૧૮. મન હર લીન હમારો ધર્મસુત
રાગ ઠુમરી
પદ ૧
મન હર લીન હમારો ધર્મસુત, મન હર લીન હમારો રે. મન.
હસી મુસકાય કે મનવા મેરો, લે જ્યુંગયો દગ તારો રે;
આય અચાનક ઘાયલ કીની, કરી કરી નેન નજારો રે. મન.૧
કહી બતિયાં કછુ મર્મકી સુંદર, શ્રી ઘનશ્યામ અટારો રે;
પ્રીત લગાય કે પરવશ કીની, સુંદર ધર્મ દુલારો રે. મન.૨
શ્યામ સુંદરકી શોભા નીરખી, છૂટ ગયો જગ સારો રે;
સ્વર્ગ મૃત્યુ પાતાળમેં દેખે, કોહું નહિ અસ પ્યારો રે. મન.૩
કાનમેં કુંડળ મકરાકૃત ધરી, ઉર પર હાર હજારો રે;
અવધપ્રસાદકે ચિત્તમેં બસ ગયો, વામ શ્રવન તિલ સારો રે. મન.૪
પદ ૨
શ્યામ છબી સુખકારી મનોહર, શ્યામ છબી સુખકારી રે. શ્યા.
એહી બીનું સ્વામી અવર નહિ મેરે, ત્રિભુવનમેં હિતકારી રે;
પ્રીત કરી પુરુષોત્તમ નીરખે, નટવર ભવ ભય હારી રે. શ્યા.૧
શિર પર પાઘ ગુલાબી ધારે, પેચ સહિત અતિ પ્યારી રે;
ભ્રકુટિ ભાલ તિલકકું નીરખી, હો ગઈ જગશું ન્યારી રે. શ્યા.૨
ચંચલ મૂર્તિ શ્યામ ચતુરકી, ચાલ હંસ અનુસારી રે;
દેખી બદન શક્તિ ભઈ સજની, રહી મેં શ્યામ નિહારી રે. શ્યા.૩
નાસા કપોળ રૂ નેનનકી છબી, કહાં બરનું અતિભારી રે;
અવધપ્રસાદ કે નાથકી મૂર્તિ, લહી મેં અંતર ધારી રે. શ્યા.૪
પદ ૩
હરિકૃષ્ન ઉર ધારી જીવુંગી મેં, હરિકૃષ્ન ઉર ધારી રે. હ.
દીનાનાથ દયા કે સાગર પુરુષોત્તમ સુખકારી રે;
રહો સમાગમ નાથકો મેરે, એહી હે અરજ હમારી રે. હ.૧
જેસેંહી ચંદ ચકોરકું પ્યારો, તેસેંહીં પ્રીત અપારી રે;
શ્રી ઘનશ્યામ અંતરમેં બસિયા, મોહન કૃષ્ન મોરારિ રે. હ.૨
જન્મોજન્મ કી નાથકી ભઈ હું, ઓર સકલ હિ બિસારી રે;
પ્રગટ પ્રમાન આય મિલે જબસેં, તબસેં દિયે દુઃખ ટારી રે. હ.૩
અવધપ્રસાદકે નાથકી છબી કું, જતન કરીકે ભારી રે;
રખું નિરંતર અંતર મેરે, ટેક અચળ એક ધારી રે. હ.૪
પદ ૪
સહજાનંદ નિહારે સખી મેં, સહજાનંદ નિહારે. સ.
શ્રી ઘનશ્યામ બદનકી શોભા, નિશદિન અંતર ધારે રે;
સુંદર નેન કમલ દલ જેસે, ભ્રકુટિ ધનુષ્યાકારે રે. સ.૧
ગહરી નાભિ અજકે કારન, ત્રિવળી તાપ નિવારે રે;
વિશદ ઉદર વર કટિ તદ સુંદર, જાનું જુગલ છબી ભારે રે. સ.૨
અરુણ કમલ સમ ચરન મનોહર, સોલ ચિહ્ન જુત સારે રે;
નશખીશ મૂર્તિ નાથકી સુંદર, કરું અખંડ દ્દગ તારે રે. સ.૩
ચંચળ મૂર્તિ ધર્મકુંવરકી, શ્વેત વસન નિત્ય ધારે રે;
અવધપ્રસાદ નીરખી યહ શોભા, અંતરમાંહી ઉતારે રે. સ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
મુસકાય કે – મલકાઈને
મનવા – મન
નેન નજારો - આંખનો ઇશારો
અસ પ્યારો - આના જેવો પ્યારો
પદ ૨
થકિત ભઈ - આશ્ચર્ય પામી
બરનું - વર્ણવું
પદ ૩
અપારી – અપાર
બસિયા – વસિયા
સકળ - સકળ, સઘળું
બિસારી - ભુલાવી દીધું
પદ ૪
નિહારે - નિહાળ્યા, જોયાદ્બગહરી – ઊંડી
વિશદ – વિશાળ
ચિહ્ન જુત - ચિહ્ન સહિત