૩૧. ઘનશ્યામ સુંદર સુખકારી
રાગ જંગલો
પદ ૧
ઘનશ્યામ સુંદર સુખકારી, છબી દેખી પ્યારી. ઘનશ્યામ.
શ્રી ઘનશ્યામ નવલ હિત બતિયાં, સૂનત ઠરત મેરી હો છતિયાં;
નીરખી બદન મેં ભઈ હું દીવાની, મોહની ડારી રે. છ.૧
ધર્મકુંવર વર સુંદર સારે, ફૂલતોરા શિર હો ધારે;
કાનમેં કુંડળ મકરાકારી, નેન નિહારી રે. છ.૨
નાસિકા નિકટ તિલ એક સારો, ચિત્તવની મેં હર્યો તમારો;
અવધપ્રસાદ નિરંતર એહી છબી, અંતરધારી રે. છ.૩
પદ ૨
સહજાનંદ શ્યામ હમારે, નેનનકે તારે. સહજાનંદ.
ધર્મકુંવર ઘનશ્યામ દુલારે, ગજરા બાજુબંધ કર ધારે;
મંદ મંદ હરિ હાસ હસત હે, લાગત પ્યારો રે. ને.૧
મોતીન માલ ધારી ઉર સારી, જીવન દોરી હે હમારી;
કટિ પટ શ્વેત કસત હરિ સુંદર, રહી મેં ધારી રે. ને.૨
સહજાનંદ મનોહર મૂરતિ, શ્વેત બસન તનુ તારે સુરતી;
અવધપ્રસાદ શ્યામ છબી ઉપર, સર્વસ્વ વારે રે. ને.૩
પદ ૩
હરિકૃશ્ન સદા સુખદાઈ, ચિત્ત મેરે ભાઈ. હરિ.
રૂપ હરિકો સબ જીયનકો, મંગલકારી હે અવનીકો;
તિનકો સંગમેં કરહું નિરંતર, પ્રીત સદાઈ રે. ચિ.૧
એહી બિનું ઔર સાર નહિ દેખે, રાખે ઉરકે બિચ વિશેષે;
ચરન કમલ નિત રહો હમારે, અંતર આઈ રે. ચિ.૨
ધર્મકુંવર ઘનશ્યામ મનોહર, નિશદિન પ્યારે હો સુંદરવર;
અવધપ્રસાદ એહી હરિ સંગે, અતિ સુખ પાઈ રે. ચિ.૩
પદ ૪
નીલકંઠ રહો અબ મેરે, નેનકે નેરે. નીલકંઠ.
સુંદર બદન કમલ દલ લોચન,
નીરખત સબ દુઃખ હો મોચન;
ભાલ વિશાળ ઈન્દુ ઉર લાજી, કે હો રહે ચેરે રે. ની.૧
શ્રી વચ્છ ચિહ્ન શ્યામ ઉર સોહે, મુનિજન કે મન હો મોહે;
પોયન પાન ઉદર બિચ ત્રિવલી, નેનસે હેરે રે. ની.૨
જુગલ ચરન બિચ રેખ મનોહર,
ધ્યાન ધરત જન દેખી નજર ભર;
અવધપ્રસાદ રહો યહ મૂર્તિ, અંતર મેરે રે. ની.૩
શબ્દાર્થ સૂચી
પદ ૧
નવલ નિત - નિત્ય નવીન
પદ ૨
હાસ – હાસ્ય
કસત - કસીને બાંધવું
પદ ૩
સબ જીયનકો - સર્વ જીવો માટે
પદ ૪
નેનકે નેરે - આંખો આગળ
લોચન - નેત્રદ્બમોચન – નાશ
ચેરે – દાસ
પોયન પાન - પીપળાનું પાન
હેરે - નિહાળવું જોવું