૫૬. એક કપટી ન તરે રે
રાગ ધન્યાશ્રી
પદ ૧
એક કપટી ન તરે રે, મહારાજ, શરણ આયે સબહી તરે. એક.
પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, કૌરવ ન તરે સમાજ. શ.૧
નારદ શુક સનકાદિક તરી ગયે, ન તરે સો રાવનરાજ. શ.૨
ભક્ત વિભિષણ ઉદ્ધવ તરી ગયે, ન તરે યવન શિરતાજ. શ.૩
ધ્રુવ પ્રહ્લાદ પરીક્ષિત તરી ગયે, ન તરે અધમ જરાજ. શ.૪
પ્રગટ પ્રતાપસેં અગણિત તરી ગયો, અવધપ્રસાદ કહે આજ. શ.૫