સંવત 1881ના શ્રાવણ વદિ 7 સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું, અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું, અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 61 || (194)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા કહેલા નિયમ તથા અમારો નિશ્ચય તથા અમારા ભક્તનો પક્ષ એ ત્રણ વાનાં જેને હોય તે પાકો સત્સંગી છે. (1) અને અમારે ને અમારા સંતને અર્થે પોતાનું સર્વસ્વ કરી નાખે, ને સત્સંગને અર્થે માથું દે, અને અમે આજ્ઞા કરીએ તો પરમહંસ થાય તે સર્વે હરિભક્તમાં મોટો છે, અને ત્યાગી કનક-કામનીમાં લેવાય નહિ, ને નિયમ દૃઢ રાખે તે ત્યાગીમાં મોટો છે. (2) ને જ્ઞાની કે ત્યાગી હોય તેને પણ મોટા મનુષ્યનું સન્માન કરવું એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં નિયમ કહ્યા તે કિયા જાણવા?
ઉ.૧ શ્રીજીમહારાજે શિક્ષાપાત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, જનશિક્ષા તથા નારાયણ ગીતામાં ત્યાગી-ગૃહીને જે પ્રમાણે વર્તવાનું કહ્યું છે તે નિયમ જાણવા.
પ્ર.૨ શ્રીજીમહારાજનો નિશ્ચય કહ્યો તે નિશ્ચય કેવો જાણવો?
ઉ.૨ શ્રીજીમહારાજને જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળઅક્ષરકોટી એ સર્વેના પોતાની અંતર્યામી શક્તિએ કરીને આધાર ને એ સર્વેના કર્તા ને નિયંતા ને સદા સાકાર મૂર્તિ ને એ સર્વેને અગમ્ય અને પોતાના મુક્તોને સુખના દાતા એવા જાણે તે નિશ્ચય કહેવાય.
પ્ર.૩ સત્સંગીનો પક્ષ રાખવાનો કહ્યો તે કેવા સત્સંગી હોય તેનો પક્ષ રાખવો?
ઉ.૩ આમાં બીજી બાબતમાં ગૃહી-ત્યાગીનાં લક્ષણ કહ્યાં છે તે લક્ષણે યુક્ત હોય તેવાનો પક્ષ રાખવો, ને એવાને દુઃખે દુઃખી થાવું એમ કહ્યું છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.