પોઢણિયા
રાગ : બિહાગ
પોઢે પ્રભુ સકલ મુનિકે ઘનશ્યામ;
સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતનકે વિશ્રામ. પોઢે.
અક્ષર પર આનંદઘન પ્રભુ, કિયો હે ભૂ પર ઠામ;
જેહી મિલત જન તરત માયા, લહત અક્ષરધામ. પોઢે.
શારદ શેષ મહેશ મહામુનિ, જપત જેહી ગુણનામ;
જાસ પદરજ શીશ ધરી ધરી, હોવત જન નિષ્કામ. પોઢે.
પ્રેમકે પર્યંક પર પ્રભુ, કરત સુખ આરામ;
મુક્તાનંદ નિજ ચરણ ઢિગ ગુન, ગાવત આઠું જામ. પોઢે.
રાગ : ગરબી
પોઢો પોઢો સહજાનંદ સ્વામી,
અંખિયામાં નિંદરા ભરાણી રે. પોઢો.
હાં રે તમે માથેથી પાઘ ઉતારો રે,
પછી તમે બનાતની ટોપી* ધારો રે. પોઢો.
હાં રે તમે જરકસી જામો ઉતારો રે,
પછી હીર કોરી ધોતી ધારો રે. પોઢો.
હાં રે તમે કેડનો પટકો છોડો રે,
પછી શાલ દુશાલા* ઓઢો રે. પોઢો.
હાં રે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી રે,
સખી જોઈ જોઈ આનંદ પામી રે. પોઢો.
* ઉનાળામાં ફૂલની પછેડી એમ બોલવું