૫૦. શ્યામ સુંદર સુખકારી
રાગ કાફી હોરી
પદ ૧
શ્યામ સુંદર સુખકારી, છબી લાગત પ્યારી. શ્યામ.
સુંદર છબી ઘનશ્યામ પિયાકી, નીરખી હરખી નરનારી. છ.૧
અબિલ ગુલાલકી ધૂમ મચાવત, કરુનાસાગર ન્યારી. છ.૨
નૌતમ ખેલ રચી મનમોહન, જન પર રંગ શુભ ડારી. છ.૩
અવધપ્રસાદ નિરંતર એહી સંગે, પ્રીતિ રહી હે હમારી. છ.૪
પદ ૨
સુંદરવર રંગભીનો, રંગ ખેલ મચાઈ. સુંદર.
ખેલ મચાઈ શ્યામ સુખદાઈ, નૌતન નાથ નવીને. રં.૧
કેશર રંગભરી પિચકારી, છીરકત શ્યામ પ્રવિને. રં.૨
શ્રી ઘનશ્યામ ચતુરકી મૂરતિ, નીરખત મન હરી લીને. રં.૩
અવધપ્રસાદ એહી છબી નીરખી, તન ધન અરપન કીને. રં.૪
પદ ૩
હરિકૃષ્ણ સુખદાઈ, ખેલે ધૂમ મચાઈ. હરિ.
ધૂમ મચાઈ સખા સંગ આઈ, નઈ નઈ પ્રીત બઢાઈ. ખે.૧
પ્રેમ મગન કરી મન હર લીનો, જન પર રંગ બરસાઈ. ખે.૨
ખેલત હોરી સખા સંગ ઘેરી, નીરખત સુરમુનિ આઈ. ખે.૩
અવધપ્રસાદ નાથકો મહિમા, શેષ શારદા ન પાઈ. ખે.૪
પદ ૪
શ્યામ પિયા બરજોરી, ખેલે રંગભર હોરી. શ્યામ.
ખેલત ફાગ પરસ્પર દોરી, ધૂમ મચી ચહુંકોરી. ખે.૧
શ્રી ઘનશ્યામ બદન કું દેખત, જેસે હી ચંદ ચકોરી. ખે.૨
રંગભરી સુંદર શિર પગિયાં, નિજ જન જીવનદોરી. ખે.૩
અવધપ્રસાદ નાથકે સંગે, અખંડ રહો રતિ મોરી. ખે.૪
શબ્દાર્થ સૂચી
પદ ૨
અરપન – અર્પણ
રતિ - સ્નેહ, પ્રેમ
ખ્યાલ - ખેલ, લીલા
ડારત - નાંખવું.