વચનામૃત

૧. ભગવાનનો નિશ્ચય જીવમાં થયાની રીત - ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવમાં નિશ્ચય જણાવાની રીત - મન-વાણી થકી પર ભગવાનને પામવાનો ઉપાય - ઇયળની ભમરી માફક ભક્તના ઇંદ્રિયાદિકનું ભગવદાકારે થવાપણું.

0:000:00

સંવત 1877ના ભાદરવા સુદિ 12 દ્વાદશીને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપરપલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો, ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું, ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂનાં ઢીંચણિયાં મૂક્યાં હતાં, ને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા, એવી શોભાએ યુક્ત જે પલંગ તેની ઉપર શ્રીજીમહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો, અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું, ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને શ્રીજીમહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

એમ શ્રીજીમહારાજે કહ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે,

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

એમ શ્રીજીમહારાજે કહ્યું, ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (97)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જીવ બુદ્ધિએ સહિત હોય ત્યારે અંત:કરણ, ઇંદ્રિયો, વિષય ને દેવતા તેમને એકકાળાવછિન્ન જાણે છે અને બુદ્ધિએ રહિત હોય ત્યારે ઇંદ્રિયાદિકનો પ્રકાશક ને વ્યાપક છે અને અમારો નિશ્ચય પ્રથમ ઇંદ્રિયોમાં પછી અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ ને પછી જીવમાં થાય છે. (1) બીજામાં ઇંદ્રિયો, અંત:કરણ ને જીવમાં નિશ્ચયનાં રૂપ કર્યાં છે. (2) ત્રીજામાં મન-વાણીને અગોચર એવા અમે તે કૃપા કરીને મનુષ્યરૂપે દર્શન આપીએ છીએ ત્યારે જે અમારા મુક્તનો સમાગમ કરે તેના જાણ્યામાં આવીએ છીએ. (3) ચોથામાં અભક્તનાં મન-વાણી અમને પામતાં નથી. (4) પાંચમામાં અમારા ભક્તનાં દેહ, ઇંદ્રિયો, અંત:કરણ તે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે. (5) અને કૈવલ્યાર્થી કેવળ બ્રહ્મસત્તાને પામે છે. (6) બાબતો છે.