૩. હરિકૃષ્ણ મહારાજ મિલે મોયે

રાગ કલ્યાણ


પદ ૧

હરિકૃષ્ણ મહારાજ મિલે મોયે, હરિકૃષ્ણ મહારાજ. ટેક.

સંવત અઢાર બ્યાસીકે વરસેં, ગઢપુર ધામ બિરાજ. મિલે.૧

સાંવરી સૂરત માધુરી મૂરત, સનમુખ આયે ચઢી બાજ. મિલે.૨

અક્ષરધામ કે ધામી સુંદર, મનુષ્યા દેહ ધરી આજ. મિલે.૩

અવધપ્રસાદ નીરખી યહ મૂરતિ, જનમ સુફળ કર્યો કાજ. મિલે.૪


પદ ૨

શ્રી ઘનશ્યામ સુજાન હર્યો મન, શ્રી ઘનશ્યામ સુજાન. ટેક.

અધમ ઉધાર પતિતજન પાવન, જીવન પ્રાન. હર્યો.૧

શુક નારદ જાકો ધ્યાન ધરત હે, કરત હે ઉનકો ગાન. હર્યો.૨

શેષ શારદા ન પાવત, બેદ કરત હૈ વખાન. હર્યો.૩

અવધપ્રસાદ જાને યાકો મહિમા, કબહું ન હોવત હાન. હર્યો.૪


પદ ૩

શ્રી ઘનશ્યામ કો નામ જપો જન, શ્રી ઘનશ્યામ. ટેક.

જાહી જપી મુનિ સહસ્ર અઠ્યાસી, અંતર ભયે નિષ્કામ. જપો.૧

શરનાગત વત્સલ સુખદાયક, કરુનાસાગર શ્યામ. જપો.૨

સહજાનંદ પ્રગટ હરિ મૂરતિ, ધ્યાન ધરો સરે કામ. જપો.૩

અવધપ્રસાદ કરત હે નિશદિન, વારવાર પરનામ. જપો.૪

પદ ૪

સહજાનંદ સ્વરૂપ રખો ઉર, સહજાનંદ સ્વરૂપ. ટેક.

જાકે ધ્યાન અજ્ઞાન વિનાશત, ભાસત મૂરતિ અનુપ. રખો.૧

જે જન આઈ રહે હરિ શરને, હોવત અક્ષર રૂપ. રખો.૨

શ્રી ઘનશ્યામ છબિકી શોભા, નીરખી મોહે સુર ભૂપ. રખો.૩

અવધપ્રસાદ હરિ ધ્યાન ધરેસો, પરત નહિ ભવ કૂપ. રખો.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

સુનમુખ આયે ચઢી બાજ - ગરુડ પર બેસીને સામે આવ્યા


પદ ૨

સુજાન - સુજાણ, સર્વજ્ઞ, બધું જાણનાર

અધમ ઉધાર - અધમ-પાપીઓનો ઉધાર કરનાર

પતિતજન પાવન - પાપી જનોને પવિત્ર કરનાર

જીયકે જીવન પ્રાણ - જીવના જીવનપ્રાણ

બેદ – વેદ

યાકો મહિમા - તેનો મહિમા

હાન - હાનિ, નુકસાન


પદ ૩

જાહી જપી - જેને ભજીને

સહસ્ર અઠ્યાસી - અઠ્યાસી હજાર

પરનામ - પ્રણામ


પદ ૪

ભાસત - જણાય છે, દેખાય છે

અનુપ - અનુપમ, અજોડ

સુર – દેવતા

ભૂપ – રાજા

ભવ કૂપ - સંસાર કૂવો