સર્વોત્કૃષ્ટ ગ્રંથ
પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની તેજના પ્રવાહરૂપ દિવ્ય પરાવાણી 'વચનામૃત' અનંત મુમુક્ષુ જીવોને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું માહાત્મ્યજ્ઞાન, ધ્યાન, ઉપાસના તેના સ્વરૂપને સમજાવીને અજ્ઞાનરૂપ અંધકારનો લય કરી આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે અને શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના આનંદનો અનુભવ કરાવે છે. વેદ, વેદાંત, ઉપનિષદ, સાંખ્ય, યોગ, ગીતાભાષ્ય, વ્યાસસૂત્ર આદિ આધ્યાત્મિક ગ્રંથોના સારરૂપ આ વચનામૃત અદ્વિતિય અને સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. જે સ્ત્રી-પુરુષ વચનામૃતનું જ્ઞાન લક્ષ્યાર્થ કરે છે તેઓના દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવમાં રહેલા પંચવિષયના રાગ તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દોષ માત્ર નિવૃત્તિ પામે છે.
- સ. ગુ. મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજી