૩૬. કલ્યાણનું અસાધારણ સાધન - એ સાધનમાં મોટું વિઘ્ન શું? - આત્મદર્શન ને બ્રહ્મદર્શનમાં ભગવાનની મૂર્તિના ધ્યાન અને ઉપાસનાની અનિવાર્યતા.
સંવત 1885ના વૈશાખ સુદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને તે વાડીને મધ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો જે,
એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે,
(પ્ર.૨) અમે સર્વ શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા ને તેને વિષે ઘણાક સિદ્ધ દીઠા છે, એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી, ને પછી એમ બોલ્યા જે, હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહિ. અને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહિ, ને ઉપાસના વિના આત્મા-બ્રહ્મને દેખવાને ઇચ્છવું તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો, ખારો સ્વાદ આવે જ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા-બ્રહ્મ દેખાય જ નહિ. તે ગમે એટલું યત્ન કરે તો પણ ન દેખાય અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી માટે એ વાર્તા ખોટી છે.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 36 || (270)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ ને સર્વેના અવતારી સમજીને આશ્રય કરે, ને ધર્મે સહિત અમારી ભક્તિ કરે, ને એવી ભક્તિએ યુક્ત સાધુનો સંગ કરે, તે કલ્યાણનું અસાધારણ સાધન છે તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી. (1) અને મહાદુષ્ટ એવા જે શુષ્ક વેદાંતી તેનો સંગ કરવો એ મોટું વિઘ્ન છે. (2) બીજામાં અમારી ઉપાસના ને ધ્યાન એ બે હોય તો આત્મા તથા બ્રહ્મ દેખાય પણ તે વિના તો દેખાય જ નહિ એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં અમારો જે તે ભાવે કરીને આશ્રય કરવો એમ શ્રીજીમહારાજે કહ્યું તે જે તે ભાવ તે કિયો સમજવો?
ઉ.૧ શ્રીજીમહારાજ સર્વે અવતારના અવતારી ને બ્રહ્મજ્યોતિ જે અક્ષરધામ તેને વિષે અનાદિ સાકાર મૂર્તિ વિરાજે છે તે જ આ મનુષ્યરૂપે પ્રત્યક્ષ દર્શન આપે છે એમ સમજવા એવો જે ભાવ તે ભાવે કરીને આશ્રય કરવો.
પ્ર.૨ (2/3 બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિની ઉપાસના વિના આત્મા કે બ્રહ્મ દેખાય જ નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું અને (લો. 7ના 2/4 બીજા પ્રશ્નમાં) બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરૂષોત્તમ તે જાણવા બાકી રહ્યા છે એમ કહ્યું તે પરબ્રહ્મને જાણ્યા ન હોય તો પણ બ્રહ્મરૂપ થાય એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ (લો. 7માં) મૂર્તિની ઉપાસના વિના બ્રહ્મરૂપ થાય એમ નથી કહ્યું; એમાં તો મૂળપુરુષાદિક અવતારને ભજીને તેના તેજરૂપ થઈ ગયો હોય તે બ્રહ્મરૂપ કહ્યો છે, તો પણ શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા જાણવો બાકી રહ્યો છે એમ કહ્યું છે, માટે મૂર્તિની ઉપાસના હોય તો જ બ્રહ્મરૂપ થાય ને બ્રહ્મને તથા આત્માને દેખે, પણ તે વિના તો બ્રહ્મરૂપ થવાય જ નહિ ને આત્મા કે બ્રહ્મ દેખાય જ નહિ.
પ્ર.૩ નિર્બીજ સાંખ્ય ને નિર્બીજ યોગ કહ્યો તેનું રૂપ શું હશે?
ઉ.૩ દેહથી નોખો જે આત્મા તેને જાણવો તે નિર્બીજ સાંખ્ય કહેવાય અને તે આત્માકારે વૃત્તિ કરવી તે નિર્બીજ યોગ કહેવાય.