મંગળાચરણ

મંગળ મૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ; ભક્તિ ધર્મસુત શ્રીહરિ, સમરું સદાય અનુપ. પરમ કૃપાળુ છો તમે, શ્રીહરિ સર્વાધીશ; પ્રથમ તમને પ્રણમું, નામું વારંવાર હું શીશ.