૧૧. મિલે મહારાજ સર્યો મેરો કાજા

રાગ દાદરા


પદ ૧

મિલે મહારાજ સર્યો મેરો કાજા. મિલે.

શ્રી ઘનશ્યામ કી માધુરી મૂરત, નીરખી મેં સહિત સમાજા. સ.૧

શ્વેત મનિ સોહે શિર પઘિયાં, અતિ સોહત શિરતાજા. સ.૨

ફૂલંદા હાર બાજુબંધ ગજરા, નીરખત રતિપતિ લાજા. સ.૩

અવધપ્રસાદ કે રહો ઉરઅંતર, ગિરધર ગરીબ નિવાજા. સ.૪


પદ ૨

શ્યામ સુખકારી નજરિયાં મારી. શ્યામ.

ચંદન ખોર કી શોભા નીરખી, લુબ્ધ ભયે નરનારી. ન.૧

ચંચલ ચિત્તવની મેં ચિત્ત અટક્યો, દેખી બદન બનવારી. ન.૨

આયે અચાનક ઠાડે ડગરમેં, સુંદરવર સુખકારી. ન.૩

અવધપ્રસાદ આઈ રહે શરને, ચરનકમલ ચિત્ત ધારી. ન.૪


પદ ૩

કાન બનવારી દેખે સુખકારી. કાન.

જમુના કે નીરે તીરે ધેન ચરાવત, બંસી બજાવત પ્યારી. દે.૧

બનતેં આવત મોહે રિઝાવત, ગાવત તાન દે તારી. દે.૨

કાંધે કામરિયાં હાથ લકુટિયાં, મોર મુગટ શિર ધારી. દે.૩

અવધપ્રસાદ કે નાથકી શોભા, બિસરત નાંહિ બિસારી. દે.૪


પદ ૪

ચિત્ત ગયો ચોરી મોહન બરજોરી. ચિત્ત.

નિપટ ઝપટ કે હાર મેરો તોર્યો, બોલત બચન નિઠોરી. મો.૧

શ્યામ સુંદર મોરી ગેલ પર્યો હે, શિર ગાગર લઈ ફોરી. મો.૨

નંદબાવા કે કુંવર કનૈયા, કંચુકી કસ તોરી. મો.૩

અવધપ્રસાદ કે’ મેં જ્યુ ગઈતી, નંદમહર કી પરોરી. મો.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

ફૂલંદા હાર - ફૂલનો હાર


પદ ૨

બનવારી – વનમાળી

લુબ્ધ ભયે - મગ્ન થયા


પદ ૪

બચન નિઠોરી - નઠારાં વેણ