૧૧. જેતલપુર પ્રકરણ
વચનામૃત - 1
સંવત 1882 ચૈત્ર સુદિ - 3 = તા.10-4-1826, મંગળવાર.
જેતલપુર = અમદાવાદથી આશરે 20 કિલોમીટરે આવેલું ગામ. શ્રીજીમહારાજે અહીં ઘણી લીલાઓ કરી છે.
સામ્યાવસ્થા = સમ સ્થિતિ. ભગવાનનું જ્ઞાન થયા પછી જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે.
આપોપુ = પોતાપણું, આત્મભાવ, હુંપદ, આત્મત્વ.
વચનામૃત - 2
સંવત 1882 ચૈત્ર સુદિ - 3 = તા.10-4-1826, મંગળવાર.
(વચનામૃત - 1 સવારનું છે, આ તે જ દિવસે સાંજનું છે.)
યતિ = જિતાત્મા, યોગી, જતિ.
વચનામૃત - 3
સંવત 1882 ચૈત્ર સુદિ - 4 = તા.11-4-1826, બુધવાર. (વહેલી સવારે)
વૈરાગ્યની અવધિ = વૈરાગ્યની છેલ્લી ટોચ, છેડો, હદ, સીમા.
વચનામૃત - 4
સંવત 1882 ચૈત્ર સુદિ - 4 = તા.11-4-1826, બુધવાર. (બપોર પછી)
ષડ્ ઊર્મિ = જન્મ, મરણ, ભૂખ-તરસ, હર્ષ-શોક અથવા ઘડપણ, મરણ, ભૂખ-તરસ, શોક-મોહ અથવા ભૂખ-તરસ, ટાઢ-ગરમી, હર્ષ-શોક રૂપી મનના છ આવેગો.
વચનામૃત - 5
સંવત 1882 ચૈત્ર સુદિ - 5 = તા.12-4-1826, ગુરુવાર.
કસર = ખોટ
બરકત = સિદ્ધિ, લાભ, ફાયદો, સમૃદ્ધિ.
બીજા જાર = વ્યભિચારી પુરુષ
સોતા = સહિત.