મુખવાસ
રાગ : બિલાવર પ્રભાતી લાલ મનોહર લીજીએ, મુખવાસ શ્રીહરિ; ઘનશ્યામ સદા સુખકારી, જાઉં મુખ પર વારી. લાલ. જોઈએ તો લાવું જાયફળ, તજ સુંદર તાજી; આરોગો મારા નાથજી, રસિયા થઈ રાજી. લાલ. લવીંગ સોપારી ને એલચી, કાથો ચુનો મેળાવું; નાગરવેલીના પાનની, કાજુ બીડી બનાવું. લાલ. હરિજન દર્શન કારણે, ઊભા ચહુ પાસ; માવા મુખ તંબોળની, બ્રહ્માનંદને આશ. લાલ.