૪૩. સહજાનંદ સુખધામ રે

રાગ હોરી


પદ ૧

સહજાનંદ સુખધામ રે, રંગ ખેલ મચાવો. સહજા.

ખેલ મચાવો દ્વાર મોરે આવો, સુંદર જન વિશ્રામ રે. રં.૧

સુંદર મૂરતિ શ્યામ તિહારી, નીરખત ભઈ નિષ્કામ રે. રં.૨

અબિલ ગુલાલ ફાંટ ભર લહીકે, રંગ ડારો અભિરામ રે. રં.૩

અવધપ્રસાદ રહી ઉર મેરે, મૂરતિ આઠો જામ રે. રં.૪


પદ ૨

સહજાનંદ સુજાન રે, રંગ રાસ રમાવો. સહજા.

રાસ રમાવો ઘરું મોરે આવો, ભક્ત વત્સલ ભગવાન રે. રં.૧

ચતુર પિયા તેરે ચરન કમલકું, નીરખી ભઈ ગુલતાન રે. રં.૨

ભરી પિચકારી શ્યામ તુમ મારી, ભૂલી હું તનકો ભાન રે. રં.૩

અવધપ્રસાદના નાથ સંગ ખેલત, અરસપરસ એક તાન રે. રં.૪


પદ ૩

સુંદર ધર્મ કિશોર રે, રંગ ખેલો હોરી. સુંદર.

ખેલો હોરી મોરે સંગ દોરી, શ્યામ ચતુર બરજાંર રે. રં.૧

કર પિચકારી લહી બનવારી, રંગ ડારો ચિત્ત ચોર રે. રં.૨

શ્રી ઘનશ્યામ પિયા મોરે પર, રંગ ગાગર દિયો ઢોરી રે. રં.૩

અવધપ્રસાદ કે રંગભર મૂરતિ, આઈ રહો ઉર મોર રે. રં.૪


પદ ૪

શ્યામ સુંદર સુખદેન રે, રંગ લઈ વરસાવો. શ્યામ.

રંગ ઉમંગ ભરી પિચકારી, રંગ ડારો મોરે નેન રે. રં.૧

સુંદર શ્યામ સખા લઈ ખેલો, નીરખત જન સુખ લેન રે. રં.૨

રસિક તિહારી છબી રંગભીની, દિલમેં રહો રેન રે. રં.૩

અવધપ્રસાદ શ્યામ તુમ ઉપર, વારું મેં કોટિક મેં ન રે. રં.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

આઠો જામ - આઠે પહોર


પદ ૨

ગુલતાન – નિમગ્ન

તનકો ભાન - શરીરનું ભાન


પદ ૩

ઉર મોર - મારા હૃદયમાં


પદ ૪

કોટિક મેન - કોટિ કામદેવ