૩૫. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમણે સ્થાપેલ ધર્મ વિશેના ઉપરોક્ત સમગ્ર અધ્યયન પરથી નીચેની હકીકત સ્પષ્ટ થાય છે

0:000:00

(1) શ્રી સ્વામિનારાયણ સર્વ અવતારોના અવતારી, ક્ષર-અક્ષરથી પર અને સર્વ કારણના પણ કારણ પરબ્રહ્મ પરમાત્મા છે

(2) શ્રી સ્વામિનારાયણ સ્વયં પરાત્પર પરમાત્મા હોઈ, સર્વોત્કૃષ્ટ શાંતિ-સુખની પ્રાપ્તિ માટે, જગતના સર્વ મનુષ્યોને ઉપાસના કરવા યોગ્ય છે.

(3) અવતારોમાં અંશ, કળા, પૂર્ણ, પરિપૂર્ણ, એવું તારતમ્ય છે, છતાં અવતારમાં અવતારીનો આવિર્ભાવ થાય છે; તેથી સ્વાભાવિક રીતે અવતારે આચરેલાં ચરિત્ર તે અવતારીનાં જ છે. એ દૃષ્ટિએ શાસ્ત્રમાં અવતાર-અવતારીના અભેદપણાનાં વચનો પણ જોવા મળે છે.

(4) જગત સમક્ષ આજે વ્યક્તિ અને સમાજ બંનેનું સર્વશ્રેષ્ઠ શ્રેય અને પ્રેય સધાય એવો સરળ છતાં પૂર્ણ માર્ગ શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલો છે.

(5) શ્રી સ્વામિનારાયણ ધર્મ સર્વગ્રાહી, સર્વજીવહિતાવહ અને વિશાળ સર્વદેશીયતા ધરાવતો હોઈ, વિશ્વધર્મ છે એમ હર કોઈને લાગ્યા વિના રહેશે નહિ.

(6) ધર્મની વ્યાખ્યા વિશાળ દૃષ્ટિબિંદુથી થવી જોઈએ. જે ધર્મ માનવને સાચા અર્થમાં માનવ બનાવે તે જ વિશ્વધર્મ છે. આ કથન પ્રસ્તુત ધર્મના સંદર્ભમાં અક્ષરશઃ સત્ય ઠરે છે.

આમ, સર્વહિતકર આ ધર્મ વિશ્વમાં ઉત્તરોઉત્તર વૃદ્ધિ ને વિકાસ પામતો રહે, એવી સર્વોપરી પરાત્પર પરમાત્મા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને પ્રાર્થના સાથે વિરમું છું.