૮. વહેમો અને ભ્રષ્ટાચાર નાબૂદી
0:000:00
એ કાળે ધર્મમાં ઘૂસી ગયેલાં છળ, કપટ, નીતિભ્રષ્ટતા, જડતા, મિથ્યાચાર આદિને નાબૂદ કરવા માટે પંચ વર્તમાનનો સર્વત્ર પ્રચાર કર્યો. હજારો લોકો પાસે પંચ વર્તમાન પળાવીને તેમને દોષરહીત કર્યા.
પોતાની દિવ્ય પ્રભાથી અને ઉપદેશ દેવાની અજબ કળાથી તેમણે લોકોને ભૂતપ્રેત ને મંત્રજંત્રના વહેમો તથા મલિન દેવદેવીઓની ઉપાસનામાંથી છોડાવ્યાં અને એક ભગવાનનો આશ્રય લીધા પછી કોઈથી ડરવું નહિ એવો બોધ કરી તેમને નિર્ભય કર્યાં.