૩૭. સખી ઘનશ્યામજી ખેલ મચાવે

રાગ કાફી હોરી


પદ ૧

સખી ઘનશ્યામજી ખેલ મચાવે. સખી.

એજી ઘર ઘરસેં હરિજન ચલી આયે, દેખી શ્યામ સુખ પાવે,

કોઈ જન અબિલ ગુલાલ ઉડાવત, કોઈ પિચકારી ચલાવે;

પેખી મોહન મન ભાવે. સ.૧

એજી કોઈ જન હાર ગૂંથીકે નૌતમ, મોહન કું પહિરાવે,

કોઈ જન ઝાંઝ પખાજ બજાવત, કોઈ જન રંગ ઉડાવે;

નીરખી મન શ્યામ રિઝાવે. સ.૨

એજી શેષ શારદા પાર ન પાવે, નિગમ કહત સકુચાવે,

નારદ શુક સનકાદિક દેવ મુનિ, જેહી મહિમા નિત ગાવે;

છબી ઉરમેં ઠહરાવે. સ.૩

એજી અનંત કોટી બ્રહ્માંડકે કારન, જન પર રંગ બરસાવે,

અવધપ્રસાદ ભાગ્ય એહી જનકે, મુખ બરન્યો નહિ જાવે;

કહત કવિ મન મુરઝાવે. સ.૪


પદ ૨

શ્રીનગર હરિ ખેલત હોરી. શ્રી.

એજી શિર પર પાગ ગુલાબી ધારે, કરમેં ગુલાલ કી ઝોરી,

સંગ સખા પર લઈ પિચકારી, ડારત દોરા દોરી;

ચિત્ત હરિજનકે ચોરી. શ્રી.૧

એજી સુંદર બદન મદન મોહન કો, સંગ બલદેવકી જોરી,

ખેલત પાગ સુરાગ આલાપન, રંગ છિરકત ચહુંકોરી;

પરસ્પર ખેલ મચોરી. શ્રી.૨

એજી કેસર જામો ધારી તન સુંદર, રંગ બરસાવે દોરી,

આસપાસ સેં સખા સબ ઘેરી, શ્યામકું રંગમેં રોરી;

પરસ્પર હરખ ભયોરી. શ્રી.૩

એજી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ, સબ જનરંગમેં બોરી,

અવધપ્રસાદ નાથ કે સંગે, તરીગયે લાખ કરોરી;

પ્રીત તેહી સંગ રહો મોરી. શ્રી.૪


પદ ૩

શ્રીનગર હરિ ધૂમ મચાઈ. શ્રી.

એજી સંત મુક્ત સંગ લીએ હે, બાજા વિવિધ બજાઈ,

ગાવત રાહ પરસ્પર ખેલત, રંગ બરસાવત ધાઈ;

મેઘ માનું ઝરી લાઈ. શ્રી.૧

એજી હરખ ભરે હરિજન સબ આઈ, હરિસંગ ખેલ મચાઈ,

કેસર રંગ માટ ભર લહી કે, ડારત હે મુદ પાઈ;

શ્યામ સંગ પ્રીત બઠાઇ. શ્રી.૨

એજી શ્રી પુરુષોત્તમ પ્રગટ હરિ હે, જગત કારન સુખદાઈ,

કર કંચન પિચકારી લહીકે, છીરકત જનકું હઠાઈ;

દેખી રતિ પતિ સકુચાઈ. શ્રી.૩

એજી અક્ષરમુક્ત અનંત ઉપાસે, સેવે ચરન શિરનાઈ,

અવધપ્રસાદ સોઈ હરિ સંગે, ખેલ કરત મન ભાઈ;

છબી બરની નહિ જાઈ. શ્રી.૪


પદ ૪

શ્રીનગર હોરી ખેલત પ્યારે. શ્રી.

એજી રંગ ઉડાવે ઉમંગ ભરે હે, શ્યામ સખા સુખકારે;

મત અરુ પંથ સભા કર હારે, ઇનકે માન ઉતારે;

ગયે સબહી ઘરબારે. શ્રી.૧

એજી રંગ ઉડાઈ તુરંગ ચઢે હરિ, મંજન કરત સિધારે;

સુરપતિ નરપતિ સંગ ચલે સબ, બાજત બાજાં અપારે;

સબનકું મંગલકારે. શ્રી.૨

એજી પહિરે પોશાક રંગભર સુંદર, કંઠમેં હાર હજારે;

ઘાટ નારાયણ બાટમેં નૌતમ, ઘોડા દોડાવત ભારે;

હરિજન નયને નિહારે. શ્રી.૩

એજી સાબરમતીમેં સ્નાન કરી કેં, કોટીક જીવ ઉદ્ધારે;

અવધપ્રસાદ શ્યામ કે સંગે, તરી ગયે કુલ પરિવારે;

પ્રીત એહી સંગ હમારે. શ્રી.૪



શબ્દાર્થ સૂચી

પદ ૨

ઝોરી – ઝોળી

ડારત – નાંખવું

દોરાદોરી – દોડાદોડ

ફાગ - વસંત, હોળીનાં ગીત

સુરાગ આલાપત - સુંદર રાગ ગાવવો

ચહુંકોરી - ચારે બાજુ

રંગમેં રોરી - રંગમાં રોળી

બોરી – બોળી

ભયોરી – થયો

કરોરી - કરોડ (સંખ્યા)


પદ ૩

શ્રીનગર – અમદાવાદ

બાજા – વાજાં

બરસાવત – વરસાવવું

મેઘ - વર્ષા, વાદળ

માટ – માટલું

રતિપતિ - કામદેવ


પદ ૪

મંજન કરન - સ્નાન કરવા

બાટમેં - રસ્તામાં, વાટમાં