૬. પંચાળા પ્રકરણ
વચનામૃત - 1
સંવત 1877 ફાગણ સુદિ- 4 = તા.7-3-1821, ગુરુવાર.
પંચાળા = સૌરાષ્ટ્ર વિસ્તારમાં જૂનાગઢથી દક્ષિણે આશરે 70 કિલોમીટરને અંતરે આવેલું ગામ. ત્યાંના દરબાર ઝીણાભાઈ (હેમંતસિંહ) શ્રીજીમહારાજના અનન્ય સેવક હતા.
ફેંટાનો પેચ = પાઘડીનો આંટો.
શાહુકાર = ધનિક
સડતાળાનાં રાંક = 1847ની સંવતમાં પડેલા દુકાળના ગરીબ.
પીંપરની ટેટી = પીપળાના જેવા પીપરના ઝાડની પેપડીઓ.
બ્રહસ્પતિ = દેવોના ગુરુ
વચનામૃત - 2
સંવત 1877 ફાગણ સુદિ- 7 = તા.10-3-1821, રવિવાર.
મોક્ષધર્મનું પુસ્તક = એક શાસ્ત્રગ્રંથ.
અવાંતર = અંદર, ભાગરૂપે.
વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ = જુઓ રહસ્યાર્થ પ્રશ્નોત્તર 1.
વ્યષ્ટિ દેહ = વ્યક્તિગત દેહ.
તદાત્મકપણા = તેના એકાત્મપણાને, તદ્રુપપણે તદાકાર.
यतो वाचो...= જુઓ કા.પ્ર.વ.1નું વિવરણ.
सर्वं खलु इदं ब्रह्म...= આ સર્વ જગત બ્રહ્મ-બ્રહ્માત્મક છે. છાંદોગ્ય ઉપનિષદ, અ.રૂ.ખં. 14-1 જુઓ.
ગ.પ્ર.પ્ર.વ.71નું વિવરણ
नेह नानास्ति किंचन...= આ જગતમાં કોઈ પણ ભિન્ન (નાના) નથી સર્વ જગત બ્રહ્માત્મક છે. બૃહદારણ્ય ઉપનિષદ, અ.4, બ્રા.4, વા.10.
इदं हि विश्वं भगवानिवेतरा...= ભગવાન થકી જગતની ઉત્પત્તિ આદિક થાય છે માટે જગત ભગવાન છે એમ કહેવાય છે, પણ ખરેખર તો ભગવાન વિશ્વથી વિલક્ષણ છે. શ્રીમદ્ ભાગવત, પ્રથમ અધ્યાય-5, શ્લોક 20.
અચ્યુત, નિરંશ, નિર્વિકાર = જુઓ રહસ્યાર્થપ્રશ્નોત્તર 2
વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધ = જુઓ રહસ્યાર્થ પ્રશ્નોત્તર 3.
વ્યતિરિક્ત = અલગ, જુદા.
बह्मभूत प्रसन्नात्मा...= જુઓ લો.પ્ર.વ.7નું વિવરણ.
आत्मारामाश्च मुनयो...= સ્વરૂપને વિશે રમતાં અને જેમના હૃદયની ગ્રંથિઓ નાશ પામી છે એવા મુનિઓ ભગવાનને વિશે ફળનું અનુસંધાન રહિત નિષ્કામ ભક્તિ કરે છે. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ, અધ્યાય-7, શ્લોક 10.
परिनिष्ठितोडपि नैर्गुण्ये...= હે રાજર્ષે! ત્રિગુણાતીત અક્ષરબ્રહ્મને વિશે આત્માના એકપણાના ભાવથી રહેલો જે હું તે ક્ષર-અક્ષર પુરુષથી શ્રેષ્ઠ કીર્તિવાળા શ્રીકૃષ્ણ તેમના ચરિત્રરૂપી લીલાથી આકર્ષણ થઈ ગયું છે. ચિત્ત જેનું એવો સતો આ શ્રીમદ્ ભાગવતને ભણ્યો. શ્રીમદ્ ભાગવત, દ્વિતીય સ્કંધ, અધ્યાય 1, શ્લોક 9.
વચનામૃત - 3
સંવત 1877 ફાગણ સુદિ- 8 = તા.11-3-1821, સોમવાર.
ચોજાળી = બહુ તર્ક-દલીલ-પ્રશ્ન કરે તેવી.
સાંબ = શ્રીકૃષ્ણ ભગવાનનો જાંબુવતીથી થયેલો પુત્ર.
ખૂંતીને = ખૂંચીને, ખૂંપીને.
સંપત્તિ = સમૃદ્ધિ, ગુણોનો ઉત્કર્ષ, ઐશ્વર્ય.
नैगुण्यस्था रमन्ते = નિર્ગુણ થયેલા મુક્તો પણ ભગવાનના ગુણનું કથન કરવું તેને વિશે રમ્યા કરે છે. શ્રીમદ્ ભાગવત્, દ્વિતીય સ્કંધ, અધ્યાય 1, શ્લોક 7.
परिनिष्ठितोडपि = જુઓ પં.પ્ર.વ.2નું વિવરણ.
ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ = શરીર ને શરીરી એવો આત્મા.
तेषां-ज्ञानी = ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે કેમ કે તે મારે વિશે જ સર્વથા જોડાયેલો છે ને એક મારે વિશે જ ભક્તિવાળો છે. જ્ઞાનીને હું જેટલો પ્રિય છું ને મને જ્ઞાની જેટલો પ્રિય છે તે કહી શકાતું નથી. બીજા ત્રણ પ્રકારના ભક્તો ઉદાર (ઉદાત્ત) છે, પણ જ્ઞાની તો મારો આત્મા એટલે આત્મવત્ પ્રિય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય 7, શ્લોક 17-18. જુઓ. લો.પ્ર.વ.7
વચનામૃત - 4
સંવત 1877 ફાગણ વદિ-3 = તા.21-3-1821, ગુરુવાર.
અગોચર = ઇંદ્રિયથી જાણી ન શકાય તેવું, ઇંદ્રિયાતીત.
સાદૃશ્યપણું = સરખાપણું, મળતાપણું, તુલ્યતા.
अहं वैश्वानरो भूत्वा... = હું વૈશ્વાનરરૂપ જઠરાગ્નિરૂપ) થઈને પ્રાણીઓના દેહને આશરીને રહેલો છું, ને પ્રાણ ને અપાન વાયુ વડે પ્રજ્વલિત થઈ ચાર પ્રકારના અન્નને પચાવું છું. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 15, શ્લોક 14.
સુવાણ = આરામ, સોબતનો આનંદ.
છપાવી રાખવો = છુપાવી રાખવો.
तेवैनरुपेण चतुर्भजेन...= હે સહસ્રમૂર્તિ! હે વિશ્વમૂર્તિ! આપ ચતુર્ભૂજરૂપ ધારણ કરો. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 11, શ્લોક 46. લો. પ્ર. વ. 18.
વચનામૃત - 5
સંવત 1877 ફાગણ વદિ- 8 = તા.27-3-1821, બુધવાર
વચનામૃત - 6
સંવત 1877 ફાગણ વદિ- 9 = તા.28-3-1821, ગુરુવાર.
पश्य मे पार्थ... = જુઓ લો. પ્ર. વ. 7નું વિવરણ
यस्मात् क्षरम्... = જુઓ લો. પ્ર. વ. 7નું વિવરણ
વચનામૃત - 7
સંવત 1877 ફાગણ વદિ- 11 = તા.29-3-1821, શુક્રવાર.
स वेद धातुः... = જે ભક્ત નિષ્કપટ અવિચ્છન્ન એવી અનુવૃત્તિથી ભગવાનના ચરણકમળને ભજે છે તે ભક્ત સર્વાધાર, અપરિમિત, ઐશ્વર્યવાળા, ચક્રપાણિ પરમાત્માની પદવી (માર્ગ)ને જાણે છે. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ, અધ્યાય 3, શ્લોક 38.
अमायया...= માયાએ રહિત એવું ભગવાનનું સ્વરૂપ
जन्माद्यस्य यतः...= આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય જે પરંબ્રહ્મ પરમાત્માથી થાય છે. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ, અધ્યાય 1, શ્લોક 1.
यत्र त्रिसर्गो मृषा...= જ્યાં માયાના ત્રણ ગુણનો સર્ગ ત્રિકાળમાં છે જ નહિ. (ઉપરના શ્લોકનું જ પદ)
धाम्ना स्वेन सदा निरस्त कुहकम...= અર્થ આપેલો છે.
(ઉપરના શ્લોકનો જ ભાગ છે.)
अवजानंति मां मूढा...= જુઓ લો. પ્ર. વ. 18નું વિવરણ
स ईक्षत...= તે જુએ છે, એતરેયોપનિષદ, અ. 1, ખં. 1
पुरुषेणात्म भूतेन...= પુરુષોત્તમ ભગવાને, પુરુષ દ્વારા મહામાયાને વિશે વીર્ય જે ચૈતન્યશક્તિ તે ધારી. શ્રીમદ્ ભાગવત, તૃતીય સ્કંધ, અધ્યાય 5, શ્લોક 26.