૪૫. સહજાનંદ મન ભાઈ સદાઈ
રાગ ગોડી
પદ ૧
સહજાનંદ મન ભાઈ સદાઈ. સહજાનંદ.
સહજાનંદ મનોહર મૂરતિ, પ્રીત કરી ઉર લાઈ. સ.૧
બ્રહ્મમોહલ વાસી અવિનાશી, મનુષ્ય દેહ ધરી આઈ;
જે જન આઈ રહે ઈન શરને, ભુક્તિ મુક્તિ સબ પાઈ. સ.૨
કાળ કર્મકો દુઃખ અતિ ભારી, સો સબ દેવે છોરાઈ;
સુખકારી ઘનશ્યામ ભજનસેં, ભવ ભટકન મીટ જાઈ. સ.૩
અંતર પ્રીત રીતશું કરી કે, મૂરતિ મન ઠહરાઈ;
કામ ક્રોધ મદ લોભ સહજમેં, અવધપ્રસાદ હઠાઈ. સ.૪
પદ ૨
હરિકૃષ્ન ભજ પ્રાની નિરંતર. હરિ.
હરિકૃષ્ન કો ધ્યાન ધરીકે, હોવત દુઃખ કી હાનિ. નિ.૧
હરિકૃષ્ન મહારાજ કી છબીકું, શિવ બ્રહ્મા ઉર આની;
પ્રગટ હરિકું ભજન નિરંતર, વેદ કરત હે બખાંની. નિ.૨
શ્રી ઘનશ્યામ પ્રગટકો મહિમા, ગાવત હે ગુની જ્ઞાની;
શુક નારદ સનકાદિક મુનિવર, પ્રીત કરત મુનમાની. નિ.૩
જ્ઞાન વૈરાગ્ય સ્વધર્મ સનાતન, ભક્તિ ભેદ જગ જાની;
અવધપ્રસાદ કહે અવની પર, સુગમ કરે સુખદાની. નિ.૪
પદ ૩
નીલકંઠ ઉર ધારી સમર મન. નીલકંઠ.
નીલકંઠ મહારાજ ભજનસેં, હોવત ભવજલ પારી. સ.૧
નીલકંઠ મહારાજ ભજ્યા વિન, હોત હે જનમ ખુવારી;
પ્રગટ પ્રમાન હરિકું ભજી લે, ટારત ભવ ભય ભારી. સ.૨
યા જગમેં પિતુ માત ભ્રાત સુત, નેહ કરત અતિ નારી;
તાકો સંગ જાત જમપુર લે, દેવત નરકમેં ડારી. સ.૩
સુખકારી ઘનશ્યામ ભજનસેં, કામ ક્રોધ ભય ટારી;
અવધપ્રસાદ કહત હરિ શરને, તરી જાવત નરનારી. સ.૪
પદ ૪
શ્રી ઘનશ્યામ હમારે જીવનધન. શ્રી.
શ્રી ઘનશ્યામ વદનકી શોભા, નીરખી હરખી ઉર ધારે. જી.૧
કેસર તિલક ભાલ બિચ સોહે, કાનમેં કુંડળ ભારે;
નીરખી ગુમાની ભઈ હું દીવાની, જીવકે જીવન પ્યારે. જી.૨
શોભા ધામ શ્યામ સુખસાગર, પીત બસન તનું ધારે;
પ્રેમ મગન ભયે દેખી મુનિવર, સુંદર ધર્મ દુલારે. જી.૩
જેહી જન આઈ રહે હરિ શરને, તાહિ મુક્ત કરી ડારે;
અવધપ્રસાદ નીરખી યહ મૂરતિ, ચરનકમલ ઉર ધારે. જી.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
ઈન શરને - એના શરણે
ભુક્તિ - આ લોકના ભોગ
મુક્તિ - કાળ, કર્મ, માયા તથા જન્મ-મરણ થકી છુટકારો, પરમ ગતિ
છોરાઈ - છોડાવી
પદ ૨
બખાની – વખાણી
મુનમાની - મનમાની, મનમાં ઇચ્છેલી
પદ ૩
ભવજલ પારી - ભવજળ પાર થવું
વિન - વિના, વગર
પિતુ, માત, ભ્રાત, સુત - પિતા, માતા, ભાઈ, પુત્ર
પદ ૪
ગુમાની – ગર્વિલું
દીવાની – પાગલ
પીત બસન - પીળું વસ્ત્ર