વચનામૃત

૧૮. સત્સંગીએ ગુરુપરંપરા વગેરે સંપ્રદાય સંબંધી અવશ્યપણે લક્ષમાં રાખવાની વિગત.

0:000:00

સંવત 1882ના મહા સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી વરતાલ મધ્યે સંધ્યા-આરતી થયા કેડે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી-તકિયા નખાવીને વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાની ચારે કોરે મંડપને ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશદેશના હરિભક્ત સર્વે બેઠા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 18 || (218)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારા સત્સંગીએ ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી. (1) તથા ગુરુ પરંપરા જાણવી. (2) તથા ધર્મકુળના સ્થાપનની રીત જાણવી. (3) તથા પરોક્ષના દૃષ્ટાંતે કરીને કહ્યું છે કે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર જાણવાં. (4) તથા સત્સંગીના નિયમ જાણવા. (5) તથા ઇષ્ટદેવને જાણવા. (6) અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને મૂર્તિઓનું બહુપણું જાણવું. (7) અને અમારું પરોક્ષ ને પ્રત્યક્ષ રૂપ જાણવું. (8) અને અમારાં જન્મ, કર્મ દિવ્ય જાણવાં. (9) અને અમારા સંબંધને પામે તે સર્વ નિર્ગુણ થાય છે. (10) અને અમારે વિષે પરમેશ્વરપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે અમે ચતુર્ભુજાદિક તથા મચ્છ-કચ્છાદિક અનંતરૂપ દેખાડીએ છીએ તે રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કહેવા. (11) અને સ્થાનકના ભેદે કરીને અનેક પ્રકારની લીલા કરી હોય તેણે કરીને દ્વીભુજ એવા જે અમે તે અમારા સ્વરૂપને વિષે ઉપાસનાના ભેદ કરવા નહિ. (12) અને સાધુએ સાધુનાં લક્ષણ પ્રમાણે વર્તવું ને પોત-પોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને અમારી ભક્તિ કરવી. (13) અને તમારા ઇષ્ટદેવ જે અમે તે અમારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું; અમારી આજ્ઞા પ્રમાણે જ વર્તવું. (14) બાબતો છે.