પરિશિષ્ટ-૬ : શબ્દાર્થબોધ
૧
રશ્મિ - કિરણ, તેજની શિખા
આરતભરી - વ્યથાભરી
વિસંવાદ - વિરોધ, પ્રતિકૂળતા
અનુગ્ના - અનુમતિ, પરવાનગી
સોયલી - સુલભ, સરળ
પ્રગાઢ - અત્યંત ગાઢ
બળવંત - બળવાન, ઐશ્વર્યવાન
શીશ - માથું (અહીં 'સર્વસ્વ' એવો અર્થ લેવો.)
દ્વિજકુળ - બ્રાહ્મણકુળ
નૌતમ - નવીન
શાશ્વતગામિની - અનંતકાળ પર્યન્ત ટકે એવી, નિત્ય
આરતભર્યા - વ્યથિત, પીડિત
અભિવ્યક્તિ - પ્રકટીકરણ
રવમાધુર્ય - કાવ્યનું ગર્ભિત સંગીત-માધુર્ય
ગેયતા - કાવ્યનું ગાઈ શકાય તેવું તત્વ
૨
સ્વેષ્ટ - પોતાના પ્રિય, પોતાના ઇષ્ટ
રસાત્મક - રસરૂપ, રસપૂર્ણ
અભિવ્યક્ત - સ્પષ્ટ કરેલું, સ્ફુટ કરેલું
આવિષ્કાર - પ્રગટીકરણ, સાક્ષાત્કાર
દીપ્તિ - પ્રકાશ, કાંતિ, ઝળહળાટ
ફંદ - સંસારનો પાશ, ફાંસો
અક્ષરબ્રહ્મ - અક્ષરધામ (ભગવાન સ્વામિનારાયણનું ધામ)
લહે - પામે
ભવ - મહાદેવ
નિગમ - વેદ, શાસ્ત્રો
કલ્પનાતીત - કલ્પનાથી પરનું
ભાવોર્મિનો આવિષ્કાર - ભાવોર્મિનું પ્રગટીકરણ
પ્રણયસભર દીપ્તિ - પ્રેમની ઉજ્જવલ અભિવ્યક્તિ
અનુભૂતિ - અનુભવ
ગેયતાવર્ધક - કાવ્યનું ગેયતત્ત્વ વધારનાર
રંજકતા - કાવ્યનું આનંદપ્રેરક તત્ત્વ
૩
અનિમેષ - એકીટશે
ઉત્કટ - પ્રબળ, શ્રેષ્ઠ, ઉત્તમ
મુખરિત - વાચાળ, વ્યક્ત
અડી - ઘાંટી, અવરોધ
દુગ્ધા - પીડા
પરિતોષ - સંતોષ
૪
અભિરુચિ - હોંશ, કોડ
પ્રેમાર્દ્ર- પ્રેમથી તરબોળ, પ્રેમથી ભરેલું
ચોખાળી - ધોઈને
ધૃત - ઘી
વિશદ - સ્પષ્ટ
લયાનુસારી - લયને અનુસરતું
ઉર્મિનો દ્યોતક -ઉર્મિ દર્શાવનાર
૫
નિર્લેપ - અનાસક્ત, ન લોપાયેલું
પ્લાવિત - તરબોળ
જ્ઞાનચક્ષુ - જ્ઞાનરૂપી આંખ, ઊંડી સમજ-શક્તિ
અલફી - બાંય વગરનો આગળથી ખુલ્લો ઝભ્ભો, ફકીરની બાંય વગગરની કફની
માધુકરી - ઘેર ઘેર ફરી માગવામાં આવતી ભિક્ષા
યારી - પ્રીતિ, લગાવ
નરતન - મનુષ્યજન્મ
નામ રૂ ઠામ - નામ અને ઠામ (અહીં 'અરૂ'ને બદલે 'રૂ' શબ્દ વાપર્યો છે
વૈયક્તિક - વ્યક્તિગત
વિનિયોગ - પ્રયોગ
૬
હારુ - સારુ, માટે (એના હારુ - એના માટે)
ભાવાર્દ્ર - ભાવથી ભરેલું, પ્રેમથી ભરેલું
પેખતો - જોતો, દેખતો
તદવિદો - નિષ્ણાતો
આભાપ્રભા - તેજ, કાંતિ, મુખની કાંતિ
દ્રગ - આંખ, ચક્ષુ, નેત્ર
પરાવાણી - પરમાત્માની વાણી
પાવરો - ઘોડાનું ખાણ, ચંદી
બોલની - વાણી
જીયરા - જીવ
તોસેં - તારામાં
બતિયાં - વાતો
છતિયા ઊલટ ગઈ - કાળજું કોરાઈ ગયું
તનસૂધ - દેહભાન
બાવરી - ઘેલી, ભાવવિભોર
સાવ - સઘળું, જગત
કલાઉન્મેષો - કલાની અભિવ્યક્તિ
કમનીય - સુંદર
ઉપાલંભ - રોષભર્યો ઠપકો
આક્રોશ - આક્ષેપ
૭
આજ્ઞાકારિત્વ - આજ્ઞા પ્રમાણે કામ કરવાપણું
ઉત્કૃષ્ટ - સર્વશ્રેષ્ઠ
મેઘાવી - તીવ્ર બુદ્ધિવાળું
અંકન - આલેખન
સુશ્લિષ્ટ - ઘાટીલું, સારી રીતે જોડાઈને રહેલું
આકૃષ્ટ - આકર્ષેલું, ખેંચેલું
સુધ - ભાન, જગત પ્રત્યેની સમાનતા
સલૂણો - સલાવણ્ય, સુંદર
રંગભીની - રંગથી તરબોળ
દરશ પરસસે - દર્શન અને સ્પર્શથી
આવિર્ભાવ - પ્રગટીકરણ
અભિમુખતા - સન્મુખતા
૮
અનુપ્રાસ - એ નામના શબ્દાલંકારોનો સમૂહ, વર્ણ સગાઈ
આર્ષવાણી - દૈવી વાણી, ઋષિવાણી
સુખકંદ - સુખનું કારણ
મનમોદ - આનંદ
બોલનિ - વાણી
વામ શ્રવણ - ડાબો કાન
વાઘે - લાગે
શ્રી - સુખ-સમૃદ્ધિ
કુટિલાઈ - કુટિલતા
અવિચ્છિન્ન - અખંડ
ભાવ ભંગિમા - ભાવ નિદર્શનની ચાતુરી
૯
અનુરાગ - અનુરક્તિ, પ્રેમાસક્તિ
રોચક - રુચિકર, ગમે તેવું
ઉન્મેષ - સ્ફુરણ
સાંવરો - શામળિયો, શ્રીહરિ
ચહુકોરી - ચારે બાજુ
બરજોરી - જબરદસ્તીથી
રાજત - શોભે છે
જ્યું - જેમ
ભક્તભીર - ભક્તોની ભીડ
સુર - દેવતા
તોરી - તોરથી, ખુમારીથી
મેન - મદન, કામદેવ
રતિ - પ્રીતિ
અનરાધાર - મૂશળધાર
બંદિશ - તરજ, ગાવાની ઢબ
૧૦
સ્તંભાવવાને - અટકાવવાને
અનુભૂતિ - અનુભવ
અભિમત - માન્ય કરેલું, સ્વીકારેલું
નિર્વિકલ્પ - વિકલ્પ વિનાનું, જ્ઞાતા-જ્ઞેય ભેદ વિનાનું (ધ્યાન)
એકાંતિક - અનન્ય, એકને જ વળગી રહેનાર (Absolute)
કબુ - ક્યારેય
સ્તવન - સ્તુતિ
વિક્તિ - વર્ણન, છણાવટ
પરત્રિયા - પરસ્ત્રી
મિતભાષી - પ્રમાણસર બોલનારું
૧૧
તારતમ્યતાએ - ઓછા વત્તાપણું
ન્યારી ન્યારી - ભિન્ન ભિન્ન
અંબર - (૧) આકાશ
(૨) વસ્ત્ર (અહીં 'આકાશ' અર્થ સમજવો
સ્વતંતર - સ્વતંત્ર
એકલિયું પદ - સામન્યતઃ કીર્તનમાં ચાર કે તેથી વધુ પદ હોય છે, જે કીર્તનમાં એક જ પદ હોય તેને એકલિયું કહે છે.
૧૨
અષાઢી સંવત - અષાઢ સુદ એકમથી શરૂ થતું નવું વર્ષ
દરવેશ - દેશદેશ ફરનારો યાચક ફકીર
ભાજન - પાત્ર, માધ્યમ
અધમઓધારણ - પતિત જીવોનું કલ્યાણ કરનાર
વૈરાગ્યમૂલક - વાસનાનો ક્ષય જેના મૂળમાં છે તેવું, મૂળરૂપ વૈરાગ્ય
કીરતાર - ભગવાન
ડેરા - પડાવ, ધામા
બેરા - નૈયા
મેટત - ટળે છે
પ્રેમાદ્વૈત - પ્રેમના માધ્યમ દ્વારા સધાતું અદ્વૈત જોડાણ
પ્રભાવક - પ્રભાવવાળું
નિષ્પન્ન - ફલિત
ઉપકારક - સહાયક, ઉપયોગમાં આવે તેવું
૧૩
જંઘા - સાથળ
જાનું - ઘૂંટણ, ગોઠણ
ભ્રૂકુટિ - ભમ્મર
ગુણમૂલક - ગુણનાં મૂળવાળું
ચાળા - અઘટિત ચેષ્ટાઓ
જુગલ - યુગલ, ઉભય, બંને
ચિબુક - હડપચી
પ્રાસાદિક - સાંભળવાની કે વાંચતાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવું
પ્રગલ્ભપણે - ગંભીરપણે (Seriously)
૧૪
આહલાદ - મનની પ્રફુલ્લતા, આનંદ હર્ષ
રમણની - રમવાની
તાદાત્મ્ય - એકાત્મતા, એકરૂપતા, અભિન્નતા
તન્મયતા - તલ્લીનતકા, એકાગ્રતા
અવિચ્છિન્ન - અખંડિત, અવિભક્ત
ભાવાત્મક - ભાવરૂપ, ભાવપૂર્ણ
આત્મસત્તારૂપ - પોતાને દેહરૂપ ન માનતા આત્મારૂપે વર્તવું તે
ચહુ કોરે - ચારે બાજુ
હેરે - ધ્યાનથી દેખે (To observe)
પર્યવસાન - અંત
ઇજન - નિમંત્રણ
૧૫
ગત - ચાલ, ગતિ
નવપલ્લવ - નવો કોર આવ્યો હોય તેવું વૃક્ષ
દામિની - વીજળી (Lightening)
કામિની - સુંદર યુવાન સ્ત્રી
બાદુર - વાદળાં
દાદુર - દેડકાં
ચાત્રક - ચાતક
અવની - પૃથ્વી (''જગતના લોકો' એવો અર્થ અહીં અભિપ્રેત છે)
રવાનુસારી - ધ્વનિને અનુસરતું
નાદમાધુર્ય - વર્ણોમાંથી પ્રગટતા સંગીતનું માધુર્ય
વર્ણાવૃત્તિમૂલક તેમજ
શબ્દાવૃત્તિમૂલક અનુપર્રાસ - એક પ્રકારના શબ્દાલંકારો
નાદસૌંદર્ય - વર્ણોેમાંથી નિષ્પન્ન થતા ધ્વનિનું સૌંદર્ય
૧૬
ઉન્મત્ત - મદને લીધે છકેલું, મદાંધ
દયાર્દ્ર - દયાથી ભરેલું, દયાથી તરબોળ
શશિ - ચંદ્ર
આભરણ - આભૂષણો
નિપટ - એકદમ
સ્વતંતર - સ્વતંત્ર
શશિકર - ચંદ્રનાં કિરણો
અશરણ શરણ - પ્રભુ (નિરાધારના આધાર પરમાત્મા છે)
ઓજસભરી - બળવાન, પ્રતિભાવાન
મૂર્ધન્ય - મુખ્ય
૧૭
સંસારબ્ધિ - સંસાર સાગર
સ્વકેન્દ્રી - ફક્ત પોતાના જ હિત અંગે જે વિચારે છે તે
જીવન - પ્રિયતમ ('સનેહી' અને 'મીત’ કરતાં પણ વધુ પ્રેમોત્કટતા બતાવતો શબ્દ)
કંદર્પ - કામદેવ
રૂપમાધુરી - સ્વરૂપમાધુર્ય
રૂપરસિકતા - સ્વરૂપલાલિત્ય
૧૮
સમ્યક્ભાવ - સારી રીતનો ભાવ, સારો ભાવ
સ્નેહસિક્ત - સ્નેહથી છાંટેલું, સ્નેહથી સિંચેલું
કોડ - હોંશ (Long cherished hopes)
અબળા – સ્ત્રી. નિર્બળ (સ્ત્રીઓ માટે આ શબ્દ વપરાય છે, જે નિઃસહાયતા સૂચવે છે)
મહેર - મહેરબાની, કૃપા
અભિસારિકા - સંકેત પ્રમાણે પ્રિયતમને મળવા જતી સ્ત્રી
અભિપ્સા - અભિલાષા, તીવ્ર ઇચ્છા
આસ્વાદ્ય - ચાખવા જેવું, સ્વાદ લેવા જેવું
૧૯
મનીષા - ઇચ્છા, મરજી
ઉપાલંભ - રોષપૂર્ણ ઠપકો
દરદ - પ્રેમનું, વિરહની વ્યથાનું દર્દ
ચક્ચૂર - મત્ત, મસ્ત, લીન
ભાવાભિવ્યક્તિ - ભાવનું પ્રગટીકરણ
૨0
આરાધના - પૂજા અર્ચન ઇત્યાદિ ભક્તિ સાધના
મિષે - નિમિત્તે, બહાને
કર - હાથ
કુઠાર - પ્રહાર
મુશળ - સખત, વજ્રાઘાત
લબાર - લબાડ, લંપટ
શ્વપચ - ચંડાળ
શબ્દસૌષ્ઠવ - શબ્દ સૌંદર્ય
પદલાલિત્ય - પદસૌંદર્ય
૨૧
કૃતાર્થભાવ - જેનું કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે તેવો ભાવ
બેન - વાંસળી, બંસરી, વેણુ
બરજત - વારતા, અટકાવતાં
બેગાની - પરાઈ, અજાણી
માઝે - મારા
થાકી - તારી
રૂપાસક્તિ - પ્રભુમાં પ્રેમ બે રીતે જન્મે છેઃ
(૧) પ્રભુના આધિપત્યનું અપાર ને અલૌકિક ઐશ્વર્યદર્શન કરીને તે દ્વારા, અને
(૨) પ્રભુના લાલિત્ય અને માધુર્યનું દર્શન કરીને. પ્રથમ દ્વારા જે પ્રકારની આસક્તિ (તીવ્ર પ્રીતિ જન્મે છે તેને ગુણમાહાત્મ્યાસક્તિ કહે છે.
દ્વિતીય દ્વારા જે પ્રેમ જન્મે છે તેને રૂપાસક્તિ કહે છે.
૨૨
પર્યવસાન - અંત
સાર સબનકો - સમષ્ટિનો સાર
હાડ ચામ - હાડકાં-ચામડાં
નરમ ગરમ હોના - વ્યાકુલ કે ગુસ્સે થવું
પ્રોના - પરોવવું
સમષ્ટિ - સમગ્રતા, સમુદાય
પર્યાય - સમાનાર્થ શબ્દ
૨૩
વાત્સલ્ય - વહાલ, હેત
વાગદ્ત્તા - જેના સગપણ વિશે વચન અપાઈ ગયું છે તેવી કન્યા
થીર - સ્થિર
કારજ - કાર્ય
સીધું - સિદ્ધ થયું
ઉદબોધનાત્મક - જાગૃતિ લાવનારું
૨૪
સંગીતજ્ઞ - સંગીત-વિદ્. સંગીતનું જ્ઞાનધરાવનાર
શાગિર્દ - સહાયક, મદદગાર, શિષ્ય, ચેલો
સુકૂન - નિરાંત, મનની શાંતિ, ચેન
રેખતા રાગ - ગઝલની ચાલને રેખતા કહે છે.
અભિપ્સા - ઇચ્છા, વાંછના
રૂહાની - (રૂહ-આત્મા) આત્માનું
પ્રચૂર - ઘણું, પુષ્કળ
(૧) આશકોંદી - પ્રેમીઓની, ભક્તોની
મહોબત - પ્રીતિ
ખાવંદ - પતિ, પ્રિયતમ
યારી - પ્રીતિ
માશૂક - પ્રિયતમા (સૂફી કવિઓ પરમાત્માને માશૂક અને પોતાને આશક તરીકે આલેખતા.)
સુરત - એકધ્યાન, દૃઢપ્રીતિ, લગની
(૨) દીખલા - દેખાડ
દિદાર - દર્શન મુખ
મહેબુબ - પ્રિયતમ
નજારા - નજર, કૃપાકટાક્ષ
તકસીર - ભૂલ, દોષ
મુલાખાત - મુલાકાત
સ્વાનુભૂત - પોતાના અનુભવનું
ભક્તિસંકીર્તનાત્મક - ભક્તિપૂર્વકના સંકીર્તનવાળું
૨૫
મોળિયું - કસબી ફેંટો, પાઘ
મોરિયું - અહીં 'શોભ્યું' એવા અર્થમાં
મધુકર - ભમરો
કરણે - કાને
કાજુ - સારાં, રમણીય
કપોળ - ગાલ
રાગાત્મક - રાગયુક્ત, આસક્તિયુક્ત
વ્યંજના - વ્યંગ્યાર્થનો બોધ કરવાની શબ્દની શક્તિ
૨૬
ગુણાનુરાગી - બીજાના સદગુણો તરફ પ્રેમ ધરાવનાર
અભિજ્ઞ - નિપુણ
રોચન - મનોહર
આત્મલક્ષી - પોતાના તરફ જ ધ્યાન આપી રહેલું.
પ્રજ્જવલતા - ખૂબ ઊજળું, ઝળહળતું
પરિપુષ્ટ - સારી રીતે પોષણ પામેલું
નીલ કલેવર - શ્યામ શરીરવાળા
પટપીત - પિતામ્બર, પીળું વસ્ત્ર
મીત - મિત્ર
ભાવાત્મક અભિવ્યક્તિ - ભાવભરી રજૂઆત
પર્વાનુરાગ - પ્રથમ દર્શની યા દર્શન દ્વારા વિના માત્ર ગુણશ્રવણ દ્વારા પરસ્પર જન્મેલો અનુરાગ કોઈ કારણવશાત્ મિલનમાં નહીં પરિણમવાથી ઉભયના હૃદયમાં જે પ્રેમપૂર્ણ અધીરતા જન્મે છે એને 'પૂર્વાનુરાગ' કહે છે.
આ પૂર્વાનુરાગ વાસ્તવમાં વિપ્રલંભ શૃંગારના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર છે. પૂર્વાનુરાગ ચાર રીતે જાગે છેઃ પ્રત્યકદર્શન, ચિત્રદર્શન, સ્વપ્નદર્શન અને શ્રવણદર્શનથી.
૨૭
નિર્વ્યાજ - કોઈ પણ જાતના સ્વાર્થ વિનાનું, સાલસ, સરળ,
મત્સર - અદેખાઈપણું, અદેખાઈ
માનુની - સ્ત્રી
ટેક - ખોટા સ્વભાવ
ઋજુતા - કોમળતા
સુગેય - સારી રીતે ગાઈ શકે તેવું
૨૮
નીર્નિમેષ - અનિમેષ
વાંટુ - રાહ
(નેણામાં રાખવા એટલે અખંડ સ્મૃતિમાં રાખવા)
પ્રાપ્તવ્ય - પ્રાપ્ત કરવા યોગ્ય.
શાશ્વત - નિત્ય
૨૯
તદ્રૂપ - અભિન્ન, તદાકાર
સુરત - ચહેરો
મુસ્કની - સ્મિતભરી પ્રસન્નતા
બસ - વશ
આત્મસાત - એકરૂપ
આસ્વાદ - જાણવું તે, સાહિત્ય વિવેચના
૩0
બેરખો - અઢાર પારાની નાની માળા
શીઘ્ર - તત્કાળ
સુંબી - લાલ રંગનું કસુંબાના ફૂલ જેવા રંગનું
તૂર - શરણાઈ
મૂલ્યદર્શી - મહત્તા બતાવતું
વિકળ - વ્યાકુળ
સમષ્ટિ - સમુદાય
આર્ત - પીડિત, દુઃખી
પાઘ - પાઘડી
કલંગી - કલગી
મોળીડું - મોળિયું, પાઘ
ફોર - સુવાસ, ફોરમ
ગુચ્છ - ગોટા
ઠોર - ઠેકાણે
પેચ - આંટા, વળ
ઘેલીતુર - ગાંડીતુર
પ્રેમાસ્પદ - પ્રેમપાત્ર
મધુકર - ભમરો
આકંઠ ઉપભોગ - પર્યાપ્ત માત્રામાં ભોગ
આવર્તન - વારંવાર ફરી ફરી આવવું તે
૩૧
લાલિત્ય - સૌંદર્ય
મર્મી - મર્મ (તાત્પર્ય) જાણનાર
૩૨
જાદવા - શ્રીકૃષ્ણ (અહીં શ્રીજીમહારાજ)
પરિવશ - પરાધીન, અસહાય
નજારો - દેખાવ, દૃશ્ય
પરસ્પરાવલંબિત - અન્યોન્ય એકબીજા ઉપર આધારિત
૩૩
સંકીર્તન - ગાન સાથેનું ભજન, ગીતવાળી આરાધના
વર્ણ્યવસ્તુ - નિરૂપણ કરવા માટેનો મૂળ પ્રસંગ, મૂળ વાત.
યોગક્ષેમ - જીવનનિર્વાહ
પદાતી - પગે ચાલનારા
કેસર, બેરી, બોદલી, ફૂલમાળ, તાજણ, તીખી, વાંગળી વગેરે કાઠીઓની ઘોડીઓનાં નામ છે
મરાળ - હંસ
પ્રિયતમાદર્પિ - પ્રિયતર - સૌથી પ્રિય હોય એવી વ્યક્તિઓમાં પણ અધિક પણ પ્રિય
૩૪
ગુણાનુવાદ - સદગુણો કહી બતાવવાની ક્રિયા
પ્રેમાસ્પદ - સ્નેહનું પાત્ર
સુરંગી - સારી જાતના રંગનું
સાહ્યો - ગ્રહ્યો, લીધો
રસશૃંગાર - આનંદ જેનો સ્થાયી ભાવ છે તેવો કાવ્યનો એક રસ
અભિરામ - મનમોહક
નેમ - નિયમ
ક્ષેમ - સુખ-શાંતિ, સલામતી
ઉડુગણ - તારાઓનો સમૂહ
વૈખરી - ચાર વાણીઓમાંની માનવની વ્યક્ત વાણી
બિરદ - ટેક, યશ, મોભો
બલિહારી - ખૂબી, વાહવાહ
અવિચળ - ચડે નહીં એવી, અડગ
અનળ - એક કલ્પિત પંખી
અહિ - સાપ
રોવારી - રોવડાવી
જોયે - જોઈએ
સવારી - સવાર, પ્રાતઃ (પ્રાસ માટે 'સવારી' કર્યું છે)
રૂપક - એક અર્થાલંકાર, જેમાં ઉપમેયને ઉપમાન સાથે તદ્રૂપ કે અભિન્ન બતાવી વર્ણન કરેલું હોય છે.
ઇયત્તા - પરિમાણ
૩૫
વારણાં - દુઃખડાં
મોળીડું - પાઘ
નિહાલ - ન્યાલ
રાગાત્મક - રાગયુક્ત, પ્રેમયુક્ત
ઉન્મેષ - સ્ફુરણ
હૃદય ઉન્માદ - પ્રેમની ઘેલછા
વ્યંજના - વ્યંગ્યાર્થનો બોધ કરવાની શબ્દની શક્તિ
સૂક્ષ્માતિસૂક્ષ્મ - અત્યંત સૂક્ષ્મ
શશીયર - ચંદ્ર
પ્રણયસ્પંદનો - પ્રેમની ઊર્મિને કારણે ઉદભવતું હૃદયનું કંપન, (Thrillings caused by love)
૩૬
માનુષી - મનુષ્ય સંબંધી, માણસને લગતું
સંજીવની - મરેલાંને પુનર્જીવન આપનારી ઔષધિ કે વિદ્યા
અમોઘ - સચોટ, અચૂક
હૃદયવિદારક - હૃદય ચીરાવાની સ્થિતિ
વિરહાતુર - વિયોગને લીધે ગાભરું બની ગયેલું
લાલિત્ય - કાંતિ, સૌંદર્ય, રમણિયતા
સંયોગશૃંગાર - શૃંગારરસના બે ભેદમાંનો નાયક-નાયિકાના સાંનિધ્યના આસ્વાદને લગતો પ્રકાર
ઘરું - ઘરે
હીયરા - હૈયું
ધીર - ધીરજ
દરસ - દર્શન
કછુ - કોઈ
દૃગનેશ - દૃષ્ટિ સામે, નજર સમક્ષ
બેરા - જીવનનૈયા
ભાવોન્મેષ - ભાવનું સ્ફુરણ
ઝડઝમક - એક શબ્દાલંકાર, જેમાં હૃત્ત્યનુપ્રાસ અને શ્રુત્યનુપ્રાસ બંને મળેલા હોય છે.
વિયોગવ્યંજના - વિયોગ-વ્યથાની ગૂઢ અભિવ્યક્તિ
વિરહાસક્તિ - વિરહાસક્તિ એ પ્રેમની અંતિમ અને મહત્ત્વની અવસ્થા છે, એમાં પ્રેમીભક્ત પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત થાય ત્યાં સુધી વિરહાગ્નિમાં તપ્ત બની માનસિક વ્યથા અનુભવે છે.
વિરહ વિભાવના - વિરહ આલેખન
વિપ્રલંભ શૃંગાર - કાવ્ય વાંચતા કે સાંભળતા સ્થાયી ભાવોનો ઉદ્રેક થતાં જે આનંદ અનુભવાય છે એને સાહિત્યમાં 'રસ' કહે છે. રસશાસ્ત્રના મત પ્રમાણે શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદભુત, બીભત્સ અને શાંત એમ નવ રસ છે. શૃંગાર એ સર્વ રસનો રાજા છે. પ્રિય-પ્રિયતમનો વિયોગ થતાં પ્રેમી જે વિરહાસક્તિ અનુભવે છે એનું વર્ણન કવિ કાવ્યમાં વિપ્રલંભ શૃંગાર દ્વારા કરે છે. વિપ્રલંભ-વિયોગ)
પ્રેમવૈચિત્ર્ય - પ્રેમને કારણે પરિણમતી પ્રેમીની વિચિત્ર મનોદશા વિયોગમાં પ્રેમને કારણે ચિત્તની સ્થિતિ અનુરાગમયી બની પૂર્વે માણેલ સંયોગ શૃંગારની સ્મૃતિમાં લીન રહે એને વિપ્રલંભશૃંગારની પ્રેમવૈચિત્ર્યની સ્થિતિ કહે છે.
વેદનાસક્તિ - વેદનાથી પ્લાવિત, વેદનામય
કરુણાત્મક વિયોગ શૃંગાર - વિપ્રલંભ શૃંગારનો આ એક પ્રકાર છે. સામાન્ય રીતે પ્રિયપાત્રનું મૃત્યુ થતાં એનો વિરહ શુદ્ધ કરુણામાં પરિણમે છે. પરંતુ મરણોત્તર મિલનની આશા રહે તો એ કરુણાત્મક વિયોગ શૃંગાર તથા શુદ્ધ કરુણ રસ વચ્ચે કોઈ નિશ્ચિત ભેદરેખા દોરવી અત્યંત મુશ્કેલ છે.
૩૭
સજની - પ્રિયસખી
શ્રીજી - સહજાનંદ સ્વામી
અંબર - રેશમી વસ્ત્ર
પ્રશસ્તિગાન - પ્રશંસાની કવિતા