મોક્ષ નિત્ય છે.

40. લો. 13.

तत् सृष्टसृष्टसृष्टेषु कोन्वखंडित धीः पुमान् ।

ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया ॥

- भाग. तृ. अ. 31 श्लो. 37

ભાવાર્થ: બ્રહ્માએ મરીચ્યાદિ સૃજ્યા છે. મરીચ્યાદિકે કશ્યપાદિ સૃજયા છે. કશ્યપાદિકે મનુષ્યાદિ સૃજ્યા છે. તેમાંનો કયો પુરુષ (એક) નારાયણ ઋષિ વિના સ્ત્રીરૂપી માયાથી આ લોકમાં નથી ખેંચાયું મન જેનું એવો છે? (અર્થાત્ ભગવાન વિના સર્વ મોહ પામે છે.)

41. લો. 13

एतदीशनमीशस्य प्रकृतिस्थोडपि तदगुणैः।

न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ॥

- भाग. प्र. अ. 11 श्लो. 38

ભાવાર્થ: દેહનો આશ્રય કરીને રહેલી બુદ્ધિ જેમ દેહમાં રહેલા ગુણો સાથે જોડાય છે અથવા તો બુદ્ધિ આત્માનો આશ્રય કરીને રહેલી છે, છતાં આત્માના આનંદાદિક ગુણો સાથે જોડાતી નથી, તેમ પરમાત્મા માયાના ગુણો સાથે ક્યારેય જોડાતા નથી, એ જ ઈશ્વરમાં ઈશ્વરપણું છે.

42. લો. 13, વર. 5

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।

मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥

- गीता अ. 7. श्लो.14

ભાવાર્થ: મારી આ ગુણમયી દૈવી માયા ઓળંગવી મુશ્કેલ છે. જેઓ મારે જ શરણે આવે છે, તેઓ આ માયાને ઓળંગે છે.

43. લો. 13

मम साधर्म्यमागताः ।

- गीता अ. 14 श्लो. 2

ભાવાર્થ: મારા તુલ્યપણાને (સરખામણાને) પામ્યા છે.

44. લો.13

अपरिमिता ध्रुवास्तनुभृतो यहि सर्वगता

स्तहिर् न शास्यतेति नियमो ध्रुव! नेतरथा ।

- भाग. द. अ. 87 श्लो. 30

ભાવાર્થ: હે ધ્રુવ! દેહધારી જીવો જો અસંખ્ય, નિત્ય અને સર્વવ્યાપક હોય તો તો "તેઓ (આપથી) શાસન યોગ્ય છે" આ પ્રકારનો નિયમ તેઓને લાગુ પડે નહિ. પણ, આથી ઊલટું છે, તેથી આપનો તે જીવો ઉપર શાસનનો અધિકાર અને તેને લીધે આપનું તેમની ઉપર નિયમન ઘટે છે, વળી જે જીવ જે (ભગવત્) મય (જે સ્વરૂપ) થાય છે તે (જીવ) તે (ભગવત્) રૂપને ત્યાગીને (જ) નિયંતૃ (નિયમન કરનાર) બને છે. 'સર્વ સમાન છે' તેમ કહેનારનો મત (ઉપર જણાવ્યું તેમ) દોષવાળો હોઈ માન્ય થતો નથી.

45 લો. 13

एकमेवाद्वितीयं ब्रह्म ।

- छांदो. अ. 6 खं. 2-1

ભાવાર્થ: (સજાતીય વિજાતીય ભેદ રહિત એક જ બ્રહ્મ છે.) એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે.

46. લો.14

न कुर्यात्कहिर् चित्सरव्यं मनसि ह्यनवस्थिते ।

यद्विस्त्रंभाच्चिराच्चीणं चस्कंद तप ऐश्वरम् ॥

नित्यं ददाति कामस्य छिद्रं तमनु येडस्यः ।

योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ॥

- भाग. पं. अ. 6 श्लो. 3-4

ભાવાર્થ: અસ્થિર-ચંચળ એવા મનની કોઈ દિવસ મિત્રતા કરવી નહિ. કારણ કે જેની મિત્રતા કરવાથી (સૌભરી, શિવ, બ્રહ્માદિક) ઈશ્વરોનું ઘણા કાળનું સંગ્રહ કરી રાખેલું તપ નાશ પામ્યું હતું. વ્યભિચારિણી સ્ત્રી જેમ જાર લોકોને અવકાશ આપીને તેના દ્વારા પોતાના પતિનો નાશ કરાવે છે તેમ જે યોગી મનનો વિશ્વાસ કરે છે, તે યોગીનું મન પણ કામને તથા તેની પાછળ ફરનારા ક્રોધાદિક શત્રુઓને અવકાશ આપીને તે કામ ક્રોધાદિક દ્વારા યોગીને યોગમાંથી ભ્રષ્ટ કરે છે.

47. લો. 15, ગ્ર. પ. 38

त्यज धर्मम धर्मं च उभे सत्यानृते त्यज ।

उभे सत्यानृते त्यकत्वा येन त्यजसि तं त्यज ॥

- भार. मोक्ष. अ. 33 श्लो. 40

ભાવાર્થ: તું ધર્મનો, અધર્મનો, સત્યનો તથા અસત્યનો ત્યાગ કર અને સત્યનો તથા અસત્યનો ત્યાગ કર્યા પછી જેના વડે તું સર્વનો ત્યાગ કરે છે, તેનો પણ ત્યાગ કર.

48. લો. 16, છે. 5

मद्भयाद्धाति वातोडयं सूर्यस्तपति मद्भयात् ।

वर्षतींद्रो दहत्यग्निर्मुत्युश्चरति मद्भयात् ॥

- भाग. तृ. अ. 25 श्लो. 42

ભાવાર્થ: પવન મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, ઇંદ્ર મારા ભયથી વર્ષાદ વરસાવે છે, અગ્નિ મારા ભયથી બાળે છે અને મૃત્યુ મારા ભયથી જગતમાં ફરે છે.

49. લો. 18

भूभारः क्षपितो येन तां तनुं विजहावजः ।

कंटकं कंटकेनैव द्वंयं चापीशितुः समम् ॥

- भाग. प्र. अ. 15 श्लो. 34

ભાવાર્થ: કાંટો કાઢવા માટે એક કાંટો લઈને તેનાથી કાંટો કાઢીને પછી તે કાંટાનો જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ અજન્મા ભગવાને ભક્તોને માટે જે શરીર વડે પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો, તે શરીરનો પણ ત્યાગ કર્યો, કારણ કે ભગવાને પૃથ્વી ઉપર ભારભૂત શરીર તથા યાદવ વંશમાં થયેલું શરીર બંને સમાન હતાં.

50. લો. 18, પં. 4

तेनैव रुपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते ।

- गीता अ. 11. श्लो. 46

ભાવાર્થ: હે હજાર બાહુઓવાળા! હે વિશ્વમૂર્તિ! આપ તે જ ચતુર્ભુજરૂપે પ્રકટ થાઓ.

51. લો. 18, પં. 7

अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितं ।

परं भावमजानंतो मम भूतमहेश्वरम् ॥

- गीता अ. 9. श्लो.11

ભાવાર્થ: મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવજ્ઞા કરે છે.

52. પં. 2, ગ. પ્ર. 71

सर्वं खलिवदं ब्रह्म ।

- छां. अ. 3 खं. 14-1

ભાવાર્થ: પ્રત્યક્ષ જણાતું સ્થૂળ જડ, ચિદરૂપ આ સર્વ જગત બ્રહ્મ છે- બ્રહ્મનું શરીર છે ને પોતે તેના શરીરી છે.

53. પં. 2

नेह नानास्ति किन्चन ।

- बृहदारण्ये अ. 4 ब्रा. 4 वा. 10

ભાવાર્થ: આ જગતમાં કાંઈ પણ નાના (ભિન્ન ભિન્ન) નથી, સર્વ જગત બ્રહ્માત્મક છે.

54. પં. 2

इदं हि विश्वं भगवानिवेतरो यतो

जगत्स्थान निरोध सम्भवाः ।

- भाग. प्र. अ. 5 श्लो. 20

ભાવાર્થ: આ જગત પરમેશ્વરરૂપ છે અને ઈશ્વર તેનાથી જુદા છે અથવા તો આ જગત ભગવાનરૂપ છે અને જીવ પણ ભગવાનનું રૂપ છે. જે ભગવાન આ જગતને ઉત્પન્ન કરે છે, પાળે છે અને તેનો સ્રંહાર કરે છે, તે ઈશ્વરને તમે પોતે જાણો છો, છતાં પણ મેં તમને ભગવાનનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું છે.

55. પં. 2, ગ. છે. 3

आत्मारामाश्च मुनयो निग्रंथा अप्युरुक्रमे ।

कुर्वंत्यहैतुकी भकितमित्थंभूतगुणो हरिः ॥

- भाग. प्र. अ. 7 श्लो. 10

ભાવાર્થ: આત્મારામ મુનિઓ કામ, ક્રોધ, અહંકાર, આદિકથી રહિત હોય છે; તો પણ તેઓ ભગવાન વિશે ફલાનુંસંધાન રહિત- નિષ્કામ ભાવે ભક્તિ કરે છે, કારણ કે ભગવાનના ગુણો આત્મારામ મુનિઓને પણ આકર્ષણ કરે તેવા હોય છે.

56. પં. 2-3, ગ. મ. 39, ગ. અં. 3

परिनिष्ठितोडपि नैर्गुण्ये उत्तमश्लोकलीलया ।

गृहीतचेता राजषेर् आरव्यानं यदधीतवान्॥

- भाग. द्वि. अ. 1 श्लो.9

ભાવાર્થ: હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરીને રહ્યો છું. છતાં પણ, હે રાજર્ષિ! પવિત્ર કીર્તિવાળા ભગવાનની લીલાથી મારું મન આકર્ષાયું, તેથી હું આ ભાગવત નામનું આખ્યાન ભણ્યો છું.

57. પં. 3, ગ. છે. 3

नैर्गुण्यस्था रमंते स्म गुणानुकथने हरेः ।

- भाग. द्वि. अ. 1 श्लो. 7

ભાવાર્થ: હે રાજા! મુનિઓ પણ ઘણું કરીને વિધિ તથા નિષેધથી નિવૃત્તિ પામીને નિર્ગુણ બ્રહ્મમાં વાસ કરીને શ્રીહરિના ગુણોનું ગાન કરતા કિલ્લોલ કરે છે.

58. પં. 4

अहं वैश्वानरो भूत्वा प्राणीनां देहमाश्रितः ।

प्राणापान-समायुक्तः पचाम्यन्नं चतुविर्धं ॥

- गी. अ. 15 श्लो. 14

ભાવાર્થ: હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓનાં શરીરમાં રહી પ્રાણ તથા અપાનવાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું ભોજન પચાવું છું.

59. પં. 7

सवेद धातुः पदवीं परस्य दुरंतवीर्यस्य रथांगपाणेः ।

योडमायया संततयानुवृत्त्या भजेत तत्पाद सरोजगंधम् ॥

- भाग. प्र. अ. 3 श्लो. 38

ભાવાર્થ: જે મનુષ્ય માયા રહિત, અવિરિછન્ન અનુકૂલતાથી ભગવાનનાં ચરણારવિંદના ગંધને સેવે છે, તે પુરુષ ચક્રપાણિ, મહાપરાક્રમી અને પરબ્રહ્મ એવા પરમાત્માના પદને ઓળખે છે.

60. પં. 7, વર. 7

1'जन्माद्यस्य यतः'... 2'यत्र त्रिसगोर् मृषा' ।

3'धाम्ना स्वेन सदा तिरस्तकुहकं सत्यं परंधीमही' ॥

- भाग. प्र. अ. 1 श्लो. 1

ભાવાર્થ: 1. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય જે પરમાત્માથી થાય છે.

નોંધ: પદ-2 તથા 3નો અર્થ શ્રીજીમહારાજે એ જ વચનામૃતમાં કરેલો છે ત્યાંથી જાણી લેવો.

61. પં.7

स ईक्षत।

- एतरेयो. अ. 1 खं. 1

ભાવાર્થ: તે (ભગવાન) જે તે જોતા હવા.

62. પં. 7

पुरुषेणात्मभूतेन वीर्य-माघत्त वीर्यवान् ।

- भाग. तृ. अ. 5 श्लो. 26

ભાવાર્થ: મહાપરાક્રમવાળા પુરુષોત્તમ ભગવાન જે તે મહાપુરુષ દ્વારા મહામાયાને વિષે જે ચૈતન્ય શક્તિ તેને ધારણ કરતા હતા.

63. ગ. મ. 1

ध्यायते विषयान् पुंसः संगस्तेषूपजायते ।

संगात्संजायते कामः कामात्क्रोधोडभिजायते ॥

क्रोधाद्भवति संमोहात्स्मृति-विभ्रमः ।

स्मृति भ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥

- गी. अ. 2 श्लो. 62-63

ભાવાર્થ: વિષયોનું ચિંતન કરતા પુરુષને તેઓમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા થાય છે, મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિ નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી (મનુષ્ય) સંપૂર્ણ નાશ પામે છે.

64. ગ. મ. 1

समलोष्टाश्म - कांचनः

- गी. अ. 14 श्लो. 24

ભાવાર્થ: માટી, પથ્થર તથા સોનંુ જેને સમાન છે.

65. ગ. મ. 1

प्रियो हि ज्ञानिनोडत्यर्थ-महं स च मम प्रियः ।

उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।

- गी. अ. 7 श्लो. 17-18

ભાવાર્થ: જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે.

એ બધાય ઉત્તમ છે; પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે, એવો મારો મત છે.

66. ગ. મ. 8

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।

मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥

- गी. अ. 15 श्लो. 7

ભાવાર્થ: 'આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે. અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇંદ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લઈ જાય છે.' (અહીં આવો અર્થ સમજવો)

67. ગ. પ્ર. 47, ગ. મ. 9, ગ. મ. 17, વર. 5

सर्व धर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।

अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥

- गी. अ. 18 श्लो. 66

ભાવાર્થ: સર્વ ધર્મો છોડી તું મારે એકને શરણે આવ; હું તને સર્વ પાપથી છોડાવીશ, તું શોક ન કર.

68. ગ. મ. 9

स्वल्पम्यस्य धर्मस्य त्रायते महतो भयात् ।

- गी. अ. 2 . श्लो. 40

ભાવાર્થ: ધર્મનું અતિ થોડું પણ (આચરણ) મોટા ભયથી બચાવે છે.

69. ગ. મ. 10, વર. 18

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।

त्यकत्वा देहं पुनर्जन्म नैति मामेति सोर्ज्जुन! ॥

- गी. अ. 4 श्लो. 9

ભાવાર્થ: હે અર્જુન! આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્ત્વથી જાણે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, (પણ) મને પામે છે.

70. ગ. મ. 11

आमयो येन भूतानां जायते यश्च सुव्रत ।

तदेव ह्यमयं द्रव्यं न पुनाति चिकित्सितं ॥

एवं नृणां क्रियायोगाः सवेर् संसृतिहेतवः ।

त एवात्म विनाशाय कल्पंते कल्पंते कल्पिताः परे ॥

- भाग. प्र. अ. 5 श्लो. 33-34

ભાવાર્થ: હે સદાચારવાળા વ્યાસજી! પ્રાણીઓને જે પદાર્થથી રોગ થાય છે, તે પદાર્થ તે રોગને મટાડી શકતો નથી, પરંતુ તે પદાર્થ બીજા પદાર્થોની સાથે મિશ્ર કરેલો હોય તો તે રોગને મટાડી શકે છે.

આ પ્રમાણે સર્વ કર્મો મનુષ્યને જન્મ મરણના બંધનભૂત સંસાર આપનારાં છે, પરંતુ તે કર્મોને જો ઈશ્વરાર્પણ કરવામાં આવ્યાં હોય તો તેઓ કર્મની નિવૃત્તિ કરવાને સમર્થ થઈ શકે છે.

71. ગ. મ. 11

कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।

स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥

- गी. अ.4 श्लो. 18

ભાવાર્થ: કર્મમાં અકર્મ (તેમના અભાવ)ને અને અકર્મમાં કર્મને જે જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે.

72. ગ. મ. 13

न तद्भासयते सूयोर् न शशांको न पावकः ।

यद्गत्वा न निवर्तंते तद्धाम परमं मम ॥

- गी. अ. 15 श्लो.6

ભાવાર્થ: તે પદને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી, જે પદને પામી (મુમુક્ષુઓ) પાછા ફરતા નથી તે મારંુ પરમ ધામ છે.

73. ગ. મ. 16

श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्दियः ।

ज्ञानं लब्ध्वा परां शांतिमचिरेणाधिगच्छति ॥

- गी. अ. 4. श्लो. 39

ભાવાર્થ: શ્રદ્ધાવાન, તત્પર અને જિતેદ્રિંય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે.

74. ગ. મ. 54, ગ. છે. 24

यस्यात्मबुद्धिः कुणपे त्रिधातुके स्वधीः कलत्रादिषु भौम ईज्यधीः ॥

यत्तीर्थबुद्धिः सलिल न कहिर्चिज्जनेष्वभिशेषु स एव गोखरः ॥

- भाग, द. अ. 84 श्लो 13

ભાવાર્થ: જે મનુષ્ય વાત, પિત્ત અને કફથી ભરેલા આ શરીરને જ આત્મા જાણે છે, સ્ત્રી, પુત્ર વગેરે ઉપર 'પોતાના છે' એવી બુદ્ધિ કરે છે, મૂર્તિને જ પૂજ્ય માને છે અને પાણીને તીર્થરૂપ સ્વીકારે છે; પરંતુ તત્ત્વવેત્તાઓના આત્માને (સત્પુરુષોને) પૂજ્ય અને પવિત્ર જાણતો નથી. તે મનુષ્ય બળદ અને ગધેડા કરતાં પણ અધિક અવિવેકી છે.

75. વર. 1

अत्र सगोर् विसर्गश्च स्थान पोषणमूतयः ।

मन्वंतरेशानुकथा निरोधो मुकितराश्रयः ॥

- भाग. द्वि. अ. 10 श्लो. 10, श्लो.1

ભાવાર્થ: હે રાજા! આ શ્રીમદ્ભાગવતમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ તથા આશ્રય આ દસ વિષયોનું પ્રતિપાદન કરેલું છે.

76. વર. 2

नारायणपरा वेदा देवा नारायणाङगजाः ।

नारायणपरा लोका नारायणपरा मखाः ॥

- भाग. द्वि. अ. 5 श्लो. 15

ભાવાર્થ: વેદો નારાયણથી ઉત્પન્ન થયા છે, દેવતાઓ નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયા છે, સ્વર્ગાદિક લોક નારાયણના આનંદના અંશભૂત છે અને યજ્ઞો પણ સર્વે નારાયણમાંથી જ ઉત્પન્ન થયા છે.

77. વર. 2

नारायणपरो योगो नारायणपरं तपः ।

नारायणपरं ज्ञानं नारायणपरा गतिः ॥

- भाग. द्वि. अ. 5 श्लो.16

ભાવાર્થ: (પ્રાણાયામ વગેરે) યોગ નારાયણ પરાયણ છે, અર્થાત્ ભગવાનને પ્રાપ્ત કરવાનાં સાધનો છે. તપસ્યા પણ નારાયણ પરાયણ છે. તપસ્યાથી સાધ્ય એવું જ્ઞાન પણ નારાયણ પરાયણ છે અને જ્ઞાનથી સાધ્ય મોક્ષ પણ નારાયણ પરાયણ જ છે. એટલા માટે પદાર્થમાત્ર નારાયણરૂપ છે.

78. વર. 2

वासुदेवपरा वेदा वासुदेवपराः मखा ः।

वासुदेवपरा योगो वासुदेवपराः क्रियाः॥

वासुदेवपरं ज्ञानं वासुदेवपरा तपः।

वासुदेवपरा धमोर् वासुदेवपरा गतिः॥

- भाग. प्र. अ.2 श्लो. 28-29

ભાવાર્થ: વેદો વાસુદેવરૂપ છે, યજ્ઞો વાસુદેવરૂપ છે, યોગશાસ્ત્રો વાસુદેવરૂપ છે, ક્રિયાકાંડ વાસુદેવરૂપ છે,

જ્ઞાનશાસ્ત્ર વાસુદેવરૂપ છે, તપ વાસુદેવરૂપ છે,ધર્મશાસ્ત્ર વાસુદેવરૂપ છે તથા (સ્વર્ગાદિકની) ગતિ (મોક્ષગતિ) પણ વાસુદેવરૂપ છે.

79. વર. 12

अहो अमी देववरामराचिर्तं पादांबुजं ते सुमनः फलार्हणम्।

नमंत्युपादाय शिखाभिरात्मनस् तमोपहत्यै तरुजन्म यत्कृतम् ॥

- भा. द. अ. 15 श्लो. 5

ભાવાર્થ: હે દેવતાઓમાં ઉત્તમ! આ વૃક્ષો, પોતાને જે પાપોથી વૃક્ષનો જન્મ આવ્યો છે, તે પાપોના નાશ કરવા માટે પોતાની ડાળીઓરૂપી હાથમાં ફૂલ, ફળ વગેરે પૂજાના પદાર્થો લઈને દેવતાઓએ પૂજેલાં તમારાં ચરણકમળનું પૂજન કરે છે, એ આશ્ચર્યજનક છે.

80. ગ. છે. 3

हरेर्गुणाक्षिप्तमतिर्भगवान् बादरायणिः ।

अध्यगान् महदाव्यानं नित्यं विष्णुजनप्रियः ॥

- भाग. प्र. अ. 7 श्लो.11

ભાવાર્થ: શ્રીહરિના ગુણોથી જેની બુદ્ધિ આકર્ષાઈ હતી, એવા ભગવાન શુકદેવ જે વૈષ્ણવજનને સદા બહુ જ પ્રિય હતા, તે આ શ્રીમદ્ ભાગવતરૂપી મોટા આખ્યાનને ભણ્યા હતા.

81. ગ. છે. 5

यन्नामधेयश्रवणानु कीर्तनाद्यत्प्रवणाद्यत्स्मरणादपि क्वचित् ।

श्वादोडपि सद्यः सवनाय कल्पते कथं पुनस्ते भगवन्नु दर्शनात् ॥

अहो बत श्वपचोडतो गरीयान् यज्जिह्माग्रे वर्तते नाम तुभ्यम् ।

तेपुस्तपस्ते जुहुवुः सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गृणन्ति ये ते ॥

- भाग. तृ. अ. 33 श्लो. 6-7

ગ. છે. 24

यातास्थाय नरो राजन्ः ।

શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજાને નવ યોગેશ્વર વચ્ચેનો સંવાદ.

ભાવાર્થ: હે ભગવાન! ચંડાળ પણ કોઈ વાર આપનું નામ શ્રવણ કરવાથી, કીર્તન કરવાથી, આપને પ્રણામ કરવાથી તથા આપનું સ્મરણ કરવાથી પણ તુરત યજ્ઞ કરવાને યોગ્ય થઈ જાય છે. ત્યારે તમારાં દર્શનથી યોગ્ય થાય તેમાં શું જ કહેવું? અરે! વિશેષ તો શું કહેવું, પણ જેના જીભના ટેરવા ઉપર તમારું નામ રહેલું હોય એવા ચંડાળ પણ તમારાં નામને લીધે મોટો ગણાય છે. માટે જે મહાત્માઓ તમારા નામનું રટણ કરે છે તેઓએ તપ કર્યું, તેઓએ હોમ હવન કર્યા, તેઓએ તીર્થમાં સ્નાન કર્યું અને તેઓએ વેદના પાઠ કર્યા એમ સમજવું.

82. ગ. છે. 28

आसामहो चरणरेणु जुषामहं स्यां वृन्दावने किमपि गुल्मलतौषधीनाम् ।

या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा भेजुर्मुकुन्दपदवी श्रुतिभिविर्मृग्याम् ॥

- भाग. द. अ. 47 श्लो. 61

ભાવાર્થ: ઓહોહો!!! આ ગોપીઓ ત્યાગ કરી શકાય નહિ તેવા પોતાના કુટુંબીઓનો ત્યાગ કરીને તથા ધર્મમાર્ગનો પણ ત્યાગ કરીને શ્રુતિઓથી શોધવા યોગ્ય એવી ભગવાનની પદવીને પામી ગઈ. એવી ગોપીઓના ચરણની રજનું સેવન કરનારા, ગુચ્છા, લતા તથા ઔષધિઓમાંથી કોઈ પણ જાતિમાં હું જન્મ ધરું તો ઠીક! (ઉદ્ધવજીના વચનો)

83. ગ. છે. 28

अहो!! भाग्यमहो!! भाग्यं नन्दगोपव्रजौकसाम्।

यन्मित्रं परमानंद पूर्ण ब्रह्म सनातनम् ॥

- भा. द. अ. 14 श्लो. 32

ભાવાર્થ: નંદજીના વ્રજમાં વસનારાંઓનાં ખરેખર અહોભાગ્ય છે, કારણ કે સનાતન એવા પરમાનંદ પૂર્ણબ્રહ્મ જેના મિત્ર છે.

84. ગ. છે. 33

येडन्ये स्वतः परिहृतादपि बिभ्यतिस्म ॥

- भाग. ए. अ. 6 श्लो. 17

ભાવાર્થ: તમારા થકી બીજા જીવો છે તે પોતે ત્યાગ કરેલા વિષય સેવનથી પણ ભય પામે છે, અર્થાત્ વાસનામાત્રથી બંધાય છે.

85. ગ. છે. 37

क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।

- गीता. अ. 13 श्लो. 3

ભાવાર્થ: હે ભારત! સર્વ ક્ષેત્રો (શરીરો)માં (રહેલા) મને તું ક્ષેત્રજ્ઞ જાણ.