વચનામૃત

૨૧. ભગવાનને સર્વકર્તા જાણવા તથા પરોક્ષ જેવો પ્રત્યક્ષ ભગવાન ને સાધુનો મહિમા જાણવા ઉપદેશ - જીવ ઈશ્વરની સ્વપ્ન સૃષ્ટિ વિશે સમજ - લૌકિક સમૃદ્ધિવાળાને દુઃખી ને તેના અભાવવાળાને સુખી કહેવા અંગેની વિક્તિ - એકાંતિક ભક્તનાં લક્ષણ.

0:000:00

સંવત 1878ના ફાગણ સુદિ 15 પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, તથા શ્વેત પાઘ બાંધી હતી, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

અને તે જ દિવસે સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયે વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત પાઘ માથે બાંધી હતી, અને તે પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, ને કાન ઉપર મોગરાના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો એક તમને પ્રશ્ન પૂછીએ જે,

પછી વળી તે જ દિવસે અર્ધ રાત્રિએ શ્રીજીમહારાજ પોતે સાધુની જાયગાએ પધાર્યા હતા, પછી સર્વ સાધુ શ્રીજીમહારાજને નમસ્કાર કરીને પાસે બેઠા. પછી તે મુનિ પ્રત્યે શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને સાધુને પ્રશ્ન પૂછ્યો જે,


ઇતિ વચનામૃતમ્ || 21 || (154)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં ત્રણ કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કેવળ વર્ણાશ્રમ ધર્મે કરીને સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખીયો રહે. (1) અને અમને સર્વ કર્તા-હર્તા જાણે તો જ કલ્યાણ થાય. (2) અને જેમ રામકૃષ્ણાદિક પરોક્ષ અવતાર થયા છે તેમને વૈકુંઠ-ગોલોકના પતિ જાણે છે અને તેમના ભક્તોને તે તે ધામના પાર્ષદો જાણે છે, તેમ અમને અક્ષરધામના ધામી સમજે અને અમારા ભક્તોને અમારા ધામના પાર્ષદો જાણે અને અમને સર્વ કર્તા-હર્તા જાણે તો કોઈ કાળે કલ્યાણના માર્ગેથી પડે જ નહિ. (3) બીજામાં જીવ, વૈરાજપુરુષ ને પ્રધાનપુરુષ એ સર્વેને સ્વપ્ન સૃષ્ટિ તથા સ્વપ્ન સૃષ્ટિનાં ભોગ તે મૂળપુરુષ દ્વારે અમે સ્ત્રજી આપીએ છીએ. (4) અને દેશકાળાદિકનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે. (5) ત્રીજામાં જેને ગામ, ગરાસ, ધન, દોલત હોય તે દુઃખિયો છે અને ન હોય તે સુખિયો છે. (6) અને દેવને શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ કોઈ આપે તો ભલે પણ આગ્રહપૂર્વક બળાત્કારે પ્રેરણા ન કરવી. (7) ચોથા પ્રશ્નમાં જે પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ એવા જે અમે તે અમારી સ્વધર્માદિક અંગે યુક્ત ભક્તિ તથા ધ્યાન, સ્મરણ ને ઉપાસના કરે અને જેટલાં વર્તમાન અમે કહ્યાં છે તેમાં ફેર પડવા દે નહિ તે અમારો એકાંતિક ભક્ત છે. (8) અને જ્યારે અમે પ્રગટ થઈએ ત્યારે એકાંતિક ભક્તિ પ્રવર્તાવીએ છીએ. (9) અને બીજા મતોમાં તો એકાંતિક ભક્તિ નથી. (10) બાબતો છે.