૩. રસિક માર્ગ ને બ્રહ્મજ્ઞાનના માર્ગમાં આવતાં વિઘ્નો - બંને માર્ગે પરમપદને પામવાની રીત.
0:000:00
સંવત 1878ના શ્રાવણ સુદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પોતાની આગળ પરમહંસ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો; વાત કરવી છે. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 3 || (136)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, રસિક માર્ગવાળો ભક્ત બાઈઓને વિષે મા, બેન, દીકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય અને અમને ભજીને મોક્ષ પામે અને અવળું સમજે તો મોક્ષના માર્ગ થકી પડી જાય છે. (1) અને પ્રકૃતિપુરુષાદિક સર્વેનું કારણ ને આધાર ને નિર્વિકાર ને નિરંશ ને વ્યાપક એવું જે બ્રહ્મ તે અમારું તેજ છે એમ સમજે અને એ બ્રહ્મના પણ કારણ ને આધાર ને મૂર્તિમાન અમને સમજે અને એ બ્રહ્મરૂપ થઈને અમારી સ્વામી-સેવકભાવે ઉપાસના કરે તો નિર્વિઘ્ન થકો પરમપદ જે અમારી હજૂર સેવા તેને પામે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં બાઈઓને વિષે મા, બેન, દીકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય એમ કહ્યું અને (લો. 10ના 5/7 પાંચમા પ્રશ્નમાં) પોતાની મા-બેન ને વિષે વિકાર પામે એમ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ (લો. 10માં) અશુભ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, ઉપદેશ ને દેવતા તેને યોગે મલિન બુદ્ધિ થઈ ગઈ હોય તેનાં ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણે ભળે ત્યારે તે પોતાની મા, બેન, દીકરીને વિષે વિકાર પામે એમ કહ્યું છે, અને આમાં તો જ્ઞાનીની વાત છે માટે વિરોધ નથી એમ સમજવું.
પ્ર.૨ બીજી બાબતમાં પરબ્રહ્મને બ્રહ્મથી પર ને નોખા કહ્યા તે બ્રહ્મ તો પરબ્રહ્મનું તેજ છે, તે તેજથી પરબ્રહ્મને નોખા શી રીતે સમજવા?
ઉ.૨ (પ્ર. 45માં) શ્રીજીમહારાજે પોતાના તેજને સચ્ચિદાનંદ બ્રહ્મ નામે કહ્યું છે, તથા (મ. 10માં) બ્રહ્મ છે તે તો પુરૂષોત્તમ ભગવાનની કિરણ છે તથા (13/2માં) પોતાના તેજને બ્રહ્મ નામે કહ્યું છે, અને (પ્ર. 64/1માં) અશરીરી જે પ્રકાશ તેના સૂર્ય-અગ્નિ જેમ આત્મા છે તેમ અશરીરી જે બ્રહ્મ તેના પુરૂષોત્તમ ભગવાન આત્મા છે, તથા (પ્ર. 66/1માં) બ્રહ્મસત્તારૂપ કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે તો પુરૂષોત્તમ ભગવાનની મૂર્તિનો છે, તથા (પં. 1/1માં) પોતાના અંગ એટલે મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ નામે કહ્યું છે માટે પોતાનો જ પ્રકાશ છે, પણ શરીર-શરીરી, આધાર-આધેય ને કાર્ય-કારણભાવે નોખા કહ્યા છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.