૭. ગઢડા મધ્ય પ્રકરણ

વચનામૃત - 1

સંવત 1877 જેષ્ઠ સુદિ- 15 = તા.15-6-1821, શનિવાર

પૂર્ણમાસી = પૂનમ, પૂર્ણિમા

વિભ્રાંતિ = વિભ્રમ, મનની અસ્થિરતા, ભ્રાંતિ

ફાળકો = પોતાની ધરી ઉપર ફરતું ચક્ર, ચરખો, ચકડોળ

મેર = ફાળકાના બે ય છેડેના ભાગ

ઠેબાં = છેડાના બૂઠ્ઠા ટોચકાં, જે બહાર નીકળતા હોય છે

કોરે = તરફ

આરું = આર, ધરી, લોઢાની અણી

ખૂંતીને = ખૂંચીને, ખૂંપીને - (કોઈ પણ અણીદાર પદાર્થનું ખૂંચવું.)

ફેલ્ય = દોરાની સેર

દઈને = દૈવ

ध्यायतो पुंसः = વિષયોનું ધ્યાન કરનારા પુરુષને ફરીથી પણ વિષયોમાં સંગ અતિશય વૃદ્ધિ પામે છે. સંગમાંથી કામ ઉત્પન્ન થાય છે, કામમાંથી ક્રોધ થાય છે, ક્રોધમાંથી સંમોહ થાય છે, સંમોહથી સ્મૃતિ વિભ્રમ થાય છે, ને સ્મૃતિભ્રંશ થવાથી બુદ્ધિ નાશ થાય છે, ને બુદ્ધિ નાશ થવાથી પ્રાણ નાશ થાય છે. એટલે ફરીથી પણ સંસારમાં નિમગ્ન થાય છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 2, શ્લોક 62-63

समलोष्टाश्मकांचनः = જેને કાંચન - સોનુ ને માટી, પથ્થરમાં સમાનતાનો ભાવ થઈ ગયેલો છે.

શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 14, શ્લોક 24.

प्रियो हि... = મને તત્ત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું ને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે, શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 7, શ્લોક 17.

આદર = શરૂઆત, આરંભ

अनेक जन्म = જુઓ ગ. પ્ર. પ્ર. વ. 15નું વિવરણ

નરકચોરાશી = પાપની સજા ભોગવવાના લોક તે નરક ને ચોરાશી લાખ જાતની યોનિઓમાં ફરી ફરીને જન્મ થવો તે ચોરાશી.

ગલિતાર્થ = નિચોડ, અર્ક, સમજવા યોગ્ય અર્થ

વચનામૃત - 2

સંવત 1878 શ્રાવણ સુદિ - 3 = તા.1-8-1821, ગુરુવાર

કરાર = દુઃખની શાંતિ, સાતા, રોગથી છુટકારો, આરામ

સેર્ય = ધારા, જમીનની અંદરના ઝરણાની ધાર, સરવાણી

ઠેલી રાખે = રોકી રાખવું

ઠાલો થાય = ખાલી થવું

વચનામૃત - 3

સંવત 1878 શ્રાવણ સુદિ - 4 = તા.2-8-1821, શુક્રવાર

રસિક માર્ગ = ભગવાન સાથે રસપૂર્વક મોજ - વિલાસ કર્યા હોય તેવો ભાવવાળો ભક્તિ માર્ગ

લેશમાત્ર = સહેજ પણ

अन्य क्षेत्रे... = જુઓ ગ. પ્ર. પ્ર. વ. 1નું વિવરણ

વચનામૃત - 4

સંવત 1878 શ્રાવણ સુદિ - 5 = તા.3-8-1821, શનિવાર

ઓછપ = ઉણપ, ઓછાપણું

વિષયનો લીધો લેવાય છે = ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં મોહ પામી જાય છે ને વિષય ભોગવવા માંડે છે

વચનામૃત - 5

સંવત 1878 શ્રાવણ સુદિ - 7 = તા.5-8-1821, સોમવાર

પાજીપલાવની છાયા = હલકા કે દુષ્ટ માણસો કે તેમને ચડાવનારાની સંગત- સોબત - અસરમાં આવી જવું.

વચનામૃત - 6

સંવત 1878 શ્રાવણ સુદિ-8 = તા.6-8-1821, મંગળવાર

યવન = મ્લેચ્છ જાતિના

વિધિ-નિષેધ = શાસ્ત્રની આજ્ઞા ને મનાઈ, અમુક કરવા - ન કરવા વિશેની શાસ્ત્રની આજ્ઞા

પ્રતિપાદન = સ્થાપન કરેલું, સમર્થન કરેલું, માન્ય કરેલું

વચનામૃત - 7

સંવત 1878 શ્રાવણ સુદિ - 11 = તા.9-8-1821, શુક્રવાર

વચનામૃત - 8

સંવત 1878 શ્રાવણ સુદિ - 12 = તા.10-8-1821, શનિવાર

નાડિજંઘ = એ નામનો એક દાનવ

ઢોર લાંધણ = ઢોરને ઘરધણી કાંઈ નીરે નહિ અને ભૂખ્યું પડ્યું રહે તે પ્રકારની ભૂખ્યા પડી રહેવાની સ્થિતિ. સમજ્યા વિનાની લાંધણ

अनेक जन्म... = જુઓ ગ. પ્ર. પ્ર. વ. 15નું વિવરણ

ममैवांशो जीवलोके = અર્થ એ શ્લોક પછી આપેલ જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 15, શ્લોક 7.

વચનામૃત - 9

સંવત 1878 શ્રાવણ સુદિ - 14 = તા.12-8-1821, સોમવાર

सर्वधर्मान्... = અર્થ આપેલ જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 18, શ્લોક 66.

स्वल्पमप्यस्य... = અર્થ આપેલ જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા અધ્યાય 2, શ્લોક 40.

न भूतो न भविष्यति = નથી ભૂતકાળમાં સાંભળી, ન ભવિષ્યમાં સાંભળીશું.

મૂર્તિમાન વાર્તા = સાક્ષાત્, નક્કર-કોંક્રિટ વાત

એકડમલ = સાધુને જોડમાં (બે જણાએ જોડે) ચાલવા- રહેવાની આજ્ઞા છે, તેને બદલે એકલો રહે-ચાલે તે એકડમલ.

વચનામૃત - 10

સંવત 1878 શ્રાવણ વદિ - 3 = તા.16-8-1821, શુક્રવાર

અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ = તેની સમજ તે વચનામૃત -માં તરત જ આપેલ છે

ખાંડવ વન = દિલ્હીની દક્ષિણ દિશાએ પ્રાચીન ઇંદ્રપ્રસ્થ આસપાસનું એક વન (જંગલ), જે બાળી નાખ્યા પછી ત્યાં પાંડવો માટે ઇંદ્રપ્રસ્થ નામનું નગર વસાવ્યું હતું.

અગ્નિને અર્જીણ થયું હતું = પોતાની શક્તિ અન્ય સૌના કરતાં વિશેષ માનવા લાગ્યા હતા ત્યારે.

ટીંખળ = અટકચાળા

जन्मकर्म = અર્થ આપેલ જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 4, શ્લોક 9.

વચનામૃત - 11

સંવત 1878 શ્રાવણ વદિ - 5 = તા.18-8-1821, રવિવાર

आमयो येन... = હે સુવ્રત, જેમ (ધી આદિક અતિ ભક્ષણ કરવાથી) જેનાથી જે રોગ થાય છે, તે જ પદાર્થ (દા. ત. તામ્રભસ્મમાં વાપરેલું ઘી) દવા-ઔષધરૂપે અપાય ત્યારે તે રોગને મટાડે છે. તેમ મનુષ્યની સર્વ ક્રિયાઓ સંસૃતિનું કારણ છે, પરંતુ તે જ ક્રિયાઓ જો ભગવાનની ભક્તિરૂપે કરેલી હોય તો તે જ મોક્ષદાયી થાય છે. શ્રીમદ્ ભાગવત્ પ્રથમ સ્કંધ, અધ્યાય 5, શ્લોક 33-34.

कर्मण्यकर्म... = અર્થ તેમાં આપેલ જ છે.

શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 4, શ્લોક 18.

વચનામૃત - 12

સંવત 1878 શ્રાવણ વદિ - 6 = તા.19-8-1821, સોમવાર

નાદાર = દેવાળિયું, હિંમત ગુમાવી બેઠેલું

વચનામૃત - 13

સંવત 1878 શ્રાવણ વદિ - 30 = તા.27-8-1821, મંગળવાર

સોનામહોરની વાંસળી કેડે બાંધવી = જૂના જમાનામાં નાણાં વ્યવહારમાં નોટનું ચલણ ન હતું, સોનાના સિક્કા - સોનામહોરનું ચલણ હતું. બહારગામ જવું હોય ત્યારે સોનામહોરની ગોળાઈ જેટલી ગોળાઈ વાળી કપડાની કોથળી (જેને 'વાંસળી' કહેતા)માં તે સોનામહોર મૂકી કેડે બાંધી જતા, જેથી, સાચવવી ઉંચકવી સહેલી પડે.

પૂંછલેલ ઢોર = પૂંછડેથી ઉપાડવું પડે એવું નબળું ઢોર

કાગદી લીંબુ = લીંબુની એક સારી રસવાળી, પાતળી છાલવાળી જાત

न तद्भासयते... = જે ધામને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશ કરી શકતા નથી. જે ધામને પામીને પુનરાવૃત્તિને પામતા નથી (પાછા સંસારમાં આવવું પડતું નથી) તે મારું પરમધામ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 5, શ્લોક 6.

વચનામૃત - 14

સંવત 1878 ભાદરવા સુદિ - 1 = તા.28-8-1821, બુધવાર

નિરુત્થાનપણે = જેમાં કોઈ સંશય - સંકલ્પ ઊભો જ ન થતો હોય તે રીતે.

વચનામૃત - 15

સંવત 1878 ભાદરવા સુદિ - 2 = તા.29-8-1821, ગુરુવાર

છાયામાં દબાય નહિ = કોઈની અસર નીચે ન આવે, કોઈનાથી અંજાઈ જાય નહિ.

કોણેય = કોઈનાથી ય

વચનામૃત - 16

સંવત 1878 ભાદરવા સુદિ - 10 = તા.7-9-1821, શનિવાર

બકતરરૂપ = સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક સાધન તે બખ્તર, કવચ, વર્મ - તે રૂપ

ઠા રહે નહિ = મનનું ઠેકાણું - સ્થિરપણું ન રહેવું.

કરી = ચરી, પરહેજી, માંદગીમાં ખાવા-પીવા ઉપરની મર્યાદા

अनेक जन्म... = જુઓ ગ. પ્ર. પ્ર. વ. 15નું વિવરણ

श्रध्धावान्... = અર્થ આપેલો જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 4, શ્લોક 39.

વચનામૃત - 17

સંવત 1878 આસો વદિ - 11 = તા.21-10-1821, સોમવાર

ચૂંથણું = નિરર્થક છણાવટ, ચર્ચા

सर्वधर्मान... = જુઓ ગ. મ. પ્ર. વ. 9નું વિવરણ, ગ. પ્ર. પ્ર. વ. 47નું વિવરણ

રાસ પંચાધ્યાયી = શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં વર્ણવેલ શ્રીકૃષ્ણ ભગવાનના રાસનું વર્ણન કે જે પાંચ અધ્યાયોમાં વર્ણવેલ છે.

વચનામૃત - 18

સંવત 1878 માગશર વદિ - 6 = તા.14-12-1821, શનિવાર

ભગવાનની કોરનો = ભગવાન તરફનો, ભગવાન માટેનો

વચનામૃત - 19

સંવત 1878 માગશર વદિ - 14 = તા.23-12-1821, સોમવાર

વચનામૃત - 20

સંવત 1878 પોષ વદિ - 14 = તા.22-1-1822, બુધવાર

या निशा सर्व... = જુઓ ગ. પ્ર. પ્ર. વ. 50નું વિવરણ.

વચનામૃત - 21

સંવત 1878 ફાગણ સુદિ - 15 = તા.7-3-1822, શુક્રવાર

કંઠદેશ = માણસ ઊંઘી ગયો હોય ત્યારે તેના પ્રાણ કંઠમાં સ્થિર થાય તો તેને સ્વપ્ન આવે, ને સ્વપ્નમાં અનંત જાતની સૃષ્ટિ દેખાય. કંઠમાં વિશુદ્ધ ચક્ર આવેલું છે.

શિશુમાર ચક્ર = આકાશમાં ઉત્તર ધ્રૂવનો તારો દેખાય છે તે તારા સહિત સાત તારાનો સમૂહ છે (જે નાના સપ્તર્ષિ તરીકે ઓળખાય છે) તે. તે તારાનો સમૂહ ધ્રૂવના તારાને કેન્દ્રમાં રાખીને ફરે છે.

વચનામૃત - 22

સંવત 1878 ફાગણ વદિ - 10 = તા.19-3-1822, મંગળવાર

કરડાં વર્તમાન = જે પાળવા અઘરાં પડે તેવા નિયમો

બ્રાહ્મણોની ચોરાશી = બ્રાહ્મણોની 84 જ્ઞાતિઓને એટલે સમસ્ત બ્રાહ્મણોને જમાડવા.

ગણેશધોળકાની રાયણો = ધોળકાથી બગોદરાની વચ્ચે કોઠ ગામની નજીક ગણપતિના સ્થાનની જગ્યા છે. જે ગણેશધોળકા નામે ઓળખાય છે, તેની પાસે તે સમયમાં રાયણના ઝાડ ઘણાં હતાં ત્યાં. (હાલ તો ત્યાં ખેતર છે, ને આ જગ્યાએ પ્રસાદીરૂપે સ્મૃતિચિહ્ન રૂપે છત્રી કરી ચરણારવિંદ પધરાવેલા છે.)

વચનામૃત - 23

સંવત 1878 જેષ્ઠ સુદિ - 11 = તા.31-5-1822, શનિવાર

લૂક = ઉનાળાની ગરમ હવાની અસર

હિમ = શિયાળાની અતિશય ઠંડીમાં વનસ્પતિ બાળી નાખે તેવો ઠાર કે ઓસ.

વચનામૃત - 24

સંવત 1879 શ્રાવણ સુદિ - 8 = તા.26-7-1822, શનિવાર

સિધ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા = દેવના અંશરૂપ જુદી જુદી જાતિઓ - કક્ષાઓ

વચનામૃત - 25

સંવત 1879 શ્રાવણ વદિ - 6 = તા.8-8-1822, શુક્રવાર

ટેલ-ચાકરી = સેવા - ચાકરી (બદલાની આશા વિનાની)

પિતરાઈ દાવો = પોતાનો હક્ક, મિલકત - સંપત્તિ મેળવવા માટે પિતરાઈ ભાઈઓમાં થતો દાવો.

બરોબરિયાપણું = સરખે - સરખાપણું

વચનામૃત - 26

સંવત 1879 માગશર સુદિ - 11 = તા.29-8-1822, ગુરુવાર

વચનામૃત - 27

સંવત 1879 કાર્તિક સુદિ - 11 = 25-11-1822, મંગળવાર

દુબાણો હોય = તેને દુઃખ થયું હોય

દુખ્યો = દુઃખ લગાડ્યું, દુખવ્યો

વચનામૃત - 28

સંવત 1879 ફાગણ સુદિ - 2 = તા.13-2-1823, શુક્રવાર

વચનામૃત - 29

સંવત 1879 ફાગણ સુદિ - 8 = તા.18-2-1823, બુધવાર

અવરાઈ ગયો હોય = ઘેરી લેવું, વીંટી વળવું, ઢાંકી દેવું, છાઈ દેવું - તે.

વચનામૃત - 30

સંવત 1879 દ્વિતીય ચૈત્ર સુદિ - 9 = તા.19-4-1823, રવિવાર

વચનામૃત - 31

સંવત 1880 શ્રાવણ સુદિ - 4 = તા.10-8-1823, સોમવાર

વ્યષ્ટિ પુરુષ = સમષ્ટિ - સૃષ્ટિને વિષેના કોઈ પણ પુરુષ

વચનામૃત - 32

સંવત 1880 શ્રાવણ સુદિ - 5 = તા.18-8-1823, મંગળવાર

પાલવવું = પલ્લવિત થવું, નવાં કૂંપળ આવવાં, વધવું

વચનામૃત - 33

સંવત 1880 શ્રાવણ વદિ-13 = તા.3-9-1823, ગુરુવાર

કોણેય = કોઈએ પણ

ધૂંસરી, ઊધ્ય, માંચડો = ગાડાંના જુદા જુદા ભાગ.

બળદની કાંધ ઉપર ગાડું ખેંચવા બંધાતું લાકડું તે ધૂંસરી, ગામમાં માણસ બેસે છે કે માલ મૂકવામાં આવે છે, તે જગ્યા તે ઓછાડ. ઓછાડની આગળનાં બહાર તાણેલાં બે લાકડાં તે ઊધ્ય, ગાડાંની ધરી ઉપરનો કાંઠલો તે માંચડો, વગેરે.

મોકળી = સ્વતંત્ર, છૂટું

વચનામૃત - 34

સંવત 1880 ભાદરવા સુદિ - 1 = તા.5-9-1823, શનિવાર

વચનામૃત - 35

સંવત 1880 ભાદરવા સુદિ - 11 = તા.16-9-1823, બુધવાર

વચનામૃત - 36

સંવત 1880 ભાદરવા સુદિ - 15 = તા.20-9-1823, રવિવાર

પુત્રકળત્રાદિક = પુત્ર અને સ્ત્રી, વગેરે

વચનામૃત - 37

સંવત 1880 ભાદરવા વદિ - 1 = તા.21-9-1823, સોમવાર

વચનામૃત - 38

સંવત 1880 ભાદરવા વદિ - 6 = તા.26-9-1823, શનિવાર

વચનામૃત - 39

સંવત 1880 ભાદરવા વદિ - 10 = તા.29-9-1823, મંગળવાર

સુવાણ = સોબતનો આનંદ

परिनिष्ठितोऽपि... = જુઓ પંચાળા પ્ર. વ. 2નું વિવરણ

વચનામૃત - 40

સંવત 1880 આસો વદિ - 3 = તા.22-10-1823, ગુરુવાર

વચનામૃત - 41

સંવત 1880 કાર્તિક વદિ - 11 = તા.28-11-1823, શનિવાર

વચનામૃત - 42

સંવત 1880 માગશર વદિ - 12 = તા.29-12-1823, મંગળવાર

દશે દિશું કળાય છે = દશે ય દિશાઓ (ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, નૈઋત્ય, અગ્નિ, ઈશાન, ઉપર ને નીચે) જોવામાં આવે છે.

અષ્ટાવરણ = આઠ આવરણ (પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ, પ્રકૃતિ - એમ આઠ આવરણ છે.)

વચનામૃત - 43

સંવત 1880 પોષ સુદિ - 4 = તા.5-1-1824, મંગળવાર

અયોધ્યાવાસીને ઘેર = રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈ ગઢડામાં જે જગ્યાએ ઉતર્યા હતા તે ઘરે.

સત્તારૂપે = પોતે આત્મા છે તેવા આત્મભાવે - આત્મસત્તારૂપે

શૂન્ય સમતા = ભગવાનના સ્વરૂપના સુખ સિવાય કોઈ પણ જાતની ઇચ્છા - ઘાટ - સંકલ્પ જેને વર્તતા નથી તેવા, કેવળ આત્મસત્તારૂપે રહેલા.

સજાતિ = એ જ વર્ગનું - સમૂહનું.

વિજાતિ = ભિન્ન, અલગ

વચનામૃત - 44

સંવત 1880 પોષ સુદિ - 8 = તા.9-1-1824, શનિવાર

મોરે = અગાઉ, પહેલાં, મોખરે

કાળનેમી = એ નામનો એક દાનવ

વચનામૃત - 45

સંવત 1880 પોષ વદિ - 1 = તા.17-1-1824, રવિવાર

અયોધ્યાવાસી = જુઓ ગ. મ. પ્ર. વ. 43નું વિવરણ

પાળા = પાર્ષદ, સફેદ લૂગડાંધારી ત્યાગી, જે સ્ત્રી સંગાથે બોલી શકે ને દ્રવ્યની લેવડ-દેવડ કરી શકે.

દશ ઇંદ્રિયો, દશ પ્રાણ = જુઓ ગ. પ્ર. પ્ર. વ. 12નું વિવરણ

મધ્યલોક = મૃત્યુલોક

અધોગતિ = પાતાળ

વચનામૃત - 46

સંવત 1880 પોષ વદિ - 11 = તા.26-1-1824, મંગળવાર

હાણ્ય-વૃદ્ધિ = હાણ્ય એટલે નુકસાન, હાનિ, વૃદ્ધિ એ પ્રગતિ - વિકાસ, ચડતી, અભ્યુદય

ખરખરો = શોક

યક્ષ = દેવયોનીના પુરુષ, કુબેરના અનુચરોનો વર્ગ, ઉપદેવ

વચનામૃત - 47

સંવત 1880 મહા વદિ - 10 = તા.24-2-1824, બુધવાર

ઝાડે ફરવા ગયા = મળત્યાગ કરવા ગયા

પાયખાનુ = સંડાસ, પાયખાનામાં મળને એકઠો થવા દેવામાં આવે છે

વચનામૃત - 48

સંવત 1880 મહા વદિ - 14 = તા.28-2-1824, રવિવાર

વચનામૃત - 49

સંવત 1880 ફાગણ સુદિ - 2 = તા.1-3-1824, મંગળવાર

કલ્પ = ચાર અબજ ને બત્રીસ કરોડ વર્ષનો સમયગાળો, બ્રહ્માનો દિવસ (ને તેવડી જ લાંબી રાત્રી)

આધુનિક = (ખોટી સમજણવાળા) (સાચો - સનાતન, અભિપ્રાય ન જાણનારા), હાલના, હમણાંના સમયના, અર્વાચીન

વચનામૃત - 50

સંવત 1880 ચૈત્ર વદિ - 2 = તા.15-4-1824, શુક્રવાર

જગતની કોરનો = જગત તરફનો, જગત પરત્વેનો.

વચનામૃત - 51

સંવત 1880 ચૈત્ર વદિ - 9 = તા.22-4-1824, શુક્રવાર

વચનામૃત - 52

સંવત 1880 ચૈત્ર વદિ - 11 = તા.24-4-1824, રવિવાર

ચાળે ચડી જવું નહિ = અન્ય કોઈ કરતું હોય તે પ્રમાણે, સમજણ વિના, નકલ કરવા માંડવી નહિ.

વચનામૃત - 53

સંવત 1880 વૈશાખ સુદિ - 5 = તા.3-5-1824, મંગળવાર

વચનામૃત - 54

સંવત 1880 જેષ્ઠ સુદિ - 7 = તા.3-6-1824, શુક્રવાર

यस्यात्मबुद्धिः... = આનો અર્થ રહસ્યાર્થમાં આપેલ છે. શ્રીમદ્ ભાગવત્ દશમ્ સ્કંધ, અધ્યાય 84, શ્લોક 13.

વચનામૃત - 55

સંવત 1880 જેષ્ઠ સુદિ - 11 = તા.7-6-1824, મંગળવાર

નવાનગરનું મોળિયું = જામનગર પાસેના નવાનગર ગામમાં બનાવેલું કસબી કપડું.

મુવાળા = વાળ, કેશ

એકપાડમાં = એક જગ્યાએ

સાડા સોળવલું કંચન = અણિશુદ્ધ સોનું, જુઓ ગ. પ્ર. પ્ર. વ. 56નું વિવરણ

પારસી કરીને = બીજાને સમજ ન પડે તેવી સાંકેતિક શબ્દોમાં થતી વાતચીત

તાવી તાવીને = તપાવી ગરમ કરીને

ગાળીને કાઢી નાખવું = ભેગ ભળેલો હોય તે કાઢી શુદ્ધ કરી તારવવું.

વચનામૃત - 56

સંવત 1881 અષાઢ સુદિ - 5 = તા.1-7-1824, શુક્રવાર

સુધુ નકારું = સાવ નકામું, નિરર્થક, ખપમાં ન આવે તેવું.

વચનામૃત - 57

સંવત 1881 અષાઢ સુદિ 6 = તા.2-7-1824, શનિવાર

વૃથા ભ્રાંતિ = વ્યર્થ, મિથ્યા ભ્રમણા - આભાસ

પાસંગ = ત્રાજવાના બંને પાસાં સરખાં રાખવા માટે એક બાજુ મૂકાતું વજન, ધડો. નહીવત્ વજન

મિનડિયો = ઢોંગી, બિલાડીની પેઠે એકી ટસે ધ્યાનમાં બેસી, વખત આવ્યે ઉંદર મારનારની જેવો.

ગાંઠે ધન = પોતાના કબજામાં રહેલું પોતાની માલિકીનું ધન, પોતે કપડાંમાં મૂકીને ગાંઠ મારી પોતાની પાસે રાખેલું ધન

વચનામૃત - 58

સંવત 1881 શ્રાવણ સુદિ - 4 = તા.29-7-1824, શુક્રવાર

પુષ્ટિ = પોષણ, સમર્થન, ઉત્તેજન

ભાષા = બોલાતી ભાષા પ્રાકૃત ભાષા, લોક સામાન્યમાં સંસ્કૃત ભાષા સિવાયની વપરાતી દેશ - ભાષા.

વચનામૃત - 59

સંવત 1881 શ્રાવણ સુદિ - 12 = તા.6-8-1824, શનિવાર

આંટી = વાંધો, અંટસ, ગાંઠ પડી જાય તેવી ગૂંચવણ

વચનામૃત - 60

સંવત 1881 શ્રાવણ વદિ - 4 = તા.13-8-1824, શનિવાર

ડંસ બેસવો = મન ઉપર અસર થઈ જવી.

પોતાની સારપ રાખવા સારુ = પોતે સારો છે એવું દેખાડવા માટે.

ડારો કર્યો = ડરાવવા પ્રયત્ન કર્યો.

દુબે = દુઃખવે, દુઃખી કરે

વચનામૃત - 61

સંવત 1881 શ્રાવણ વદિ - 7 = તા.17-8-1824, બુધવાર

વાંસે બેસે = પછવાડે, પાછળ બેસે

સતી = ભગવાન શંકરના પત્ની ઉમા, જે ફરી હિમાલયના પુત્રી પાર્વતી નામે થયાં.

વચનામૃત - 62

સંવત 1881 માગશર સુદિ - 2 = તા.22-11-1824, મંગળવાર

સંસારની વિટમણા = સંસાર વ્યવહારની માથાફોડ, માથાકૂટ, મુશ્કેલી, હરકત, સંતાપ

ઇંદ્રિયોના ગોલક = ઇંદ્રિયોને રહેવાનું સ્થાન, ઇંદ્રિયોનું અધિષ્ઠાન

વાસનાલિંગ દેહ = સૂક્ષ્મ ને કારણ શરીર

લક્ષાવધિ = અનેક, ભારે મોટી સંખ્યામાં, અસંખ્ય

વચનામૃત - 63

સંવત 1881 માગશર વદિ - 2 = તા.8-12-1824, ગુરુવાર

અગણોતેરાની સાલ = સંવત 1869નું વર્ષ

વચનામૃત - 64

સંવત 1881 પોષ સુદિ - 7 = તા.27-12-1824, મંગળવાર

માયાના ઉદરમાં જીવ = જેનું સર્જન હજી થયું નથી તેવા જગતમાં આવનારા જીવો માયાના ગર્ભમાં પડી રહ્યા હોય છે તે.

યોગમાયા = ભગવાનની વિશિષ્ટ શક્તિ જે જગતના સર્જનના કામમાં લાગે છે.

છળિયા = છળ કરનારા

પ્રશ્નનું સમાધાન = પ્રશ્નની પતાવટ, કોઈ પ્રશ્નનો તર્કથી સિદ્ધાંતને અનુકૂળ અર્થ કાઢી પ્રશ્ન નિપટાવવો.

વચનામૃત - 65

સંવત 1881 પોષ સુદિ - 11 = તા.1-1-1825, રવિવાર

અખતરડાયા = દોઢ ડાહ્યા, શબ્દના અર્થને અવળા લઈ પોતાની જાતને ડાહ્યા માનનારા.

ભોજન - વ્યંજન = મિઠાઈ - શાકભાજી વગેરે

લવણ = મીઠું, નમક, લૂણ, ખારાશ

વચનામૃત - 66

સંવત 1881 પોષ વદિ - 1 = તા.5-1-1825, ગુરુવાર

ચમક પાણ = લોહચુંબક

સાઈદી = સાક્ષી, સાહેદી, નજરે જોનાર તરીકેની જુબાની

મુંમાં = મારામાં

વચનામૃત - 67

સંવત 1881 મહા વદિ - 3 = તા.6-2-1825, સોમવાર

મું જેવા = મારા જેવા.