૪૬. સખી ધર્મકુંવર સુખધામ
રાગ સોરઠ હોરી
પદ ૧
સખી ધર્મકુંવર સુખધામ, રમે હોરી નવલ ભુવનમેં. સખી.
રમત હો હોરી સખા સંગ દોરી, સુંદરવર ઘનશ્યામ. ર.૧
અબિલ ગુલાલકી ધૂમ મચાવત, પ્રીતમ પૂરન કામ. ર.૨
શ્રી ઘનશ્યામ સુંદર મૂરતિ, હરિજન કે વિશ્રામ. ર.૩
અવધપ્રસાદ એહી છબી અંતર, રાખત આઠો જામ. ર.૪
પદ ૨
સખી સહજાનંદ જાન ખેલે, શ્રીનગર બિચ હોરી દોરી. સખી.
ખેલત ફાગ ગુલાલ ઉડાવત, અરસપરસ એક તાન. ખે.૧
કર પિચકારી લે મારત ભારી, ભક્તન પર ભગવાન. ખે.૨
શોભા ધામ શ્યામ મનરંજન, નિજ જન જીવન પ્રાન. ખે.૩
અવધપ્રસાદ એ રંગભર મૂરત, ધરત મેં નિરંતર ધ્યાન. ખે.૪
પદ ૩
સખી નરનારાયણ શ્યામ, ખેલત હરિ રંગભર ધૂમ મચાઈ. સખી.
ધૂમ મચાવે રંગ બરસાવે, સબ જન પર અભિરામ. ખે.૧
સબ અવતારન કે અવતારી, જાહી જપત મુનિ નામ. ખે.૨
રસિક શ્યામ રંગ હોરી રમાયકે, કરત હે જન નિષ્કામ. ખે.૩
અવધપ્રસાદ શ્યામ સંગ ખેલત, અંતર હોત આરામ. ખે.૪
પદ ૪
સખી સહજાનંદ મહારાજ ખેલે, હરિજન સંગ રંગભર હોરી. સખી.
ખેલત હોરી સખા નિજ સંગે, સુરનર મુનિ શિરતાજ. ખે.૧
શિર પર પાગ ગુલાબી સુંદર, ધાર લીએ મુનિરાજ. ખે.૨
રંગભર વસન ધરેં સબ અંગે, રંગભર સબહી સમાજ. ખે.૩
અવધપ્રસાદ નીરખી યહ મૂરતિ, સુધરી ગયો સબ કાજ. ખે.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
પૂરનકામ – પૂર્ણકામ
વિશ્રામ - આશ્રય સ્થાન
પદ ૩
હોરી રમાયકે - હોળી રમાડીને