૧૧. કીર્તનો
(વચ. પ્ર. પ્ર. 14)
સંતના મહિમાનું કીર્તન
(રાગઃધોળ)
પદ - 1
સુખદાયક રે (2) સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ
જી રે સંત સમાગમથી ટળે, આશા તૃષ્ણા રે (2)
ઈર્ષ્યા અભિમાન મોહ મત્સર મમતા બળે,
પ્રગટે ઉરમાં રે (2) પ્રભુનું દૃઢ જ્ઞાન. - સંત સમાગમ.1
જી રે સંત સમાગમથી થયા, મુનિ નારદ રે (2)
હરિનું મન આપ, અનેક પતિત ઉદ્ધારિયાં,
તેના જશનો રે (2) મોટો પરતાપ. - સંત સમાગમ.2
જી રે સિદ્ધ થયા સત્સંગથી, શુક આદિક રે (2)
મુનિવર સુખરૂપ, ચિત્ત ચોટ્યું હરિચરણમાં,
જાણ્યો સંતથી રે (2) મોટો મર્મ અનૂપ. - સંત સમાગમ.3
જી રે મહિમા મોટો છે મહંતનો, જેને સેવે રે (2)
છૂટે માયાનું જાળ, પ્રીત વધે પરબ્રહ્મમાં,
મુક્તાનંદ કહે રે (2) તજી આળ પંપાળ. - સંત સમાગમ.4
પદ - 2
બડભાગી રે (2) પામે સંતનો સંગ, સંતથી મહાસુખ પામીએ. ટેક.
જી રે સંત બડા પરમારથી, ટાળે ઉરથી રે (2)
અવિદ્યા અભિમાન, જન્મ સફલ કરે જંતનો,
આપે અનુભવી રે (2) પ્રભુ પ્રગટનું જ્ઞાન. - સંતથી. 1
જી રે પ્રભુસંગે પ્રીત વધારવા, ફરે જગમાં રે (2)
સાચા સંત સુજાણ, પરમાત્મા પિછાણવા,
પરમારથી રે (2) આપે પદ નિર્વાણ. - સંતથી. 2
જી રે સંતના જશ શ્રીમુખે કહ્યા, ગીતા મધ્યે રે (2)
ગોવિંદ સુખધામ, અનુભવી મારો આત્મા,
જેના મનથી રે (2) ટળ્યા ક્રોધને કામ. - સંતથી. 3
જી રે સંતવચન ભાવે સુણે, તેનાં પાતક રે (2)
પામે સર્વે નાશ, પ્રીત વધે પરબ્રહ્મમાં,
મુક્તાનંદ કહે રે (2) પામે પદ અવિનાશ. - સંતથી. 4
પદ - 3
સાચા સાધુ રે (2) સુંદર ગુણધાન, સમજીને સત્સંગ કીજીએ. ટેક.
જી રે સંત સુલક્ષણનાં ભર્યા, અવગુણનો રે (2)
ઉરમાં નહિ લેશ, મહાનુભવી મુનિ તે ખરા,
આપે સહુને રે (2) સાચો ઉપદેશ. - સમજીને. 1
જી રે સંત સદા શીતળ રહે, ક્યારેય ન તપે રે (2)
કામ ક્રોધની જાળ, લોભ તજી હરિને ભજે,
ધારે ઉરમાં રે (2) દૃઢ કરી શ્રી ગોપાળ. - સમજીને. 2
જીરે ત્રિભુવનની સંપત મળે, તો ય ન તજે રે (2)
અર્ધ પળ હરિ ધ્યાન, બ્રહ્મરૂપ થઈ હરિને ભજે,
એવા સંતને રે (2) કીચ કનક સમાન. - સમજીને. 3
જી રે એમ શુભ લક્ષણ ઓળખી, સદા કરવી રે (2)
હરિજનની સેવ, હરિસમ હરિજન જાણવા,
મુક્તાનંદ કહે રે (2) તે તરે તતખેવ. - સમજીને. 4
પદ - 4
સદા કરવો રે (2), હરિજનના રે સંગ, દુર્લભ દર્શન સંતનાં. ટેક
જી રે સંતસભા મધ્યે શ્રીહરિ, સદા રહે છે રે (2)
વા'લો અક્ષરનાથ, અડસઠ તીરથ એના ચરણમાં,
એવા સંતથી રે (2) વેગે થઈએ સનાથ. - દુર્લભ. 1
જી રે સંત મળ્યા તેને હરિ મળ્યા, એનો મહિમા રે (2)
વદે વેદપુરાણ, સાંખ્ય પ્રગટ સંસારમાં,
શુક નારદ રે (2) પામ્યા પદ નિર્વાણ. - દુર્લભ. 2
જી રે સંતવચન સાચા ગણી, ગયો વનમાં રે (2)
ધ્રુવ નાનકડો બાળ, પ્રગટ પ્રભુને તે પામિયો,
થયો અવિચળ રે (2) જશ વધ્યો વિશાળ. - દુર્લભ. 3
જી રે એવું જાણી અહંતા તજી, શુદ્ધ ભાવે રે (2)
કરવી સંતની સેવ, મનુષ્યભાવ મનથી તજો,
મુક્તાનંદ કહે રે (2) સાતા સંત છે દેવ. - દુર્લભ. 4
(વચ. પંચાળા-3) સદ. પ્રેમાનંદસ્વામી કૃત ગરબી
સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા રે;
મોરલીમાં ગીત મધુરાં રે; ચલ્યા આવે ગાવતા રે. ...1
આવે વહાલો હસતા ને રમતા રે, ગોવાળાના સાથમાં રે;
ઉછાળતા આવે મોહન રે, ફૂલદડી હાથમાં રે. ...2
રંગડાનો રાતો માતો રે, ચાલ્યો આવે શોખમાં રે;
રસિયો જોવાને કાજે રે, ઊભી છું ગોખમાં રે. ...3
મોહનજીનું મુખડું જોયું રે, ઘૂંઘટની ઓટમાં રે;
જોઈને ઘાયલ થઈ છું રે, નેણાં કેરી ચોટમાં રે. ...4
હૈયા પર હાર ઝળકે રે, રહ્યું મન મોહીને રે;
બ્હેની પ્રેમસખીના નાથને રે, રહું છું જોઈને રે. ...5
નોંધ : વચ. ગ. મ. 48માં 'વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ' સત્સંગમાં ખૂબ જ પ્રચલિત હોવાથી અહીં મૂક્યું નથી.
(વચ. ગ. મધ્ય 57): તુલસીદાસજી કૃત ત્રણ પદો
રાગ : (ધનાશ્રી)
પદ - 1
જો મૈ લગન રામસોં નાહીં, જો મૈ રહની રામસો નાહીં ।
તૌ નરખર કુકર શૂકર સમ બૃથા જિયત જગ માંહી ॥1॥
કામ, ક્રોધ, મદ, લોભ, નીંદ, ભય, ભૂખ, પ્યાસ સબહી કે।
મનુજ દેહ સુર-સાધુ સરાહત સો સનેહ સાધે પરકે ॥2॥
સૂર સુજાન, સુપૂત સુલચ્છન, ગનિયત ગુના ગુરુગાઈ ।
બિન હરિ ભજન ઇન્દારનુકે ફલ તજત નહિ કરુઆઈ ॥3॥
કીરતી, ફલ, કર તૂતિ, ભૂતિ, ભમર સીલ સરુપ સલોને ।
તુલસી પ્રભુ-અનુરાગ-રહિત જસ સાલન સાગ અલોને ॥4॥
પદ - 2
જાકે પ્રિય ન રામ-બૈદેહી ।
સો છાંડિયે, કોટિ બૈરિ સમ, જદ્યપિ પરમ સનેહી ॥1॥
તજ્યો પિતા પ્રહ્લાદ બિભીષન બંધુ-ભરત મહતારી ।
બલિ ગુરુ તજ્યો કંત વ્રજ-બનિતન્હિ, જાયે મુદ-મંગલકારી ॥2॥
નાતે વેર રામકે મનિયત, સુહૃદ સુસેબ્ય જહાં લૌં ।
અંજન કહાં આંખિ જેહી ફૂટૈ, બહુતક કર કહાં લૌં ॥3॥
તુલસી સો સબ ભાંતિ પરમ હિત, પૂજ્ય પ્રાનતે પ્યારો ।
જાસોં હોય સનેહ રામ-પદ એ તો મતો હમારો ॥4॥
પદ - 3
એહી કહ્યો સુનુ વેદ ચહું ।
શ્રી રઘુવીર ચરન ચિંતન, તજી નારી કઠોર કહું ॥1॥
જાકે ચરન બિરંચિર સેઈ, સિધિ પાઈ શંકર હુ ।
શુક-સનકાદિક મૃકુત બિચરત, તેછ ભજન કરત અજ હુ ॥2॥
જદ્યપિ પરમ ચપલ શ્રી સંતન, ધીર નર હનિકત હુ ।
હરિ-પદ-પંકજ પાઈ અચલ ભઈ, કરમ-બચન-મન હુ ॥3॥
કરુણાસિંધુ ભગત- ચિંતામનિ, શોભા સેવત હુ ।
ઔર સકલ સુર, અસુર-ઈસ, કાલ ખાયે ઉરગ છહુ ॥4॥
સુરુચિ કહ્યો સોઈ સત્ય બાત, અતિ પુરુષ બચન જબહુ ।
તુલસીદાસ રઘુનાથ બિમુખ નહિ, મિટાઈ બિપતિ કબહુ ॥5॥
(વચ. ગ. મ. 21 તથા 67)
વિષ્ણુપદ (રાગ: માળીગડો)
શામળીયે વા'લે સાગર વલોયો રે વાલા,
મેરૂનો કીદ્યો રવાયો રે વાલા;
વાસંગી નાગનાં વાલે નેતરાં કીધાં,
જોજયો મારા નાથની નવાયું રે વાલા.
... શામળિયે.
ગીરીવરધારી ધરીને બેઠા રે વાલા,
ભૂધર ભલે ભલે આવ્યા રે વાલા;
વલોણાના સંચ સર્વે લાવ્યા રે વાલા,
આપે અસુર ને તેડી લાવ્યા રે વાલા.
... શામળિયે.
સાગર વલોવ્યો ને રતન નીપજાવ્યાં રે વાલા,
નીકળ્યાં લક્ષ્મીનારી રે વાલા;
સુર ને પાતાં અસુરને પાયું રે વાલા,
ચરણામૃત મોરારી રે વાલા.
... શામળિયે.
ઉત્તરનાં જળ મેરુ ડૂબવા લાગ્યા રે વાલા,
કાનુડો કામણ જાણે રે વાલા;
કાબચાનું રૂપ ધર્યું મારે વાલે રે વાલા,
વલોણું સુતર આવ્યું રે વાલા.
... શામળિયે.
હરિનું વલોણું હરખેથી ગાવું રે વાલા,
વીખ તો ભોળા મહાદેવને પાયું રે વાલા;
ભણે નરસૈયો હમણાંનું રે વાલા,
વેદ પુરાણે વખાણું રે વાલા.
... શામળિયે.
(વચ. વરતાલ 11) નરસિંહ મહેતા કૃત (રાગ: મલાર)
મારા હરજીશું હેત ન દીસે રે, તેને ઘેર શીદ જઈએ.
તેને સંગે શીદ રહીએ.
હેત વિના હુંકારો ન લેવો, જેનું હરખેશું હૈડું ન હીસે રે;
આગળ જઈને વાત વિસ્તારે, જેની આંખ્યુંમાં પ્રેમ ન દીસે રે.
તેને ઘેર.1
ભક્તિભાવનો ભેદ ન જાણે, ભૂરાયો થઈને ભાળે રે;
લલિત લીલાને રંગ ન રાચે, પછી ઉલેચી અંધારું ટાળે રે.
તેને ઘેર.2
નામ તણો વિશ્વાસ ન આવે, ઊંડું તે ઊંડું શોધે રે;
જાહ્નવી તીરે તરંગ તજીને, પછી તટમાં જઈ કૂપ ખોદે રે.
તેને ઘેર.3
પોતાના સરખી કરીને જાણે, પુરુષોત્તમની કાયા રે;
નરસૈયાના સ્વામીની લીલા, ઓલ્યાં મતિયાં કહે છે માયા રે.
તેને ઘેર.4
(વચ. વરતાલ 11) સ.ગુ. મુક્તાનંદ સ્વામી કૃત
(રાગ: મલાર)
મારા વહાલાજી શું વહાલપ દીસે રે, તેનો સંગ શીદ તજીએ,
તે વિના કેને ભજીએ.
સન્મુખ જાતાં શંકા ન કીજે, મર ભાલા તણા મે' વરસે રે;
હંસ જઈ હરિજનને મળશે, કાચી કાયા પડશે રે.
તેનો સંગ.1
શૂળી ઉપર શયન કરાવે, તો ય સાધુની સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ દુ:ખ સર્વે સહીએ રે.
તેનો સંગ.2
અમૃતપે અતિ મીઠાં મુખથી, હરિના ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન કરવાને આવે રે.
તેનો સંગ.3
નરક કુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મનમાં રે;
મુક્તાનંદ મગન થઈ માગે, વ્હાલા વાસ દેજો હરિજનમાં રે.
તેનો સંગ.4
(વચ. વરતાલ 12) નરસિંહ મહેતા કૃત (રાગ: સોરઠા)
ધન્ય વૃંદાવનવાસી વટની છાયારે જ્યાં હરિ બેસતા
શ્રી જમુનાજી પૂજ્ય તટોગન નહિ પાર રે નાવા હરિ પેસતા...
ધન્ય ધન્ય તે વ્રજના સાથને, ધન્ય ધન્ય એ નંદજી તાતને;
ધન્ય ધન્ય તે જશોદા માતને, ધન્ય ધન્ય તે વ્રજના સાથને...
ધન્ય.1
ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી, ધન્ય ધન્ય એ સરખી સાહેલી;
ધન્ય હરિ વળગી જેની બેલી, ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી...
ધન્ય.2
ધન્ય ધન્ય ગોકુળની ધેનુને, ધન્ય ધન્ય વા'લાના વેણુને;
ધન્ય ધન્ય કામણગારી નેણું ને, ધન્ય ધન્ય ગોકુળની ધેનુને...
ધન્ય.3
ધન્ય ધન્ય કરુણા પુતના માસી, ધન્ય ધન્ય મૃત્યુની ટાળી ફાંસી;
વા'લે મુક્તિ પમાડ્યાં ગોકુળવાસી, ધન્ય ધન્ય કરુણા પુતના માસી.
ધન્ય.4
ધન્ય ધન્ય એ ગોકુળ ગામને, તે તે પામ્યાં હરિના ધામને;
વારી જાઉં શામળા શ્યામને, ધન્ય ધન્ય એ ગોકુળ ગામને...
ધન્ય.5
ધન્ય કંસરાયના કારજ ર્ક્યાં, રાજા ઉગ્રસેને શીર છત્ર ધર્યાં;
મહેતા નરસૈયાને અખૂટ ભર્યાં, ધન્ય કંસરાયનાં કારજ કર્યાં...
ધન્ય.6
(વચ. ગ. છે. 31) સૂરદાસજી કૃત (રાગ: મલાર)
હારલકી લકરી, હરિ મેરે હારલકી લકરી, પકરી સો પકરી... હરિ.
મન કર્મ વચને શ્રી નંદાનંદનને દૃઢ કરી કે પકરી... હરિ.
જાગન સોવન હરિ સપનનમેં, કા'ન કા'ન જ કરી... હરિ.
ભોગ ઓધાજી ઐસી લગત હૈ, જયું કરુઈ કકરી... હરિ
તુમ તો ઓધાજી બોધ લેઈ આવે, શીખી શું નીત કરી... હરિ.
સૂરદાસ, પ્રભુ શું જઈ કહીયો, જાકો મન જકરી... હરિ.
(વચ. ગ.છે. 31) પ્રેમાનંદ સ્વામી કૃત (રાગ: જંગલો)
પદ-1
જમુના કે તીર ઠાડો, જમુના કે તીર,
બાંકે બલબીર ઠાડો જમુના કે તીર;
હો નૈના બેનાં બાંકે બાંધે પાધ શિર,
ચંદનકી ખોર કીને સાંવરે શરીર... ઠાડો.1
હો બાંકી ભૈંહે સોહે ચીત મોહે નાસા કીર,
દેખત ચકિત રતિપતિ રહત હતધીર... ઠાડો. 2
હો બાંકે લાલ બાંકે ગ્વાલ લીયે સંગ ભીર,
બાંસરી બજાવે બાંકી ફીર ફીર ફીર... ઠાડો. 3
હો ભરવા ગઈ થી હું તો જમુનાજી કે નીર,
પ્રેમાનંદકો નાથ દેખી ગઈ પીર... ઠાડો. 4
પદ-2
રાજીવ નેન રસિયો રાજીવ નેન,
ઉપજત ચેન દેખી, રાજીવ નેન, રસિ.
હો વિકસે વારીજ સબ અતિ છબી એન,
ભ્રુકુટી ભમર ઝૂકે માનું રસ લેન... રસિ.1
હો ચારુ ચિતવની મુસકની સુખદેન,
કુટિલ કટાક્ષ ઉમેં સુચવત સેન... રસિ.2
હો જમુન પુલિન પર ચારત હૈ ધેન,
મોહન બજાવત મધુરીસી બેન... રસિ. 3
હો માઈ બ્રજનારી સંગ ડોલે દિન રેન,
પ્રેમાનંદ છબી પર વારી કોટિ મેન... રસિ. 4