૧૨. ગઢડા છેલ્લું પ્રકરણ
વચનામૃત - 1
સંવત 1882 વૈશાખ વદિ - 11 = તા.1-6-1826, શુક્રવાર.
ચાળાચૂંથવા માંડવું = ઢોંગ કરીને સારી વસ્તુ ભોગવવાનું મન રહી ગયું તે ભોગવવા વલખા મારવા તે. વિવિધ પ્રકારની વાસનાઓના ભોગ માટે સંયમહિન થઈ પ્રયત્ન કરવો.
વચનામૃત - 2
સંવત 1882 જેષ્ઠ સુદિ - 6 = તા.11-6-1826, સોમવાર.
જગતનું પ્રધાનપણું = જગતનું મુખ્યપણું.
સુખના સિંધુ = સુખના સમુદ્ર.
સત્સંગ થાતાં વાંત = સત્સંગ થયો કે તરત-તે સમયે.
પુષ્ટિ = વૃદ્ધિ, પોષણ.
વિભ્રાંત = જુઓ રહસ્યાર્થમાં પ્રશ્નોત્તર 2.
વિક્ષેપ = વિઘ્ન, અડચણ, હરકત, અટકાવ.
વચનામૃત - 3
સંવત 1883 અષાઢ વદિ - 1 = તા.20-7-1826, શુક્રવાર
परिनिष्ठितोडपि = જુઓ પં.પ્ર.વ.2નું વિવરણ.
नित्यं विष्णुजनः प्रियः = જેને સદા વિષ્ણુજન-વૈષ્ણવ-સત્સંગી પ્રિય છે તેવા. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધના અધ્યાય 7ના શ્લોક 11નો ભાગ.
आत्मारामश्च मुनयो = શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ, અધ્યાય 7નો શ્લોક 10નો ભાગ જુઓ પં.પ્ર.વ.2નું વિવરણ.
प्रायेण मुनयो राजन् = સ્વસ્વરૂપને વિશે રમતા (આત્મારામ) અને જેમના હૃદયની ગ્રંથિઓ નાશ પામી છે. એવા મુનિયો પણ ભગવાનને વિશે નિષ્કામ ભક્તિ કરે છે. શ્રીમદ્ ભાગવત દ્વિતીય સ્કંધ, અધ્યાય 1, શ્લોક 7.
ब्रह्मभूतः प्रसन्नात्मा = જુઓ લો.પ્ર.વ.7નું વિવરણ.
વચનામૃત - 4
સંવત 1883 શ્રાવણ સુદિ - 3 = તા.6-8-1826, સોમવાર.
બાધિતાનુવૃત્તિ = બાધિત (= અસંગત ઠરેલું, અટકાવેલું) + અનુવૃત્તિ. જે પદાર્થને અંતરમાંથી અસત્ય કરી નાંખ્યા હોય તેની પાછી સ્મૃતિ થઈ આવે તે બાધિતાનુવૃત્તિ છે. કોઈ માણસ મૂછો રાખતો હોય ને વારે વારે મૂછ ઉપર હાથ ફેરવતો હોય, તે કોઈ કારણસર મૂછો કઢાવી નાખે, તો ય આદતને કારણે તેનો હાથ મૂછ ઉપર જતો રહેશે, જે તેની બાધિત અનુવૃત્તિને કારણે જાય છે, મૂછો નથી તો ય હાથ ફરે છે.
કલત્ર = સ્ત્રી, પત્ની, કુંટુંબ, પરિવાર.
બરલ્યા જેવું બોલાય = નિદ્રામાં-સુષુપ્તિમાં બકવું, લવવું, લવારો કરવો.
બરલે છે = નિદ્રામાં બોલે છે.
વચનામૃત - 5
સંવત 1883 ભાદરવા સુદિ - 11 = તા.12-9-1926 બુધવાર.
यन्नामधेय-श्रवणानुकीर्तनात् = હે ભગવાન્! કદાચિત પણ જે તમારા નામનું શ્રવણ કીર્તન કરવાથી તથા તમોને પ્રણામ કરવાથી તથા તમારું સ્મરણ કરવાથી શ્વપચ પણ તત્કાળ પવિત્ર થાય છે. (ને યજ્ઞ કરવાને માટે લાયક થાય છે) તો તમારા દર્શનથી પવિત્ર થાય અને કૃતાર્થ થાય તેમાં શું કહેવું?
આ એક આશ્ચર્યની વાત છે કે, જે શ્વપચના પણ જિહ્વાગ્રમાં તમારું નામ વર્તે છે તે શ્વપચ પણ તમારા નામોચ્ચારણથી તમારી ભક્તિએ રહિત એવા કર્મઠોથી શ્રેષ્ઠ થાય છે, વળી જે જનોએ તમારું નામ ઊચ્ચારણ કર્યું છે તેમણે જ તપ કર્યું છે, તેમણે જ યજ્ઞ કર્યો છે, તેમણે જ તીર્થમાં સ્નાન કર્યું છે, તે જ સદાચારવાળા છે, તેમણે જ વેદનો અભ્યાસ કર્યો છે, એમ જાણવું. શ્રીમદ્ ભાગવત, તૃતીય સ્કંધ, અધ્યાય 33, શ્લોક 6-7
मद्भयाद्वाति वातोड्यं = જુઓ લો.પ્ર.વ.16નું વિવરણ.
વચનામૃત - 6
સંવત 1883 ભાદરવા વદિ - 5 = તા.21-9-1826, ગુરુવાર.
વચનામૃત - 7
સંવત 1883 ભાદરવા વદિ - 6 = તા.22-9-1826, શુક્રવાર.
વજ્ર = ભાંગે, તૂટે, વળે કે ખંડિત થાય નહિ એવી ધાતુ.
વચનામૃત - 8
સંવત 1883 ભાદરવા વદિ - 9 = તા.25-9-1826, સોમવાર.
બેપરવાઈ થઈ જવાય = જેની પરવા-ગરજ ન હોય તેવા થઈ જવાય.
વચનામૃત - 9
સંવત 1883 આસો સુદિ - 11 = તા.11-10-1826 ગુરુવાર.
જાણપણું = સજાગપણું, ચતુરાઈ, CONSCIOUSNESS, AWARENESS.
પણિયારી = પનિહારી, પન-ઘટ ઉપરથી પાણી લાવનારી સ્ત્રી.
સુરત રાખે = યાદ, સ્મરણ, ધ્યાન, નજર, સરત રાખે.
ગાફલ = અસાવધ, બે-ખબર, પ્રમાદી, ગફલત કરનાર.
ચોરચકાર = ચોર, વગેરે.
વચનામૃત - 10
સંવત 1883 આસો વદિ - 12 = તા.28-10-1826, રવિવાર.
સમાશ્રય = આશરો, શરણ ભાવ, વિશ્વાસ.
વચનામૃત - 11
સંવત 1884 અષાઢ સુદિ - 3 = તા.27-6-1827, ગુરુવાર.
વચનામૃત - 12
સંવત 1884 અષાઢ વદિ - 8 = તા.16-7-1827, મંગળવાર.
કરામત = યુક્તિ, ચતુરાઈ, ચમત્કાર, કામ કરવાની આવડત, કામ કરવાની ખૂબી.
વૃંદળ = વૃહદંલ, ઉર્વશીના શાપથી નપુંસકપણાને પામેલો અર્જુન રાજકુમારી ઉત્તરાને નૃત્ય શીખવવા વૃહન્નરા કે વૃહન્નલા એવું નામ ધારણ કરી વિરાટ રાજાને ત્યાં એક વર્ષ ગુપ્ત રહ્યા. એ વૃહન્નલા શબ્દ ઉપરથી વૃહંદલ, વૃંદલ, વૃંદળ, વંડળ, વ્યંડળ વગેરે શબ્દો થયા.
વચનામૃત - 13
સંવત 1884 અષાઢ વદિ - 9 = તા.17-7-1827, બુધવાર
વચનામૃત - 14
સંવત 1884 અષાઢ વદિ - 11 = તા.19-7-1827, શુક્રવાર.
કાયથ = કાયસ્થ, એ નામની જાતિનો પુરુષ.
લંબકર્ણ = ગધેડો.
સિંગડિયો વછનાગ = જુઓ ગ.પ્ર.પ્ર.વ.62નું વિવરણ.
સંકરપણું = ભેળસેળ, શિથિલતા, ગોટાળો.
વચનામૃત - 15
સંવત 1884 અષાઢ વદિ - 13 = તા.21-7-1827, રવિવાર
પરાભવ = પરાજય, હારી જવું, જિતાઈ જવું.
પાટો ગોઠવો = પાટો અનુકૂળ આવવો.
વચનામૃત - 16
સંવત 1884 અષાઢ વદિ - 30 = તા.23-7-1827, મંગળવાર.
તાલેવર = પૈસાદાર, ધનિક, શાહુકાર.
પરુણા = પરોણા, મહેમાન, અતિથિ
વચનામૃત - 17
સંવત 1884 શ્રાવણ સુદિ - 6 = તા.30-7-1827, મંગળવાર.
વચનામૃત - 18
સંવત 1884 શ્રાવણ વદિ - 10 = તા.17-8-1827, શનિવાર
કમાન ખેંચતો આળસી જાય = કમાન ખેંચતા અટકી જવું, થંભી જવું.
વચનામૃત - 19
સંવત 1884 શ્રાવણ વદિ - 13 = તા.20-8-1827, મંગળવાર.
અવિદ્યારૂપ = અજ્ઞાન, ભ્રમ, માયા, વિપરીત જ્ઞાન- તે અવિદ્યા. માયાના ભ્રમથી માયામાં લપેટાવાના તર્ક બાંધવા તે.
વચનામૃત - 20
સંવત 1884 શ્રાવણ વદિ - 30 = તા.22-8-1827, ગુરુવાર
ક્ષોભ = મનની વ્યગ્રતા, વ્યાકુળપણું, વિચળપણું, ખળભળાટ.
વચનામૃત - 21
સંવત 1884 ભાદરવા સુદિ - 9 = તા.31-8-1827, શનિવાર
ગ્લાનિ = હાનિ, શિથિલતા, અનુત્સાહ, કરમાવું, નિસ્તેજપણું.
ઓશિયાળો = આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન કે દબાયેલું, આભારી, ગરજુ, દેવાદાર.
વચનામૃત - 22
સંવત 1884 ભાદરવા વદિ - 4 = તા.9-9-1827, સોમવાર
વચનામૃત - 23
સંવત 1885 આસો સુદિ - 15 = તા.22-10-1828, ગુરુવાર
મળિયાગર ચંદન = ચંદનની ઘણી જાતો છે, તેમાં મલયાગર અથવા શ્રીખંડ એટલે સફેદ ચંદનને અસલી ચંદન માનવામાં આવે છે.
રેટો = પહેરવા કે ઓઢવાનો કિનખાબ અથવા જરી ભરેલ રેશમી કે સુતરાઉ કાપડનો કટકો.
ભક્ષ્ય,ભોજ્ય, લેહ્ય, ચોષ્ય = અન્ન ચાર પ્રકારના છે: ભક્ષ્ય = જે દાંત વડે ચૂરેચૂરા કરીને ખવાય છે તે, ભોજ્ય = દાંતના ઉપયોગ વિના જીભથી જમાય તે ભોજ્ય. દા.ત. દાળ, દૂધપાક વગેરે.
લેહ્ય = ચાટીને ખાવાનો પદાર્થ દા.ત. મધ.
ચોષ્ય = ચૂસીને ખવાય તેવો ખોરાક.
વચનામૃત - 24
સંવત 1885 આસો વદિ - 12 = તા.4-11-1828, બુધવાર
यानास्थाय नरो राजन् = શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજાને નવ યોગેશ્વર વચ્ચેનો સંવાદ.
प्रसंगमजरं पाश = જુઓ ગ.પ્ર.પ્ર.વ.54નું વિવરણ.
यस्यात्म बुद्धिः = જુઓ ગ.મ.પ્ર.વ.54નું વિવરણ.
દેહગેહાદિક = દેહ, ઘર વગેરે.
વચનના ડંક મારવા = વચન-વાણીથી ડંખ મારવા, ઝેરી જંતુ કરડે ને જે પીડા થાય તે ડંખ, એવા વચન કહેવા કે જેનાથી ઘણી પીડા થાય.
વચનામૃત - 25
સંવત 1885 કાર્તિક સુદિ - 10 = તા.16-11-1828, સોમવાર.
રંચમાત્ર = સહેજ, થોડું, જરા, રજ, લગીર, અલ્પ.
રતિવા = રતીભાર, રતિ જેટલું, જરાક, થોડું, અલ્પ (કીમતી ધાતુ જોખવાનું તોલાથી નાનું એક વજન, ચણોઠીભાર વજન)
વચનામૃત - 26
સંવત 1885 કાર્તિક સુદિ - 11 = તા.17-11-1828, મંગળવાર.
વચનામૃત - 27
સંવત 1885 કાર્તિક સુદિ - 15 = તા.21-11-1828, શનિવાર
વચનામૃત - 28
સંવત 1885 કાર્તિક વદિ - 1 = તા.22-11-1828, રવિવાર
द्युपतय एव ते न = જુઓ લો.પ્ર.વ.10નું વિવરણ.
જનરલ સાહેબ = સેનાનો ઉપરી અધિકારી, સેનાનાયક, અંગ્રેજ લશ્કરનો ઉપરી અધિકારી.
હમેલિયો = ચપરાસી, પટાવાળો, સિપાઈ, સંદેશો લઈ જનાર, કાસદ.
आसामहो चरणरेणु = અહો! કોઈથી પણ ત્યાગ ન થઈ શકે એવા સંબંધી જનો અને આર્યોના ધર્મમાર્ગનો ત્યાગ કરીને, ગોપીઓએ વેદોએ પણ ગોતવા યોગ્ય એવી મુકુંદ ભગવાનની પદવીને ભજતી હતી. તે આ ગોપીઓના ચરણરજના સ્પર્શવાળી વૃંદાવનમાં રહેલી, ગુલ્મ, લતા, ઔષધી, વગેરે મધ્યે હું પણ કોઈક થાઉં (એટલે કોઈક તૃણરૂપે ગોપીઓના ચરણરેણુના સ્પર્શને યોગ્ય હું થાઉં)! શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ, અધ્યાય 47, શ્લોક 61.
अहो! भाग्यमहो! भाग्यं नंदगोप = પરમાનંદરૂપ, સનાતન, પૂર્ણબ્રહ્મ એવા શ્રીકૃષ્ણ ભગવાન જેમના મિત્રરૂપે રહ્યા છે માટે નંદગોપ વ્રજવાસીઓના અહોભાગ્ય, અહોભાગ્ય છે, તેમના ભાગ્યનું વર્ણન થઈ શકે તેમ નથી. શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ અધ્યાય 14, શ્લોક 32.
વચનામૃત - 29
સંવત 1885 પોષ સુદિ - 2 = તા.7-1-1829, ગુરુવાર
વચનામૃત - 30
સંવત 1885 પોષ સુદિ - 15 = તા.19-1-1829, મંગળવાર
વચનામૃત - 31
સંવત 1885 મહા સુદિ - 4 = તા.7-2-1829, રવિવાર.
સાદૃશ્યપણું = સરખાપણું, સમાનતા, આબેહૂબ, મળતાપણું.
પ્રતિલોમપણે = અવળા કે ઉલટા ક્રમે, ઉલટી દિશાનું. દા.ત. અનુલોમ વૃત્તિ એટલે બાહ્યવૃત્તિ અને પ્રતિલોમવૃત્તિ એટલે અંતરવૃત્તિ.
અંગૂષ્ઠ માત્ર પરિમાણ = અંગૂઠાના જેવડી, અંગૂઠાના માપ જેવડી.
વચનામૃત - 32
સંવત 1885 મહા સુદિ - 5 = તા.8-2-1829, સોમવાર.
विषयाविनिवर्तंते = ઇંદ્રિયો દ્વારા વિષયો ગ્રહણ ન કરવાવાળાના ફક્ત વિષયો નિવૃત્તિ પામે છે. પરંતુ તે વિષયોમાંથી રાગ-રસ-નિવૃત્ત થતાં નથી, એ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે જ રાગ નિવૃત્તિ પામે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 2, શ્લોક 59, (લો.પ્ર.વ.10)
ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ = માંગરોળના શેઠ ગોવર્ધનભાઈ જે શ્રીજીકૃપાથી સમાધિનિષ્ઠ દશાને પામ્યા હતા.
ઠામુકા = તમામ, મુદ્દલ, તદ્દન, બિલકુલ, તળિયાઝાટક.
ઉપવાસનો ખાંગો = ખન્ એટલે ખોદવું, તે ઉપરથી ખાંગ તે ખાડો. ઉપવાસ કર્યો હોય તેનાથી પેટમાં ખાડો પડી ગયો હોય, તેથી બીજે દિવસે વધારે પડતું ખાવું, ખાડો ભરી દેવા વધારાનું ખાવું.
વચનામૃત - 33
સંવત 1885 ફાગણ સુદિ - 11 = તા.16-3-1829, મંગળવાર.
ऋषिं नारायणमृते = જુઓ લો.પ્ર.વ.13નું વિવરણ.
येडन्ये स्वतः परिहृतादपि = તમારા થકી બીજા જીવો છે તે પોતે ત્યાગ કરેલા વિષય સેવનથી પણ ભય પામે છે. શ્રીમદ્ ભાગવત, એકાદશ, સ્કંધ, અધ્યાય 6, શ્લોક 17.
વચનામૃત - 34
સંવત 1885 ચૈત્ર સુદિ - 3 = તા.6-4-1829, મંગળવાર.
વચનામૃત - 35
સંવત 1885 ચૈત્ર સુદિ - 9 = તા.12-4-1829, સોમવાર.
વચનામૃત - 36
સંવત 1885 વૈશાખ સુદિ - 1 = તા.4-5-1829, મંગળવાર.
વચનામૃત - 37
સંવત 1885 વૈશાખ સુદિ - 3 = તા.6-5-1829, ગુરુવાર
લખેશરી શાહુકાર = જેની પાસે લાખો રૂપિયા હોય તેવો ધનવાન, લખપતિ, લક્ષાધિપતિ, લાખ રૂપિયાનો ધણી.
ખડધાન = ઘાસની માફક ખેડ્યા કે વાવ્યા વિના થતું ધાન્ય, જેમ કે સામો, હલકી જાતનું ધાન્ય.
क्षेत्रज्ञं यापि मां = હે અર્જુન! સર્વ ક્ષેત્રમાં મને ક્ષેત્રજ્ઞ જાણ. શ્રીમદ્ ભાગવદ્ગીતા, અધ્યાય 13, શ્લોક 2.
વચનામૃત - 38
સંવત 1885 વૈશાખ સુદિ - 14 = તા.17-5-1829, સોમવાર.
વચનામૃત - 39
સંવત 1885 અષાઢ વદિ - 10 = તા.25-7-1829, રવિવાર.
(1886ની સંવત અષાઢ માસથી શરૂ થઈ, તે પછી તરત તે જ માસનું આ છેલ્લું વચનામૃત - છે. ત્યાર બાદ શ્રી હરિજીના વચનામૃત - સંગ્રહિત થયા નથી. તે પછી દિવાળી આવી, હોળી આવી ને ચૈત્ર માસમાં શ્રીહરિજીને 49મું વર્ષ બેઠું, પછી જેષ્ઠ માસની સુદિ - 10ને દિવસે શ્રીહરિજી અંતર્ધાન થયા) તે જેષ્ઠ માસ ઉતરતા 1886ની સંવત પૂરી થઈ.)
द्युप तय एव = જુઓ લો.પ્ર.વ.10નું વિવરણ.
વિશ્લ્યકરણી ઔષધિ = શલ્ય (બાણ) રહિત કરે તેવી ઔષધિ, મૃતસંજીવની જેવી એ નામની ઔષધિ.
વમન = ઊલટી થવી.