૩. પ્રાદુર્ભાવ

સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ પ્રમાણે સં. ૧૮૩૭ના મહા સુદી આઠમ ને સોમવારે મકરસંક્રાંતિના સૂર્યોદય સમયે જીવીબાની કૂખે યોગેશ્વરનો જન્મ થયો.* ટોરડાની તીર્થરૂપ ધરા પર અલૌકિક દિવ્ય આભાનો આવિષ્કાર થયો.

પુત્રજન્મથી મોતી ઠાકરના ખોરડામાં ખુશાલી વ્યાપી ગઈ. મોતી ઠાકર ખગોળ અને જ્યોતિષના ઊંડા અભ્યાસી હતા. મકર રાશિમાં જન્મ હોવાથી તેમણે પુત્રનું નામ 'ખુશાલ' પાડ્યું. જે સ્વયં આનંદિત છે અને જેના દર્શનમાત્રથી અન્ય પણ આનંદિત થાય છે તે ખુશાલ! ખુશાલનો બીજો અર્થ છે-- કુશળ (Expert), જે સર્વ વિદ્યાઓમાં પારંગત છે તે ખુશાલ! કહ્યું છે ને કે यथा नाम तथा गुणा: । ખુશાલે પોતાના નામના બન્ને અર્થોને સાર્થક કર્યા હતા.