માનસી પૂજા-૪
સંધ્યા આરતી પછી ચોથી માનસી પૂજા કરવી. મહારાજાધિરાજ શ્રીજીમહારાજ દિવ્યશોભાએ યુક્ત દિવ્ય આસન પર વિરાજ્યા છે. અનંત મુક્તો હાજર છે. હું શ્રીહરિજીની આરતી ઉતારું છું; મુક્તો દર્શન કરે છે. શ્રીજીની મૂર્તિમાંથી અતિશય સુખનાં બિંબ છૂટી રહ્યાં છે. આરતી પછી શ્રીહરિજી સૌને છાતીમાં પોતાનાં ચરણારવિંદ આપે છે, મને પણ આપી ન્યાલ કરે છે ને અતિ રાજી થઈને મળે છે. પછી શ્રીહરિજી વાળુ કરવા બાજોઠ ઉપર બેસે છે. ખીચડી-કઢી-ભાખરી-શાક-દૂધ-ઘી વગેરે નૈવેદ્ય ધરેલાં દિવ્ય ભોજન શ્રીજી જમે છે. પછી ચળુ કરી જળપાન કરી મુખવાસ ગ્રહણ કરી પલંગ ઉપર બિરાજે છે. મુક્તો સૌ શ્રીજીના સુખમાં ગુલતાન છે ને હું પણ તેમાં સુખ લઈ રહ્યો છું એવું અનુભવવું.