૩૮. વસંત વધાવા ચાલો સખીરી

રાગ વસંત


પદ ૧

વસંત વધાવા ચાલો સખીરી, ધર્મદેવ ઘરું જાઈએ;

શ્રી પુરુષોત્તમ પ્રગટ હરિ તહાં, તાસંગ ખેલ મચાઈએ. વ.૧

મૃગ મદ કેસર રંગ બનાઈ કે, સબ સખી માટ ભરાઈએ;

શ્રી ઘનશ્યામ કું રંગ ડારીકે, આનંદ ઉર બહુ પાઈએ. વ.૨

કેસર રંગ વસ્ત્ર સબ ધારીકે, કરમેં લેહો પિચકારી;

સામા સામ પરસ્પર ખેલી, ધૂમ મચાઈ એ ભારી. વ.૩

શ્રી ઘનશ્યામ બદનકું નીરખી, સબ વિધિ કારજ સીજે;

અવધપ્રસાદ કે નાથ સંગાથે, લહાવ અલૌકિક લીજે. વ.૪


પદ ૨

આય વસંત ચલો સબ સજની, ધર્મકુંવરકું વધાઈએ;

પ્રેમ મગનશું આવો મૃગ નયની, હરિસંગ પ્રીત બઢાઈએ. આ.૧

પુષ્પહાર અરુ અમૃતમોર શુભ, કનક કલશમેં ધારી;

વસન વસંતી લેહું સબ મિલકે, રીઝે શ્યામ સુખકારી. આ.૨

કેલકે થંભ રંગ સેં રંગી, તોરન ચહું દિશ છાઈએ;

તેહી મંડપમેં નીરખી શ્યામકું, રંગભર ધૂમ મચાઈએ. આ.૩

રસિક શ્યામ સંગ ખેલ કરીકે, પરમ નયન ફળ પાઈએ;

અવધપ્રસાદ કે નાથકે ઉપર, કોટિ વાર બલજાઈએ. આ.૪


પદ ૩

વસંત વધાવનકું સબ નારી, ધર્મદેવ ગૃહ આઈ;

જગ કારન ભવતારન શ્રીહરિ, તે સંગ ખેલ મચાઈ. વ.૧

કનક કળશ ધર્યો હરિ આગે, પ્રીતે પૂજ્યા સુખદાઈ;

ચંદન પુષ્પ દીપ કરી આરતી, હરિ ચરણે લપટાઈ. વ.૨

ગાવત રાગ બજાવત તારી, શ્યામ સુંદર કું રિઝાવે;

અરસપરસ સબ ખેલ કરી કે, અબિલ ગુલાલ ઉડાવે. વ.૩

સલહી નારી ઘેરી બનવારી, પ્રેમશું ફગુવા માગે;

અવધપ્રસાદ કે નાથ હમારે, રહો નિત નેનન આગે. વ.૪


પદ ૪

સબહી સખી મિલ વસંત વધાયકે, હરખ ભઈ મન મનાઈ;

ગેહેરે સ્વરે હરિ ગાન કરત હે, ભક્ત વત્સલ સુખદાઈ. સ.૧

હરિકો ગાન સૂની સબ સજની, મગન ભઈ મતવારી;

શ્રી ઘનશ્યામ સંગ હોરી ખેલત, તનકો ભાન વિસારી. સ.૨

ધર્મકુંવર સંગ ખેલ કરી કેં, પ્રીત સહિત સબ પ્યારી;

માગત હે કરજોરી શ્યામ સંગ, ઉર બસો સુખકારી. સ.૩

ભક્ત વશ ભૈ શ્રી પુરુષોત્તમ, એહી વર દીનો મોરારિ;

અવધપ્રસાદ કે નાથ સાંવરે, મુક્ત કરન સબ નારી. સ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

ઘરું – ઘર

કારજ – કાર્ય

સીજે – સરવું

મૃગમદ - કસ્તુરી


પદ ૨

મૃગ નયની - હરણ જેવી આંખોવાળી

કેલકે થંભ - કેળનો સ્થંભ

તોરન – તોરણ

ચહું દિશ - ચારે દિશામાં

નયન ફળ - દર્શનનું ફળ

અમૃમોર - આંબાનો મોર

કનક કલશ - સોનાનો કળશ


પદ ૩

જગ કારન - જગના કારણ

વધાવન કું - વધાવવા માટે

ચરણે લપટાઈ - ચરણમાં વળગી

રિઝાવે - પ્રસન્ન કરે

ફગુવા - વસંતઋતુને લગતું


પદ ૪

મતવારી – મતવાલી

ગેહરે સ્વરે - ઘેરા સાદે

કરજોરી - હાથ જોડી