મુખવાસ થાળ

લેતા જાઓ રે સાવરિયા બીડી પાનનકી,
પાનનકી રે બીડી પાનનકી.      લેતા.
કાથો ચુનો વારી લવીંગ સોપારી,
એલચી મંગાવું મુલતાનનકી.      લેતા.
એક એક બીડી મોરી સાસુ નણંદકી,
દુસરી બીડી મોરે લાલનકી.      લેતા.
આવો શ્રીહરિ તમને પાટે બેસારું,
બાજી ખેલાવું સારી રેનનકી.      લેતા.
પ્રેમાનંદ કહે આપો પ્રસાદી,
એટલી અરજ તોરે દાસનકી.      લેતા.