રાજભોગ આરતી
રાગ : સારંગ રાજભોગકી કીજે આરતી, શ્રી રાજભોગકી કીજે; નીરખી બદન શ્રીપતીકો સુંદર, જનમ સુફળ કરી લીજે. આરતી. કંચન થાર કપૂરકી બાતી, ઘૃતજુત અનળ પ્રજારી; અગ્ર ધૂપ જુત કરત આરતી, ભઈ શોભા અતિ ભારી. આરતી. ઘનન ઘનન ઘંટા ધુની હોવત, શંખ ઝાલરી વાજે; નોબત બજત મનઉં ઘન ગર્જત, ધ્વનિ સુની ત્રિભોવન ગાજે. આરતી. સોહે નિરાજન જુત શ્રીપતીમુખ, સબ વિધિ શોભા ધામ; મુક્તાનંદ કે' નાથકી છબી પર, વારું કોટીક કામ. આરતી.