૧૨. છબી નીરખી જમુનાં તીરકી

રાગ ભૈરવી


પદ ૧

છબી નીરખી જમુનાં તીરકી, તીરબંકે બલવીરકી. છ.

પીરે રંગ સોહે શિર પગિયાં, દેખી મેં શ્યામ અહીરકી. છ.૧

કંઠ મેં મોતી રહું નિત્ય જોતી, ચંદન પટ શરીરકી. છ.૨

ઉર પર હાર બાજુબંધ ગજરા, ચિત્તવની શુભ નરવીરકી. છ.૩

અવધપ્રસાદ ઘનશ્યામકું નીરખી, ભૂલી હું ગાગર નીરકી. છ.૪


પદ ૨

પન ઘટવા ઠાઢો કાનજી, પન. કાન શ્રી ભગવાનજી. પ.

બંસી બજાવત જીયા લલચાવત, ગાઈ હર્ષો મેરો પ્રાનજી. પ.૧

કાંધે કામરિયાં હાથ લકુટિયાં, ચાલ ચલત ચિત્ત તાનજી. પ.૨

પીત બસન ધારે તન સુંદર, શોભા રૂપ નિધાનજી. પ.૩

અવધપ્રસાદ કે બસ ગઈ અંતર, મૂરતિ શ્યામ સુજાનજી. પ.૪


પદ ૩

છબી નીરખી શ્રી નંદલાલકી, છ૦ નંદલાલ શ્રી ગોપાલકી. છ.

શિર પર મુગટ કાન બિચ મોતી, શોભા ભાલ વિશાલકી. છ.૧

જામા કેસરિયા રંગસે ભરિયા, સોહે શ્વેત દુશાલકી. છ.૨

ચાલકી ચટકી ચિત્તમેં અટકી, જેસે ગજરુ મરાલકી. છ.૩

અવધપ્રસાદ કે ચિત્તમેં લગ રહી સૂરત શ્યામ રસાલકી. છ.૪


પદ ૪

મેં નીરખે નંદકિશોરવા, મેં. નંદકિશોર ચિત્ત ચોરવા. મેં.

વાટ ઘાટમેં રોકત ટોકત, બોલત બોલ કઠોરવા. મેં.૧

કર પકરી મેરી ચુનર ફારી, મોહનલાલ નિઠોરવા. મેં.૨

સનમુખ આયકે બદન વિલોકત, ઘૂંઘટ ખોલત મોરવા. મેં.૩

અવધપ્રસાદ કે’ કહા કહું અબ, ઝગરત મોહે બર જોરવા. મેં.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

તીર બંકે - બાણાવળી


પદ ૩

પનઘટ - પાણી ભરવાનો તળાવનો આરો

ગજરુ મરાલકી - હાથી અને હંસ જેવી


પદ ૪

ચુનર – ચુંદડી

ઝગરત - ઝઘડે છે

બરજોરવા - બળજબરીથી