અવતાર-અવતારી ભેદનિરૂપણ સ્તુતિ

स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुवि ।

प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्ममासुरात् ॥ 1 ॥

શ્રી સ્વામિનારાયણ ભગવાન જે ભક્તિ-ધર્મના પુત્ર છે અને જેમને અનાદિ શ્રીકૃષ્ણ કહેવામાં આવે છે, તે આ પૃથ્વી પર ભાગવત્ ધર્મનું અસુરગણ થકી રક્ષણ કરવા માટે પ્રકટ થયા છે તેમને હું વંદન કરું છું. 1

श्रीस्वामिनारायणमादिदेवं स्वकीयतेज:स्थितदिव्यरूपं ।

मुक्ताश्रयं श्रीपुरुषोत्तमं तं वंदे परब्रह्म सनातनं च ॥ 2 ॥

શ્રી સ્વામિનારાયણ ભગવાન જે આદિદેવ છે; અધોઊર્ધ્વ પ્રમાણે રહિત એવા પોતાના તેજમાં દિવ્ય સ્વરૂપે વિરાજમાન છે અને જેમનો મુક્તગણ આશ્રય કરે છે, એવા સનાતન, પરબ્રહ્મ પુરુષોત્તમ એમનું હું વંદન કરું છું. 2.

* * *

સર્વ અવતારના કારણ અવતારી શ્રી સ્વામિનારાયણ એ એક જ ભગવાન છે; તેમને કોઈના અવતાર કહેવાય જ નહિ; અવતારોમાં તો નાના-મોટા એવું તારતમ્ય છે. પરંતુ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તો એક જ ને અદ્વિતીય છે. તે જુઓ :-