૨૦ - નિયમ તથા આજ્ઞા
ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૩૪, ૬૯)
જેટલું શ્રીજીમહારાજનું વચન લોપાય તેટલો કલેશ થાય છે, માટે શ્રીજીમહારાજે ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાની અને ગૃહસ્થને પર સ્ત્રીનો ત્યાગ રાખવાની કરેલી આજ્ઞામાં ફેર પાડે તો કલેશ થાય છે અને શ્રીજીમહારાજની આજ્ઞા પાળે તો સુખ થાય છે. (૩૪)
શાંત સ્વભાવે વર્તવું તે સાધુનો ધર્મ છે ને સાધુએ મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંછવું નહિ અને કોઈ વાતનો અહંકાર રાખવો નહિ ને સર્વના દાસાનુદાસ થઈને રહેવું જોઈએ. (૬૯)
કારિયાણી પ્રકરણમ્ (૩)
ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઇચ્છા રાખે તે મૂર્ખ છે. (૩)
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૧૬, ૫૧)
શ્રીજીમહારાજે બાંધેલા ત્યાગી - ગૃહીના નિયમ પ્રમાણે રહે તો વિષય જીતાય. (૧૬)
શ્રીજીમહારાજે બાંધેલી મર્યાદા પાળે એટલે કે તેમની આજ્ઞામાં રહે તે જ આત્મસત્તારૂપે વર્તે છે ને જે તે મર્યાદા ન પાળે તે ભૂંડા દેશકાળમાં રહ્યો છે એમ જાણવું. (૫૧)
ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૩૪)
શ્રીજીમહારાજે કહેલા પંચવિષયના ત્યાગ સંબંધી નિયમ તથા તેમની નવધા ભક્તિ સંબંધી નિયમમાં સાવધાન થકો વર્તે તો શ્રીજીમહારાજ સંબંધી વાસના વૃદ્ધિ પામતી જાય. જીવને શ્રીજીમહારાજ સન્મુખ કરવા ને તેમને શ્રીજીમહારાજની આજ્ઞા પળાવવા માટે તેના ઉપર ક્રોધ કરવો તે ઠીક છે. (૩૪)