૭. ઓઢી પિછૌરી ઝીની
રાગ દાદરા
પદ ૧
ઓઢી પિછૌરી ઝીની, મોહનને ઓઢી. ટેક.
શુક નારદ જ્યાકો ધ્યાન ધરત હે, કેસર રંગશું ભીની. મો.૧
શ્વેત પાઘ શિર સોહત સુંદર, ફૂલ કલંગી નવીની. મો.૨
અંગરખી અંગ શ્વેત બિરાજે, શ્વેત પટે કટિ કસલીની. મો.૩
અવધપ્રસાદ કે નાથ પિછૌરી, કૃપા કરી મોય દીની. મો.૪
પદ ૨
ઓઢી દુપટ્ટો મે હી, આયે હરિ. ઓઢી.
બોલત ચાલત બૈઠન ઊઠત, બિસરત નાંહી પલ તેહી. આયે.૧
ચંચલ અંખિયાં ચંચલ બતિયાં, લટકની ચંચલ જેહી. આયે.૨
ચંચલ માનકી ચલત હરિકી, ચંચલ મૂરતિ સનેહી. આયે.૩
અવધપ્રસાદ હરિ પાસ રહીંકે, ચરનકમલ સુખ લેહી. આયે.૪
પદ ૩
ઓઢે ઉપરના પીરા, હરિ મોરે. ઓઢે.
પીરો સુરવાર પે’રે પીરી અંગરખી, શિરપેં જરકસી ચીરા. હરિ.૧
ગજરા બાજુબંધ કર પીરા, પહિરે હાર શરીરા. હરિ.૨
ચટક ચટક હરિ ચાલ ચલત હે, કર ગ્રહી માલ ફેરીરા. હરિ.૩
અવધપ્રસાદકે નાથકી શોભા, કહા કહું કહી ગીરા. હરિ.૪
પદ ૪
નીરખે રંગસેં ભીના, હરિમેં. નીરખે.
સાંવરી સૂરત, માધુરી મૂરત, પહિરે હાર પ્રવિના. હ.૧
કાનમેં મોતી રહું નિત્ય જોતી, કહીં બતિયાં કછુ કીના. હ.૨
હસત હસત આવત ઘર મોહે, કર કર નેહ નવીના. હ.૩
અવધપ્રસાદ શ્યામ છબી નીરખી, ચરનકમલ લખી લીના. હ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૩
ઉપરના – ઉપરણી
પીરા – પીળી
માલ ફેરીરા - માળા ફેરવે છે
ગીરા - વાણી
પદ ૪
પ્રવિના – પ્રવીણ
કછુ કીના - કંઈક કર્યું