૧. ભૂંડા દેશકાળાદિકમાં વિઘ્ન ન થાય તેવી યુક્તિ - ભગવાનને વિશે જ્ઞાન ને હેતના અંગનું મહત્વ - શિક્ષાપત્રીના પાઠની આજ્ઞા.
0:000:00
સંવત 1882ના વૈશાખ વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ફળિયાની માંહેલી કોરે આથમણે બાર ઓરડાની ઊંચી ઓસરીએ ગાદી તકિયે યુક્ત જે સુંદર રંગત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્તકને વિષે જે મોટી શ્વેત પાઘ તેમાં સુંદર મોગરાના પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, ને બે હાથને વિષે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પરમહંસને પૂછ્યું જે,
તે કીર્તન-ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજીમહારાજે એમ આજ્ઞા કરી જે,
પ્ર.૨) અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી, સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ-ભાઈ, સર્વે તેને નિત્ય કરવો. અને જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું. અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી, એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે, માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. એવી રીતની જે શ્રીજીમહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વેએ ધાર્યો જે, હે મહારાજ! જેમ તમે કહો છો તેમ અમે સર્વ પાળીશું. તેને સાંભળીને શ્રીજીમહારાજ અતિશે પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા અને સર્વે સત્સંગીના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદ આપતા હવા.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 1 || (235)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય ન હોય તો બીજા મન ગમતા પદાર્થમાં અમારા જેવી પ્રીતિ થઈ જાય, ને આત્મનિષ્ઠા ન હોય તો દૈહિક સુખ-દુઃખમાં વૃત્તિ ચૂંથાઈ જાય. અને વૈરાગ્યે કરીને અમારી મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટા થઈ જાય છે. અને આત્મનિષ્ઠાએ કરીને માયિક સુખ-દુઃખ ખોટાં થઈ જાય છે. અને આત્મનિષ્ઠા ન હોય તો સમાધિમાંથી બહાર આવે ત્યારે ચાળા ચૂંથવા માંડે. (1) અને જ્ઞાનના અંગવાળાને અમારું અતિશે માહાત્મ્ય સમજાય ને અમને અંતર્યામી જાણે ને હેતના અંગવાળાથી અમારા વિના રહેવાય નહિ ને અમારે અર્થે ન કરવાનું પણ કરે ને એ બેમાંથી એકેય અંગ ન હોય તે ચાળા ચૂંથણો છે. (2) અને બીજામાં શિક્ષાપત્રી વાંચવી ને વાંચતાં ન આવડે તેણે સાંભળવી અને સંભળાવનાર ન હોય તો પૂજા કરવી. તેમાંથી ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ કહ્યું છે. (3) બાબતો છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.