શણગાર આરતી
રાગ : બિલાવર કરત સીંગાર આરતી ભોર, કરત સીંગાર આરતી ભોર; વિરહકો તાપ સંતાપ મીટત સબ, નીરખત હરિવર ધર્મકિશોર. કરત. કંચન થાર કપૂરકી બાતી, આરતી ઉતારે ઇન્દ્ર કર જોર; નાચત નભ અપછરા મુદિતમન, દેવ કરત અતિ દુદંભિઘોર. કરત. ભવ બ્રહ્માદિક આયે દરશહિત, જય જય શબ્દ હોત ચહુ કોર; મુક્તાનંદકો નાથ પ્રગટ પ્રભુ, શોભાધામ મદનમદ તોર. કરત.
રાગ : બિભાસ કરત સીંગાર સબહી શોભા નિધિ, નિજજન મનરંજન ઘનશ્યામ; કનક કડાં પોંચી બાજુબંધ, ઉર મનિમાલ ધરી અભિરામ. કરત. કાનમેં મકરાકૃત કુંડલ શીશ, મુગટ ઝળકત છબીધામ; કટિ કિંકની પાય નૂપુર બાજત, ઉર રાજત વૈજંતી દામ. કરત. શોભા ધામ નીરખી હરિવરકું, નિજ મન પાવન વિશ્રામ; મુક્તાનંદ કહે સહજાનંદકી, છબી પર વારું કોટિ કામ. કરત.
ધૂન
'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન (ઉચ્ચ સ્વરે તાળી પાડીને કરવી-- ૫ થી ૧૦ મિનિટ)