૫૫. પોતાના ઉદ્દેશે કરીને દેવદર્શન, કથાવાર્તા, સાધુ સમાગમ તથા ત્યાગ વૈરાગ્યની રુચિનું વર્ણન - એકાંતિક ભક્તનાં લક્ષણ - ભગવાનને સદાય નિર્દોષ ને દિવ્ય જાણવા વિશે.
0:000:00
સંવત 1880ના જ્યેષ્ઠ સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર નવાનગરનું સોનેરી કોરે યુક્ત શ્વેત મોળિયું બાંધ્યું હતું, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને તે સભાને વિષે મુનિ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા. પછી તે મુનિ કીર્તન-ભક્તિ કરી રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 55 || (188)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પોતાના ઉદ્દેશે કરીને દેવદર્શન, કથાવાર્તા, સાધુસમાગમ, તીર્થ, ત્યાગ-વૈરાગ્યની રુચિ રાખવી એમ પોતાના આશ્રિતોને શીખવ્યું છે. (1) અને પોતાના એકાંતિક ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (2) અને પોતાના ભક્તને આત્મવિચાર કરવાનું કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી એમ શ્રીજીમહારાજે કહ્યું તે બીક શી રાખી હશે?
ઉ.૧ સત્સંગનું રૂડું એટલે આત્યંતિક મોક્ષ કરવા સારુ મનુષ્યરૂપે દર્શન આપવાં પણ અદૃશ્ય ન થવું એવો સંકલ્પ કર્યો, માટે બીક રાખવા માંડી એટલે સત્સંગમાં મનુષ્યરૂપે દેખાવું એવો સંકલ્પ કર્યો એમ જાણવું.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.