4

0:000:00

મહારાજ અને એમના મહાન અનાદિમુક્તો જ્યારે દયા રાખવાનું કહે તેનો અર્થ સમજવા જેવો છે. આપણે એમને કહીએ કે બાપા! અમારા ઉપર દયા રાખજો. મહારાજ અને એવા અનાદિમુક્તો જ્યારે એમ કહે કે દયા રાખજો ત્યારે એનો અર્થ એ કે શ્રીજીમહારાજના વચનોનું જેમ બાપાશ્રીએ પોતાના વર્તન દ્વારા - પોતાને તો કંઈ કરવાનું હતું જ નહિ છતાં - જે ધર્મ-નિયમેયુક્ત એવું અણીશુદ્ધ વર્તન બતાવ્યું તેવું સદાય રાખજો. તેવી અમારા ઉપર દયા રાખજો એમ કહેવા માગે છે કે જેથી અમારું ઝાંખું ન દેખાય. તો આપણે એમના વચન અદ્ધરથી ઝીલીને પંચવર્તમાનેયુક્ત વર્તી મહારાજની મૂર્તિમાં જોડાઈ અને બધું કામ કરીએ તેવી દયા આપણે ઝીલી લઈએ. દયા રાખવાનો અર્થ એ થાય. આપણે એમ કહેવું જોઈએ કે હે દિવ્યસ્વરૂપ મહારાજના મુક્ત! તમે અમારા ઉપર દયા રાખજો. એનો અર્થ એ છે કે અમે ખૂબ સાવધાન તો રહીશું, પણ અમારામાં અંતરપડદે રહીને અમારું સેવન કરજો કે જેથી ધર્મ-નિયમમાં કે શેમાં ય કોઈ વાંધો આવે નહિ અને મહારાજની મૂર્તિને ન ભૂલાય. આપણે એ દયા રાખવાનું કહેવાનું છે.

એમણે એમ કહ્યું કે અપરાધ કંઈ થઈ ગયો હોય, કોઈને કંઈ કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. એ આપણને એમના દ્વારા શીખવે છે કે જ્યાં સુધી છેવટની સ્થિતિ પમાય નહિ, ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પ પણ થઈ જાય. મનુષ્યભાવ પણ આવી જાય, કોઈને કંઈ કહેવાઈ જાય એવું બને અને પછી પશ્ચાત્તાપ થાય એવું પણ બને. એટલે એવું ન બને એવું દયા રાખવાના અર્થમાં પણ આવે છે. તો આપણે એમના એ શબ્દો અદ્ધરથી ઝીલી લઈએ. આપણે એમને પ્રાર્થના કરીએ કે એવી દયા અમારા ઉપર તમે કરજો. આપણા સ્વભાવ દેખાય, એમાં અમારામાં કંઈ કચાશ હોય તો દૂર થઈ જાય.


સારાંશ

અનાદિમુક્ત જ્યારે આપણને એમ કહે કે દયા રાખજો. તો તેનો અર્થ એ છે કે તેઓ એમ કહે છે કે મહારાજની આજ્ઞા અનુસાર રહેજો. અમારા આશીર્વાદમાં વિશ્વાસ રાખજો. આપણે તેમના વચનો અદ્ધરથી ઝીલીએ તે દયા કરી કહેવાય. અમારાથી એમ રહેવાય, કોઈનો અપરાધ ન થાય, સંકલ્પ-વિકલ્પ ન થાય એવી અમારા પર દયા કરજો. એવી દયા રાખવાનું અનાદિમુક્તને આપણે કહેવાનું.