માનસી પૂજા-૫
શયનઆરતી પછી છેલ્લી માનસી પૂજા કરવી. શ્રીજીમહારાજ સુંદર કઢેલું દૂધ, બદામની પૂરી, મગજ વગેરે જમી જળપાન કરે છે. ત્યાર બાદ શ્રીહરિજી ગાદલું, ઓશીકાં ને ગાલમશૂરિયાં સહિત સુખશય્યામાં શયન કરીને યોગનિદ્રા અંગીકાર કરે છે. શ્રીહરિજી મારા હૃદયાકાશમાં પ્રેમરૂપ ઢોલિયામાં શયન કરી અક્ષરધામરૂપ મારા આત્મામાં જ અખંડ વિરાજમાન થાય છે, હું એ મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યો છું અથવા સમીપે સેવામાં રહી પગચંપી કરું છું એમ ધારવું. પાંચેય વખતની માનસી પૂજા શ્રીહરિજીના મહિમાપૂર્વક પ્રેમથી અને પ્રત્યક્ષભાવે કરવી. યંત્રવત્ કે શુષ્ક મને ન કરવી. આવી રીતે પ્રેમપૂર્વક માનસી પૂજા કરનારા ઉપર શ્રીહરિજી ખૂબ પ્રસન્ન થાય છે.