૪૨. ઘનશ્યામ પિયા રંગ ડારી ગયો રે
રાગ ઠુમરી હોરી
પદ ૧
ઘનશ્યામ પિયા રંગ ડારી ગયો રે, ભીંજ ગઈ અંગ ચુનરિયાં. ઘન.
શ્રી ઘનશ્યામ કી માધુરી મૂરત,
હાંરે ચિત્ત ચોરી બરજોરી કછુ જાદુ કિયો રે. ભીં.૧
અબિલ ગુલાલ કી ધૂમ મચાઈ,
હાંરે રંગભરી પિચકારી મોહે મારી દિયો રે. ભીં.૨
ચૂવા ચૂવા ચંદન અબિલ અરગજા,
હાંરે મુખ મિજિ મોહન મન હર લિયો રે. ભીં.૩
અવધપ્રસાદ કે નાથ સંગાથે,
હાંરે સખી લહાવ અલૌકિક અબ લિયો રે. ભીં.૪
પદ ૨
સુખકારી મોરારિ શિર રંગ ઢોરી રે,
આનંદ હમકું દેજું ગયો. સુખ.
ખેલ મચાઈ અલોકિક સજની,
હાંરે રંગભીને મોહન મોહે રંગ રોરી રે. આ.૧
હોરી ખેલાઈ રંગ બરસાઈ,
હાંરે પિચકારી મારી મોહે બરજોરી રે. આ.૨
ખેલત હોરી આયે સખી દોરી,
હાંરે મોરી બૈયાં પકર કે ઝકઝોરી રે. આ.૩
અવધપ્રસાદ કે નાથ હમારી,
હાંરે બરજોરી કંચુકી કસ ડારી તોરી રે. આ.૪
પદ ૩
સુખકારી મોહન મોહે છબી તોરી રે,
ખેલ મચાવો મોરે આંગનમેં. સુખ.
નટવર નાગર સબ સુખ સાગર,
હાંરે તુમ લેહું ગુલાલ કી ભરી ઝોરી રે. ખે.૧
દેખી કમલ મુખ ચંદ લજાવે,
હાંરે નૈહરવા ન જાહું હરિ ખેલું હોરી રે. ખે.૨
ચંચલ મૂરતિ શ્યામ તિહારી,
હાંરે પિયા ધૂમ મચાવો મોહે રંગ રોરી રે. ખે.૩
૪૩. અવધપ્રસાદ કે નાથ હમારે,
હાંરે તુમ સંગ રહો પ્રીત નઈ મોરી રે. ખે.૪
પદ ૪
નહિ ખેલું મોહન તુમ સંગ હોરી રે,
હોત ફજેતી મોરી મૈહરમેં. નહિ.
સાસુ નણંદ મોહે ઘર નહિ રાખત,
હાંરે પિયા પ્રીત રહી તુમ સંગ મોરી રે. હો.૧
નાતિ જાતિ કુળ કુટુંબ હમારે,
હાંરે કટુ બચન કહત મુખ તરછોરી રે. હો.૨
સબ શું તોરી આઈ તુમ શરને,
હાંરે મોહે રાખો મોહન કહું વર જોરી રે. હો.૩
અવધપ્રસાદના નાથ તુમ સંગે,
હાંરે નિત્ય ખેલ ખેલાવો મેરો ચિત્ત ચોરી રે. હો.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
ડારી – નાંખી
ભીંજ ગઈ - ભીંજાઈ ગઈ
ચુનરિયાં – ચુંદડી
મિજિ - મસળી, ચોળી
પદ ૨
રંગ બરસાઈ - રંગ વરસાવી
દેજું ગયો - દઈ ગયો
બૈયાં પકર કે - હાથ પકડીને
ઝકઝોરી - ઝાટકો મારવો
કંચુકી રસ - કપડાંની દોરી
પદ ૩
ઝોરી - ઝોળી, થેલી
લેહું – લઈને
ચંદ લજાવે - ચંદ્રને શરમાવે
નૈહરવા – પિયર
નઈ - નવી
પદ ૪
મૈહરમેં – પિયરમાં
કટુ બચન - કડવાં વચન
તરછોરી - તરછોડી