૨૪. ધર્મધુરાની સોંપણી

0:000:00

શ્રી સ્વામિનારાયણે સમગ્ર વિશ્વનું આત્યંતિક કલ્યાણ સદાકાળ સધાતું રહે એવી સર્વાંગ સંપૂર્ણ સંસ્થા સ્થાપી. એ સંસ્થામાં ત્રુટી ન આવી શકે એવું બંધારણ રચ્યું. ધર્મ ને વ્યવહાર બેયને અનુકૂળ થાય એવા સુંદર નિયમો ધડ્યા. તેમણે સ્થાપેલ ઉજ્જ્વલ ધર્મની ધુરા સંભાળી શકે એવા સમર્થ વિદ્વાન અને ચારિત્ર્યવાન આચાર્યોને વહીવટની દેખરેખ અને ધર્મપ્રચારની જવાબદારી સોંપી. તેમને એવો આદેશ આપ્યો કે તેમણે પોતાનો સર્વ વ્યવહાર અગ્રગણ્ય ત્યાગીઓ અને ગૃહસ્થોની સલાહ લઈ કરવો, પણ સ્વતંત્રપણે ન કરવો.

આમ ઓગણપચાસ વર્ષની નાની વયમાં સ્વામિનારાયણે પોતે ધારેલું કાર્ય પૂર્ણ કર્યું.