6
આપણો ચૈતન્ય મહારાજે ભેગો રાખ્યો છે એના લીધે આપણે હવે કેવા છીએ? નિર્ભય છીએ. સ્વામિનારાયણ ભગવાન મળતાં આપણે નિર્ભય થયા. બધી બીક મટી ગઈ. બધા ભય જતા રહ્યા. કોઈ દહાડો કોઈની બીક રાખવી નહિ. બીક જેવું કોઈ દિવસ રાખવું જ નહિ. બીક શબ્દ જ ભૂલી જવાનો. પરાવાણીની ડીક્ષનરી છે એમાં ભય શબ્દને સ્થાન જ નથી. બરાબર? આ ભય તો અહીંયા પેદા થાય છે. દેહભાવમાં. દેહભાવ મટી જાય એટલે ભેગો ભય પણ જતો રહે. નિર્ભય થઈ જવાય. (ડાબો હાથ અભયમુદ્રામાં રાખીને કહે છે કે) અભયદાન મહારાજ આપે છેને આમ કરીને? એટલે મહારાજ કહે છે અમે મળ્યા, મારો અભય હાથ તમારા ઉપર પડ્યો. એટલે આપણે અભય થઈ ગયા. કારણ સત્સંગ એટલે મહારાજની મૂર્તિમાં રહીને કાર્ય કરવાનો સત્સંગ. બરાબર? એનું નામ કારણ સત્સંગ. કોઈ કહેશે કારણ સત્સંગ એટલે શું? કારણ એટલે મૂર્તિ. જે સત્સંગ કરતાં મહારાજની મૂર્તિ હાથ આવે તેનું નામ કારણ સત્સંગ. કોઈ પૂછે કે કારણ સત્સંગ અને કાર્ય સત્સંગ એ શું છે? તો આ એનો એક જ વાતમાં જવાબ. બરાબર? એ રીતે બધાયને મૂર્તિ સાથે જોડો. મૂર્તિ સાથે જોડાશે એટલે એવો આનંદ આવશેને! કાર્ય પણ સારું થશે. મૂર્તિ સાથે જોડાઈને કાર્ય કરીએ તો કાર્ય બહુ સરસ થાય. અભ્યાસે ય સારો થાય. હોશિયારે ય થવાય. બધું જ્ઞાન સ્વયં પ્રગટે. બરાબર?
સારાંશ
ચૈતન્ય મહારાજ ભેગો રહેતા આપણે નિર્ભય બની જવું. સત્સંગ એવો કરવો જેનાથી મૂર્તિ હાથ આવે. બધી ક્રિયામાં ભગવાનને સાથે રાખવા.